Home /News /tech /

Micromaxએ લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

Micromaxએ લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

આ ફોનમાં માઇક્રોએસડી કાર્ડથી 128જીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

આ ફોનમાં માઇક્રોએસડી કાર્ડથી 128જીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

    ભારતના સ્માર્ટફોન ઉત્પાદક માઇક્રોમેક્સે ઇન્ફિનિટી એન સીરીઝના બે ફોન N12 અને N11 લોન્ચ કર્યા છે. બંને ફોનમાં 6.19 ઇંચની એચડી + ડિસ્પ્લે સાથે ફેસ અનલોક અને ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

    માઇક્રોમેક્સ એન11 અને એન12ની વિશેષતાઓ

    રેમ અને સેલ્ફી કેમેરામાં કંપનીએ ફોનમાં તમામ સ્પષ્ટીકરણો રાખ્યા છે. બંને ફોનમાં 6.19 ઇંચની નોચ ડિસ્પ્લે છે. તેની સાથે એક ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જે 13 + 5 મેગાપિક્સલનો છે. સેલ્ફીમાં માઇક્રોમેક્સ એન11 8 મેગાપિક્સેલ અને એન12માં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ અને રીઅર કેમેરા બંને એઆઇ સપોર્ટ સાથે છે. આ ઉપરાંત, પોર્ટ્રેટ મોડનો પણ સપોર્ટ છે. ફોનમાં 4000 એમએએચ બેટરી અને 2GHzગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર મીડિયા ટેક હેલિયો P22 પ્રોસેસર છે.

    આ પણ વાચો: સસ્તો થઇ ગયો Oppoનો આ શાનદાર સ્માર્ટફોન, જાણો નવી કિંમત

    સ્ટોરેજની વાત કરીએ તો માઇક્રોમેક્સ એન11માં 2જીબી રેમ અને 32 સ્ટોરેજ છે. એન12માં 3 જીબીરેમ અને 32 જીબી સ્ટોરેજ છે, જે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. તેમાં ડ્યુઅલ સિમ 4 જી વોલ્ટે સપોર્ટ છે.
    તેના ઇન્ટ્રેસ્ટિગ ફિચરની વાત કરીએ તો તેમા ફેસઅનલોક અને મલ્ટીસ્કીન સપોર્ટ આપવામાં આવ્યું છે. જેનો મતલબ તમે ફોન પર એકસાથે બે કામ કરી શકો છો. ફોનને બ્લૂ લગૂન, વિયોલા અને વેલ્વેટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

    આ પણ વાચો: જો તમારા ફોનમાં Photo થઇ ગયા છે Delete, તો આ રીતે મેળવો પાછા

    ખરીદવા માટે મળશે કેશબેક

    માઇક્રોમેક્સની એન11ની કિંમત 8999 રૂપિયા છે, જ્યારે એન12ની કિંમત 9999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે, જીયો તરફથી કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ ફોનને જિયો સાથે ખરીદો છો, તો તમને 2200 રૂપિયાનું કેશબેક અને 50 જીબી વધારાનો 4જી ડેટા મળશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Micormax n11, Micromax phone, N12, Smart phone, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन