Micromaxની દમદાર વાપસી! લૉન્ચ કર્યા બે ખૂબ સસ્તા 4 કેમેરાવાળા સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને પ્રાઇઝ

માઇક્રોમેક્સે પોતાની In સીરીઝના બે દમદાર સ્માર્ટફોન Micromax In Note 1 અને Micromax In 1B લૉન્ચ કર્યા

માઇક્રોમેક્સે પોતાની In સીરીઝના બે દમદાર સ્માર્ટફોન Micromax In Note 1 અને Micromax In 1B લૉન્ચ કર્યા

  • Share this:
    ઈન્ડિયન સ્માર્ટફોન બનાવનારી કંપની માઇક્રોમેક્સ (Micromax)એ ભારતમાં પોતાની નવી In-સીરીઝની સાથે વાપસી કરી લીધી છે. કંપનીએ પોતાની In સીરીઝના બે દમદાર સ્માર્ટફોન Micromax In Note 1 અને Micromax In 1B લૉન્ચ કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ બંને ફોનની કિંમત કંપનીએ બજેટ સેગમેન્ટમાં રાખી વે. આ બંને મેડ ઈન ઈન્ડિયા ડિવાઇસને ફ્લિપકાર્ટ અને માઇક્રોમેક્સની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી ખરીદી શકાશે. ફોનનો સેલ 24 નવેમ્બરથી શરૂ થશે. આવો જાણીઓ આ બંને ફોનના ફીચર્સ...

    Micromax In Note 1ના ફીચર્સ

    તેમાં 6.67 ઇંચનો IPD LCD ડિસ્પ્લે ફુલ HD+ રેઝોલ્યૂશનની સાથે આપવામાં આવે છે. આ ફોન MediaTek Helio G85 પ્રોસેસરથી સજ્જ છે. નવા ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે અને તેને આગામી બે વર્ષમાં એન્ડ્રોઇડ 11 અને એન્ડ્રોઇડ 12 અપડેટ આપવામાં આવશે. ફોનનો ગ્રીન કલર વેરિયન્ટ X-શેપના પેટર્નવાળી ડિઝાઇન સાથે આવે છે અને બીજા વ્હાઇટ કલર ઓપ્શમાં આપવામાં આવે છે.

    આ પણ વાંચો, ઘરે લઈ આવો 1,555 રૂપિયામાં સૌથી વધુ માઇલેજ આપતી બાઇક, મળી રહી છે 3 ઓફર્સ

    કેમેરાની વાત કરીએ તો તેના રિયર પેનલ પર AI ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર મળશે. આ ઉપરાંત મોડ્યૂલમાં 5 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ, 2 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર પણ આપવામાં આવે છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.

    આટલી છે Micromax In Note 1ની કિંમત

    Micromax In Note 1ને બે વેરિયન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનના 4GB રેમ 64GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. અને બીજા 4GB રેમ 128GB સ્ટોરેજ વેરિયન્ટવાળાની કિંમત 12,499 રૂપિયા રાખવામાં આવી છે.

    Micromax In 1Bના ફીચર્સ

    Micromax In 1Bમાં પણ 6.5 ઇંચ HD+ રેઝોલ્યૂશન આપવામાં આવે છે. આ ફોનમાં MediaTekનું Helio G35 પ્રોસેસર આપવામાં આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેના રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યા છે. આ બજેટ ફોન પર્પલ, બ્લૂ અને ગ્રીન કલરમાં રજૂ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, 15 વર્ષમાં હોમ લોન પર સૌથી ઓછા વ્યાજ દર, ફેસ્ટિવ સીઝનમાં આ બેન્કો આપી રહી છે ખાસ ઓફર

    કેમેરાની વાત કરીએ તો તેની રિયર પેનલ પર 13 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સરવાળો ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવે છે, જેમાં 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર મળે છે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. પાવર માટે આ ફોનમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

    Micromax In 1Bની શું છે કિંમત?

    Micromax In 1Bના 4GB અને 64GB સ્ટોરેજની સાથે રજૂ કરવામાં આવ્યો છે. તેની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે. અને બીજો 2GB રેમ અને 32GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: