ફ્લિપકાર્ટ પર આવ્યો માઈક્રોમેક્સનો નવો બજેટ સ્માર્ટફોન, જાણો ખાસિયતો

News18 Gujarati
Updated: March 24, 2018, 10:42 PM IST
ફ્લિપકાર્ટ પર આવ્યો માઈક્રોમેક્સનો નવો બજેટ સ્માર્ટફોન, જાણો ખાસિયતો

  • Share this:
આ મહિને શરૂઆતમાં માઈક્રોમેક્સે પોતાના Bharat 5 pro સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો છે. હવે એવું લાગી રહ્યું છે કે, કંપની પોતાનો નવો સ્માર્ટફોન Canvas Infinity Lifeને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કેમ કે, સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ લિસ્ટિંગથી આ સ્માર્ટફોનના ફિચર્સ અને કિંમતનો ખુલાસો થયો છે. માત્ર સત્તાવાર રીતે જાહેરાત કરવાની બાકી છે.

ફ્લિપકાર્ટ લિસ્ટિંગ અનુસાર, માઈક્રોમેક્સ Canvas Infinity Lifeમાં 18:9 રેશ્યો સાથે 5.45- ઈંચ HD+ 1440X720 પિક્સલ ડિસ્પલે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 2GB રેમ સાથે 64-bit MediaTek MT6737 પ્રોસેસર આપવામાં આવ્યો છે.
કેમેરા સેક્શનની વાત કીરએ તો આના રિયરમાં f/2.0 એપર્ચર અને ફેસ બ્યૂટી મોડ સાથે 13MP Sony IMX135 સેંસર આપવામાં આવ્યો છે. જ્યારે આના ફ્રન્ટમાં સોફ્ટ સેલ્ફી સાથે 8 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 7.1 નોગેટ પર રન કરે છે. આ સ્માર્ટફોનની બેટરી 2500mAhની છે અને આની ઈન્ટરનલ મેમોરી 16GBની છે.

કનેક્ટિવટીની માટે Canvas Infinity Lifeમાં 4G VoLTE, Wi-Fi ડ્યુઅલ સિમ સપોર્ટ, બ્લૂટૂથ અને GPS સપોર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આના રિયર પેનલ પર યૂઝર્સને ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ મળશે. Canvas Infinity Lifeની કિંમત 7,490 રૂપિયા રાખવામાં આવી છે. આશા છે કે, કંપની આને Canvas infinity અને Canvas Infinity Pro વચ્ચે જગ્યા આપશે.

 
First published: March 24, 2018
વધુ વાંચો
अगली ख़बर