દુનિયાભરમાં અઢી કલાક ઠપ રહ્યા બાદ ફરી શરૂ થઈ Twitterની સર્વિસ, કંપનીએ કહ્યું- હૅકિંગ નથી થયું

News18 Gujarati
Updated: October 16, 2020, 8:21 AM IST
દુનિયાભરમાં અઢી કલાક ઠપ રહ્યા બાદ ફરી શરૂ થઈ Twitterની સર્વિસ, કંપનીએ કહ્યું- હૅકિંગ નથી થયું
દુનિયાભરના અનેક દેશોમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરની સેવાઓ ઠપ થઈ ગઈ હતી, આ હતું કારણ

દુનિયાભરના અનેક દેશોમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરની સેવાઓ ઠપ થઈ ગઈ હતી, આ હતું કારણ

  • Share this:
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર (Twitter) લગભગ બે કલાકની ગ્લોબલ આઉટેજના કારણથી ડાઉન રહ્યું. જોકે હવે ટ્વીટર સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. દુનિયાભરના અનેક દેશોમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરની સેવાઓ ઠપ થઈ ગઈ હતી. ભારતીય સમય અનુસાર લગભગ 7 વાગ્યે સોશિયલ સાઇટ ઠપ થઈ ગઈ હતી. કંપનીએ હવે ઓફિશિયલ જવાબ આપીને જણાવ્યું કે તેમની સાઇટ હૅક નહોતી થઈ. નોંધનીય છે કે ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી લગભગ ટ્વીટર યૂઝર્સને સાઇટ પર લૉગઇન કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. કોઈ પણ ટ્વીટ નહોતું થઈ શકતું. કેટલાક યૂઝર્સ પોતાના એકાઉન્ટમાં લૉગ-ઇન તો કરી શકતા હતા પરંતુ તેમને સર્ચ કરતાં કંઈ પણ કન્ટેન્ટ શૉ નહોતી થતી.

આ પહેલા પણ અનેકવાર ટ્વીટર ડાઉન થયું છે. એટલું જ નહીં ટ્વીટર અનેકવાર હૅકિંગ અને સુરક્ષામાં છીંડા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ટ્વીટરનો ઉપયોગ દેશ અને દુનિયાની મોટી-મોટી હસ્તીઓ કરે છે. ટ્વીટરની સ્થાપના 21 માર્ચ 2006ના રોજ થઈ હતી.

આ પણ વાંચો, PNB ખોલી રહી છે મહિલાઓ માટે ખાસ ખાતું, મફતમાં મળશે આ 6 સુવિધાકેલિફોર્નિયા સ્થિત કંપનીએ ટ્વીટ કરી જણાવ્યું કે, ટ્વીટર આપ પૈકી અનેક લોકો માટે ડાઉન થઈ ગયું છે અને અમે તેને પરત લાવવા અને તમામા માટે ચલાવવા માટે કામમાં લાગેલા છીએ. અમારી પોતાની આંતરિક સિસ્ટમમાં કેટલીક પરેશાની આવી હતી. અમારી સિક્યુરિટી કે સાઇટ હૅક થવાના કોઈ પુરાવા નથી મળ્યા.

આ પણ વાંચો, IPL 2020: વિરાટ કોહલીની કેપ્ટન્સી બેંગ્લોરને લઈને ડૂબી! જાણો હારના મોટા કારણ

પહેલા પણ અનેકવાર આવી છે સમસ્યાઓ – આપને જણાવી દઈએ કે આ પહેલા પણ અનેકવાર ટ્વીટર ડાઉન થયા છે. એટલું જ નહીં ટ્વીટર અનેકવાર હૅકિંગ અને સુરક્ષમાં છીંડા જેવી સમસ્યાઓ સામે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ટ્વીટરનો ઉપયોગ દેશ અને દુનિયાની મોટી-મોટી હસ્તીઓ કરે છે. જે કારણે હૅકર અનેકવાર માઇક્રોબ્લોગિંગ સાઇટને હૅક કરવાનો પ્રયાસ કરતાં રહે છે.
Published by: Mrunal Bhojak
First published: October 16, 2020, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading