ખૂબ જ સ્ટાઇલિશ છે Xiaomi Miની આ Watch, 3 જાન્યુઆરીએ થશે લૉન્ચ

News18 Gujarati
Updated: January 2, 2020, 8:27 AM IST
ખૂબ જ સ્ટાઇલિશ છે Xiaomi Miની આ Watch, 3 જાન્યુઆરીએ થશે લૉન્ચ
3 જાન્યુઆરીએ લૉન્ચ થશે miની શાનદાર વૉચ

શિયોમી વૉચ કલર ગોળ ડિસ્પ્લે લઈને આવી રહ્યું છે. જે 1.78 ઇંચ square AMOLED ડિસ્પ્લેની સાથે આવશે

  • Share this:
મુંબઈ : ચીનની હેન્ડસેટ બનાવનારી કંપની શિયોમી (xiaomi) પોતાની ગોળ ડાયલવાળી વૉચ કલર (mi watch color) લાવવાની તૈયારીમાં છે. મળતી જાણકારી મુજબ, શિયોમી આ ખાસ વૉચને 3 જાન્યુઆરીએ લૉન્ચ કરશે. આ સ્માર્ટવૉચ ઘણે અંશે હુઆમીની અમઝફિટ (Huami Amazfit) જીટીઆર જેવી છે, જેમાં ગોળ ડાયલ અને કલરફુલ વૉચ સ્ટ્રીપ પણ હશે. શિયોમીની સબ-બ્રાન્ડ મિજિયાએ પોતાના ઑફિશિયલ વીબો એકાઉન્ટર પર એક ટીઝર શૅર કર્યું, જેમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

ટીઝરમાં જાણી શકાય છે કે, શિયોમી વૉચ કલર ગોળ ડિસ્પ્લે લઈને આવી રહ્યું છે. જે 1.78 ઇંચ square AMOLED ડિસ્પ્લેની સાથે આવશે. તેમાં 326ppi ડેન્સિટી આપવાની વાત પણ કહેવામાં આવી છે. પ્રોટેક્શન માટે ગ્લાસની ઉપર ટફ ગ્લાસ પણ આપવામાં આવે છે.

મળતી જાણકારી મુજષ્બ, તેમાં હાર્ટ રેટ સેન્સર, એક્સેલેરોમીટર અને બેરોમીટર સહિત એ તમમ સ્ટાન્ડર્ડ ફિટનેસ ટ્રેકિંગ ફીચરને સપોર્ટ કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે તરતી વખતે પણ તેનો ઉપયોગ કરી શકાશે. શિયોમી વૉચ કલર સિલ્વર, ગોલ્ડ અને બ્લેક ત્રણ કલરમાં આવશે.
File Photo : Poco F1


ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે Poco F2

ઘણા સમયથી અહેવાલ આવી રહ્યા છે કે શિયોમી ટૂંક સમયમાં પોતાનો ફોન Poco F2 લૉન્ચ કરી શકે છે. પોકો ફોનના ગ્લોબલ હેડ એલ્વિન શેએ ટ્વિટ કરીને પણ આ વાતનો સંકેત આપ્યો છે. હાલમાં તેઓએ ટ્વિટ કર્યું કે પોકો આવતા વર્ષે કંઈક લઈને આવવાનું છે. પોકો, શિયોમીની સબબ્રાન્ડ છે. વર્ષ 2018માં Poco F1 લૉન્ચ થયો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી તેના સક્સેસરની રાહ જોવાતી હતી. તો એટલા માટે આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષની શરૂઆતમાં જ શિયોમી Poco F2 લૉન્ચ કરશે.

આ પણ વાંચો, રિલાયન્સ જિયો બની નંબર-1, ઑક્ટોબરમાં જોડાયા 91 લાખ નવા ગ્રાહક
First published: January 2, 2020, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading