શાઓમી Mi 8 સિવાય વધુ એક બજેટ ફોન કરશે લોન્ચ! જાણો કિંમત અને ફિચર્સ

News18 Gujarati
Updated: May 28, 2018, 2:21 PM IST
શાઓમી Mi 8 સિવાય વધુ એક બજેટ ફોન કરશે લોન્ચ! જાણો કિંમત અને ફિચર્સ

  • Share this:
શાઓમી પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 8 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે ઉપરાંત કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમનું પણ અપગ્રેડ વર્જન રજૂ કરવા જઈ રહી છે. આ બધુ 31 મેના દિવસે થવાનું છે. તે ઉપરાંત કંપની વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ કંપનીનો સ્માર્ટફોન Mi Note 5 હોઈ શકે છે. મતલબ આ ઈવેન્ટમાં કુલ 2 સ્માર્ટફોન લોન્ચ થવાના છે. તે ઉપરાંત એવા પણ સમાચાર છે કે, કંપની Mi Band 3 પણ લોન્ચ કરી શકે છે. આ બધા સાથે કંપની વાયરલેસ ચાર્જર પણ લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, Mi Note 5ના ફિચર્સ અને કિંમત લીક થઈ ગઈ છે. કંપનીનો Mi 8 મોંઘો ફોન હશે જ્યારે Mi Note 5 સસ્તો સ્માર્ટફોન હશે.

Xiaomi Mi Note 5નું પ્રમોશન મેટેરિયલ લીક થયું છે. જેને ગિજચઈનાએ રિપોર્ટ કર્યો છે. લીક થયેલ તસવીરમાં સ્પેસિફિકેશન, ફિચર તરફ ઈશારો કર્યો છે. આમાં ખુબ જ પાતળું બેજલ મળી શકે છે. લીક થયેલ તસવીરમાં જણાવવામાં આવ્યું છે કે, Xiaomi mi note 5માં સ્નેપડ્રેગન 835 પ્રોસેસર હશે. જ્યારે ફોનની સારી સ્પીડ માટે આમાં 6GBની રેમ મળી શકે છે. તે ઉપરાંત આમાં 64GBની ઈન્ટરનલ મેમોરી મળી શકે છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે કે નહી તેનો ખુલાસો હજુ સુધી થયો નથી. પ્રમોશનલ તસવીરો ઈશારો કરે છે કે, ફોન 43 એલટીઈ બેન્ડ સપોર્ટ કરશે.

લીક થયેલ તસવીરમાં Xiaomi Mi Note 5ની કિંમતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 6GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમોરી વેરિએન્ટ 2,299 ચીની યુઆન (24,400 રૂપિયા)નો છે. આ કિંમત Mi Note 3ના લોન્ચ પ્રાઈસથી થોડી ઓછી છે. Mi Note 3ની કિંમત 2,499 યુઆન (લગભગ 26,500 રૂપિયા) હતી. તમને જણાવી દઈએ કે, ચીની સોશિયલ મીડિયા સાઈટ વીબો પર શાઓમીએ એક તસવીર શેર કરી હતી. આનાથી ખબર પડી હતી કે, આગામી ઈવેન્ટમાં લોન્ચ થવા જઈ રહેલ ફોનનું નામ mi 7 કેમ રાખવામાં આવ્યો નથી, કેમ કે Xiaomi Mi 8 તેમની આશાથી વધારે શાનદા છે તો શાઓમીએ આને Mi 8 નામ આપવાનો નિર્ણય કર્યો છે. Xiaomi Mi 8 કંપનીનો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન બનવા જઈ રહ્યો છે. Xiaomi Mi 8 કંપનીની 8મી એનવર્સરી પર એન્ટ્રી કરશે.
First published: May 28, 2018, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading