એમેઝોન પર આજથી Mi Days સેલ શરૂ થઈ ગયો છે. 23 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ સેલમાં શિયોમીના અનેક સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે આ ફોન ખરીદાવા માટે સેલની રાહ જોઇ રહ્યા છો તો આ સારી તક છે. સેલમાં શિયોમી સ્માર્ટફોન્સ Redmi 6A, Redmi 6 Pro, Note 5 Pro, Y2 જેવા ફોન પર 4500 સુધી છૂટ આપવામા આવી રહી છે. આ ઉપરાંત સેલમાં ગ્રાહકો ICICI બેંકના ડેબિડ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જાણો ક્યા સ્માર્ટફોન પર કેટલુ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.
શિયોમી રેડમી 6A ના 2GB RAM+16GB સ્ટોરેજના વેરિએન્ટને 6999 રુપિયાને બદલે માત્ર 5,499 રુપિયામાં ખરીદી શકો છો, જ્યારે તેના 2GB RAM +32GB વેરિએન્ટ સ્માર્ટફોનને 7999 રુપિયાની જગ્યાએ માત્ર 6499 રુપિયામાં ખરીદી શકો છો.
શિયોમી રેડમી Y2ને 3GB RAM અને 32GB સ્ટોરેજના વેરિએન્ટને માત્ર 7999 રુપિયામાં ખરીદી શકાય છે. જેની કિંમત 14499 રુપિયા છે.
Mi A2 ના 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ સાથે 13999 રૂપિયામાં ખરીદી શકાય છે, જેની કિંમત 17,499 રૂપિયા છે. આ ઉપરાંત 6 જીબી રેમ + 128 જીબી વેરિઅન્ટ્સ સ્માર્ટફોનને 20500 રુપિયાની જગ્યાએ 15,999 રુપિયામાં ખરીદી શકો છો.
શિયોમીના લોકપ્રિય સ્માર્ટફોન Redmi 5 પ્રોને 6GB રેમ અને 64GB સ્ટોરેજના વેરિએન્ટને માત્ર 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે, કે જેની ખરેખર કિંમત 17,999 રૂપિયા છે.
રેડમી 6 પ્રોના 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જેની હકીકત કિંમત 11,499 રૂપિયા છે. આ ઉપરાંત, 4 જીબી રેમ + 64 જીબી વેરિઅન્ટ્સ રૂ. 13,499 ની કિંમતે માત્ર 10,999 રૂપિયામાં ખરીદીે શકાય છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર