Xiaomi Mi TV 4ને સરળ હપ્તે ખરીદવાની ઓફર, સાથે મળશે ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: February 27, 2018, 8:54 PM IST
Xiaomi Mi TV 4ને સરળ હપ્તે ખરીદવાની ઓફર, સાથે મળશે ડિસ્કાઉન્ટ

  • Share this:
શાઓમીની ટીવીને આજે (27 ફેબ્રુઆરી) ભારતમાં બીજી વખત સેલ કરવામાં આવી. આ ટીવીની આજે ફ્લેશ સેલ બપોરે 12 વાગે કરવામાં આવ્યું. આને ઓનલાઈન સેલ Flipkart.com અને mi.com પર પણ કરવામાં આવશે. આ ટીવીને ફ્લિપકાર્ટ પરથી ખરીદવા માટે 1,368 રૂપિયા મહિનાની ઈએમઆઈની ઓફર આપવામાં આવી રહી છે. તે ઉપરાંત એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ પરથી ખરીદવા પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યો છે. એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ પરથી આને ICICI બેંકના ક્રેડિટ કાર્ડથી 1,368 રૂપિયાના 36 સરળ હપ્તે ખરીદી શકાશે. તે ઉપરાંત બીજી બેંકના ક્રેડિટ કાર્ડ પર પણ ઓફર છે.

Xiaomi Mi TV 4 ફિચર્સ: આ એલઈડી ટીવી 55 ઈંચની છે. ભારતમાં સેલ કરવામાં આવી રહેલી 55 ઈંચની Mi TV 4માં 4K અલ્ટ્રા એચડી રિઝોલ્યૂશનવાળી ડિસ્પલે આપવામાં આવી છે. 60HZ રિફ્રેશ રેટ HDR10+ એચએલજી સપોર્ટ છે. Mi TV 4 સિરીઝમાં ફ્રેમલેસ ડિઝાઈન આપવામાં આવી છે. આમાં સ્પીકર્સનું ઈન્ડિગ્રેટેડ Mi TV Bar આપવામાં આવ્યું છે. આમાં શાનદાર સાઉન્ડ માટે 2 વાયરલેસ રિયર સેટેલાઈટ સ્પીકર અને એક સબવૂફર પણ આપવામાં આવ્યું છે. આ મોર્ડલ ડોલ્બી એટમ્સ ઓડિયો ટેકનોલોજી સાથે 2 ફાયરિંગ સ્પીકર્સ સપોર્ટ કરે છે. આમાં 3D સાઉન્ડનું એક્સપિરિયન્સ મળે છે. નવી શાઓમી TV ને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) આધારિત રિકમ્નડેશન UI પેચવોલ આપવામાં આવી છે.

કંપનીનો દાવો છે કે, આ દુનિયાની સૌથી પાતળી LED TV છે. આમાં સેટ ટોપ બોક્સ અને ટીવી માટે એક જ રિમોર્ટ કંટ્રોલ આપવામાં આવ્યું છે. આ માત્ર 4.9mm જાડી છે. આ ટીવીમાં કુલ 17.80 કિલોગ્રામ વજન છે. આને 178 ડિગ્રીના એંગલથી પણ દેખી શકાય છે. આમાં 8 વોટના બે સ્પીકર આપવામાં આવ્યા છે. આમાં એક યૂએસબી પોર્ટ 3.0 અને એક યૂએસબી પોર્ટ 2.0 આપવામાં આવ્યો છે. આમાં બ્લૂટૂથ સપોર્ટ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત આમાં વાઈ-ફાઈ સપોર્ટ કરે છે. ટીવીને દમદાર બનાવવા માટે Mi Tv 4 55 ઈંચમાં 64 બિટ 1.8 ગીગાહટ્ઝનું એમલોજિક કોરટેક્સ A53 ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ આની પ્રોસેસિંગને મજબૂત બનાવવા માટે આમાં 2GBની DDR રેમ આપવામાં આવી છે. તે ઉપરાંત આમાં 8GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. Mi TV 4A બ્લૂ લાઈટ-રિડ્યૂસિંગ મોડ આપવામાં આવ્યો છે. આ મોડ પર ટીવી જોવા પર આંખોને જોર પડશે નહી.

 
First published: February 27, 2018
વધુ વાંચો
अगली ख़बर