Home /News /tech /Metaverse: શું છે મેટાવર્સની નવી દુનિયા? જેના વિશે જાણવા માટે લોકો છે આતુર

Metaverse: શું છે મેટાવર્સની નવી દુનિયા? જેના વિશે જાણવા માટે લોકો છે આતુર

મેટાવર્સ વર્લ્ડ (પ્રતીકાત્મક તસવીર)

Metaverse world: મેટાવર્સ એક નવી ઈકોનોમી જનરેટ કરે છે, જ્યાં વાસ્તવિક દુનિયાથી અલગ પરંતુ કરન્સીનો ઉપયોગ કરીને સંપત્તિનું સર્જન, વેપાર અને વૃદ્ધિ કરી શકાય છે.

નવી દિલ્હી: સોશિયલ મીડિયા આજે આપણા તમામના જીવનમાં એક મહત્ત્વનું પરિબળ બની ગયું છે. આ સોશિયલ મીડિયા (Social media)માં મેટાવર્સ નામની એક નવી ટેક્નોલોજી (New Technology) સ્થાન લઈ રહી છે. મેટાવર્સ (Metaverse)ને સિમ્યુલેટેડ ડિજિટલ પર્યાવરણ તરીકે ડિફાઈન કરી શકાય છે, જે વાસ્તવિક દુનિયાની નકલ કરતા યૂઝર્સ ક્રિયાપ્રતિક્રિયા માટે સોશિયલ મીડિયા સાથે ઓગમેન્ટેડ રિયાલિટી (augmented reality), વર્ચ્યુઅલ રિયાલિટી (virtual reality) અને બ્લોકચેનનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા આજે વધુ ઈન્ટીગ્રેટેડ અને ઈમર્સીવ રીતે અસ્તિત્વમાં છે. આપણી આસપાસની દુનિયાને લઈને આપણી દ્રષ્ટિ પર ઘણી અસર નાંખે છે.

મેટાવર્સની વિવિધ અસરો

>> ટુ ડાયમેન્શન ડિજિટલ સ્પેસ સાથે હવે યૂઝર્સને એક ઈમર્સિવ વાસ્તવિકતાનો પણ અનુભવ મળશે.

>> કન્ટેન્ટ ક્રિએટર અને ડિઝાઇનર્સ (ખાસ કરીને 3D મોડેલિંગ અને VR વર્લ્ડ બિલ્ડિંગ એક્સપર્ટ) તેમના માટે નવી તકોનું નિર્માણ કરી શકશે.

>> મેટાવર્સ એક નવી ઈકોનોમી જનરેટ કરે છે, જ્યાં વાસ્તવિક દુનિયાથી અલગ પરંતુ કરન્સીનો ઉપયોગ કરીને સંપત્તિનું સર્જન, વેપાર અને વૃદ્ધિ કરી શકાય છે.

>> મેટાવર્સમાં નવી ટેકનીક અને ઈવેલ્યુશનનો ઉપયોગ કરીને રીયલ વર્લ્ડનું અનુકરણ કરીને જરૂરીયાતો પૂરી કરી શકે છે.

>> ડેટા પ્રાઈવસી, સિક્યોરીટી, ડાઈવર્સીટી અને એથિકલ બિહેવિયરની આસપાસની સમસ્યાઓ સમજે છે અને આ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ જે વર્ચ્યુઅલમાં એક નવું ડાયમેન્શન લઈ શકે છે.

>> ફેસબુક (Facebook) મેટાવર્સમાં એક મેટાપાયાનું રોકાણ ધરાવે છે, તેથી તે આ પડકારો અને અપોર્ચ્યુનિટી માટે તેના પર કામ કરવાની યોજના ધરાવે છે. આવુ કઈ રીતે થાય છે ચાલો એક નજર કરીએ.

મેટાવર્સની શરૂઆત

મેટાવર્સ શબ્દ કેટલાક લોકોને નવો લાગી શકે છે. જોકે, તે લગભગ ત્રણ દાયકાથી અસ્તિત્વમાં છે. અમેરિકન વિજ્ઞાન સાહિત્ય લેખક નીલ સ્ટીફન્સને તેમની 1992ની નવલકથા સ્નો ક્રેશમાં મેટાવર્સનો પરિચય આપ્યો હતો. નવલકથામાં વપરાશકર્તાઓ ભવિષ્યવાદી, મોટાભાગે ડાયસ્ટોપિયન વિશ્વમાંથી બચવા માટે મેટાવર્સનો ઉપયોગ કરે છે.

છેલ્લા 30 વર્ષમાં કંપનીએ પોતાની મહેનતથી મેટાવર્સનો પાયો નાખ્યો છે. વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ્સ વધુ અર્ગનોમિક અને સસ્તાં બની ગયા છે. વૈશ્વિક ઈન્ટરનેટ વપરાશ સતત વધી રહ્યો છે. ઑનલાઇન ગેમિંગની લોકપ્રિયતા એટલી વધી છે કે હવે તે ટુર્નામેન્ટના સ્તરે પહોંચી છે. જોકે, મેટાવર્સ અંગે વિચાર કરનાર કંપનીમાં ફેસબુક જ એકમાત્ર કે પ્રથમ નામ નથી. અન્ય કંપની ડીસેન્ટ્રલેન્ડનું નામ પણ આમાં સામેલ છે.

આ પણ વાંચો: Facebook to Meta: ફેસબુક પહેલા પણ બદલી ચૂક્યું છે નામ, Meta નામ સૂચવનાર કર્મચારી ભારતીય

ડિસેન્ટ્રલેન્ડ પાસે 25.5 મિલિયન ડોલરનું ફંડિંગ છે અને તે યૂઝર્સને VR એન્વાયરમેન્ટ બિલ્ડર, કસ્ટમાઇઝ અવતાર, ક્રિપ્ટો-સક્ષમ માર્કેટપ્લેસ, ડિજિટલ વૉલેટ્સ અને ગવર્નન્સ સિસ્ટમ આપે કરે છે. ફેસબુકે સપ્ટેમ્બર 2021માં AR/VRમાં તેના મુખ્ય સ્થાનની જાહેરાત કરી સાથે જ મેટાવર્સ પર તેની પોતાની ટેક લોંચ કરી હતી.

ફેસબુક માટે મેટાવર્સનો શું અર્થ છે?

ફેસબુક તેની પ્રેસ રિલીઝમાં મેટાવર્સની વાત કરતા કહે છે કે: મેટાવર્સ એ વર્ચ્યુઅલ સ્પેસનો સમૂહ છે, જ્યાં તમે અન્ય લોકો સાથે તેને એક્સપ્લોર કરી શકો છો. આ એવા લોકો છે જે જેઓ તમારા જેવી ફિજિકલ સ્પેસમાં નથી. તમે મિત્રો સાથે હેંગઆઉટ કરી શકશો, કામ કરી શકશો, રમી શકશો, શીખી શકશો, ખરીદી કરી શકશો, બનાવી શકશો અને ઘણું બધું કરી શકશો.”

આના ઉપરથી એવું કહેવાય કે આપણામાંના મોટાભાગના લોકો મેટાવર્સથી પરિચિત છે. જ્યારે આપણે લાંબા સમય સુધી ઓનલાઈન સમય પસાર કરીએ છીએ, ત્યારે અમે મેટાવર્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરીએ છીએ. આની માટે “We Already Live in Facebook’s metaverse” નામનો એક લેખ પમ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો, જ્યાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશા છે કે આગામી એક થી બે દાયકામાં ફેસબુક મેટાવર્સ લોકો વચ્ચે આવશે.

મેટાવર્સને કઈ રીતે એક્સેસ કરી શકાય?

ફેસબુકનું મેટાવર્સ હજી અસ્તિત્વમાં નથી. જ્યારે તે હશે ત્યારે તે VR હેડસેટ્સ, રે-બૅન સ્ટોરીઝ જેવા ઓગમેન્ટેડ રિયાલિટી સ્માર્ટ ગ્લાસિસ, ડેસ્કટૉપ અને મોબાઇલ ઍપ પર ઍક્સેસિબલ હશે.

આ પણ વાંચો: Year Ender 2021: Metaverseથી માંડીને Web3 સુધી, ટેક્નોલોજી જેના વિશે તમારે જાણવું જોઈએ

મેચાવર્સ માટે નિયમો હશે?

મેટાવર્સ નિયમોના અધિકારક્ષેત્રમાં આવવા માટે ખૂબ પ્રારંભિક સ્થિતીમાં છે, ત્યારે ફેસબુક દ્વારા હાલ શૈક્ષણિક અને કાનૂની સંસ્થાઓ સાથે કામ કરવામાં આવી રહ્યું છે જેથી તે યોગ્ય અને વ્યવસ્થિત રીતે ચાલે.

મેટાવર્સના મુખ્ય ફીચર્સ શું હશે?

મેટાવર્સ પરસિસ્ટન્ટ, રીઅલ-ટાઇમ, ઈન્ફિનિટ, ઇન્ટરઓપરેબલ અને સેલ્ફ સસ્ટેઈનિંગ હશે.

મેટાવર્સનું સંચાલન કોણ કરશે?

મારેક ઝુકરબર્ગે જણાવ્યું છે કે, મેટાવર્સ ડિસેન્ટ્રલાઈઝ્ડ હશે. તે "એમ્બોડિડ ઇન્ટરનેટ" જેવું હશે. ફેસબુક મેટાવર્સ ચલાવશે નહીં.

મેટાવર્સમાં બિઝનેસ અપોર્ચ્યુનિટી કેવી હશે?

મેટાવર્સ એક વિશાળ ઈકોનોમિક એન્જિન હશે. ફેબસુક એકલા EU માં 10,000 હાઈ-સ્કિલ નોકરીઓની માંગની અપેક્ષા રાખે છે, જેમાં મુખ્યત્વે કન્ટેન્ટ ક્રિએટર્સ અને AR/VR સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં યુઝર્સ મેટાવર્સમાં પણ પૈસા કમાવવાની અપેક્ષા રાખી શકે છે.

આ પણ વાંચો: બીજી દુનિયા: નવી ટેક ક્રાંતિ કહેવામાં આવે છે તે મેટાવર્સ શું છે? તેના વિશે જાણવા જેવી ચાર વાત

આગળ શું?

ઘણા લોકો ફેસબુકના પોપ્યુલર સોશિયલ એન્લાયરમેન્ટના મોટા અને વધુ અત્યાધુનિક વર્ઝન વિશે શંકાસ્પદ છે, ત્યારે એ બાબત ધ્યાનમાં લેવી કે સમય ઘણો મહત્વપૂર્ણ છે. ક્રિપ્ટોકરન્સી હવે વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય છે અને Minecraft અથવા Fortnight જેવા વીડિયો ગેમ ગેમિંગ યૂનિવર્સને એક અલગ જ અનુભવ આપી રહ્યા છે. આગામી થોડા વર્ષોમાં આપણે આ વી ટેક્નોલોજીનો અમુભવ કરી શકીશું.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Facebook, Gadget, Meta, ટેકનોલોજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन