Home /News /tech /Supercomputer: Meta લોન્ચ કરશે વિશ્વનું સૌથી પાવરફૂલ સુપર કોમ્પ્યુટર, ડેટા પ્રોસેસ બનાવશે ઝડપી

Supercomputer: Meta લોન્ચ કરશે વિશ્વનું સૌથી પાવરફૂલ સુપર કોમ્પ્યુટર, ડેટા પ્રોસેસ બનાવશે ઝડપી

સુપર કોમ્પ્યુટર (પ્રતીકાત્મક તસવીર)

Meta Supercomputer: કંપનીએ વધુમાં જણાવ્યું કે, મશીનોનો એરે તેમની વર્તમાન સિસ્ટમ કરતા 20 ગણી વધુ ઝડપથી ફોટોઝ (Photos) અને વીડિયો (Video) લોડ કરી શકે છે.

નવી દિલ્હી: ફેસબુક (Facebook)ની પેરન્ટ કંપની મેટા (Meta) ટેક્નોલોજી ક્ષેત્રે નવા પરાક્રમની તૈયારીમાં લાગી ચૂકી છે. સોમવારે મેટાએ એક મોટી જાહેરાત કરી હતી કે, તે ડેટા પ્રોસેસની ક્ષમતાને વધારવા માટે વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર (Powerful Supercomputer) પૈકી એક સુપર કોમ્પ્યુટર લોન્ચ કરી રહી છે. કંપનીએ વધુમાં જણાવ્યું કે, મશીનોનો એરે તેમની વર્તમાન સિસ્ટમ કરતા 20 ગણી વધુ ઝડપથી ફોટોઝ (Photos) અને વીડિયો (Video) લોડ કરી શકે છે.

મેટા ચીફ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) 3D ઇન્ટરનેટના તેમના વિચારનો ઉલ્લેખ કરતા ફેસબુક પર લખ્યું કે, “મેટાવર્સ માટે અમે જે બનાવી રહ્યા છીએ, તેમાં પાવરફુલ કમ્પ્યુટ પાવર (ક્વિન્ટિલિયન ઑપરેશન્સ/સેકન્ડ!)ની જરૂર છે." જેમાં યૂઝર્સને વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ્સ અને સેન્સર સાધનોનો એક શ્રેષ્ઠ અનુભવ મળશે. કપંની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ વિકસાવવાનું આયોજન કરી રહી છે, જેના દ્વારા વિવિધ ભાષાઓ બોલતા લોકો એકબીજાને સમજી શકશે.

વિશ્વનું સૌથી ઝડપી AI મશીન બનશે

મેટાએ જણાવ્યું કે, “AI રિસર્ચ સુપરક્લસ્ટર (RSC) તરીકે ઓળખાતું આ મશીન પહેલેથી જ ટોચના પાંચ સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર્સમાં છે અને આગામી થોડા મહિનામાં સંપૂર્ણ તૈયાર થયા બાદ તે વિશ્વનું સૌથી ઝડપી AI મશીન બની જશે.”

યુરોપીય દેશોમાં કાયદાકીય પગલા

ફેસબૂક અને ગૂગલ જેવી દિગ્ગજ કંપનીઓ તેના યૂઝર્સના ડેટાના ઉપયોગ અને પ્રોસેસ બાબતે પહેલાથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. બંને કંપનીઓ હાલમાં સમગ્ર યુરોપિયન યુનિયનમાં કાનૂની કેસોનો સામનો કરી રહી છે. તેમના પર આરોપ છે કે બ્લોકમાંથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ડેટા ટ્રાન્સફર કરવા ગેરકાયદેસર છે અને એઆઇ એલ્ગોરીધમ જે ફેસબુક યૂઝર્સને ખોટી પોસ્ટ તરફ લઇ જાય છે, જે ખોટી માહિતીના ફેલાવા અંગે જવાબદાર બને છે. આ અંગે પહેલાથી જ આલોચના થઇ રહી છે. જોકે, ફેસબુકે તેના એલ્ગોરીધમ અંગે ઘણી વખત માફી માંગી છે અને પગલા લેવાની ખાતરી આપી છે.

મેટાની જાહેરાત બાદ ઉઠ્યા અનેક સવાલ

યુરોપીયન ડિજિટલે મેટાની સુપર કમ્પ્યુટર બનાવવાની જાહેરાત બાદ સવાલો ઉઠાવ્યા હતા. દિગ્ગજ ટેક કંપનીઓ પર લગામ લગાવાની ઝૂંબેશ ચલાવનાર NGOએ સવાલ કર્યો કે, ફેસબુકે ભૂલો સુધારવા પ્રયાસો કર્યા છે. પરંતુ કંપનીને આટલા શક્તિશાળી ડિવાઇસની જરૂર શા માટે છે.

આ પણ વાંચો: Facebook યૂઝર્સ માટે Metaએ લૉંચ કર્યું લાઈવ ચેટ ફીચર, એકાઉન્ટ લૉક હશે તેવા યૂઝર્સ કરી શકશે ઉપયોગ

સોમવારે સુપર કોમ્પ્યુટરની જાહેરાત કરતી એક બ્લોગ પોસ્ટમાં મેટાની AI રિસર્ચ ટીમમાંથી બે લોકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાનિકારક સામગ્રીને દૂર કરવી તે તેના AI ડેવલપમેન્ટ માટે નિર્ણાયક ઉપયોગ પૈકી એક છે.

શું કહે છે સંશોધકો?

રિસર્ચર્સનું કહેવું છે કે, “અમે આશા છે કે RSC આપણને નવી AI સિસ્ટમ બનાવવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, વિવિધ ભાષાઓ બોલતા લોકોના મોટા જૂથો માટે રિઅલ-ટાઇમ વૉઇસ ટ્રાન્સલેશનને વધુ ઝડપી બનાવી શકે છે. જેથી તેઓ વિવિધ પ્રોજેક્ટ પર કામ કરી શકે અથવા એઆર ગેમ રમી શકે.” ઝકરબર્ગ તેના સ્પર્ધકોને પાછળ રાખી મેટાવર્સ વિકસાવવા માટે ખૂબ મહેનતમાં લાગ્યા છે. જોકે, ફેસબુકે તેના સુપર કોમ્પ્યુટરનું લોકેશન શું હશે તે જાહેર કરાયું નથી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Facebook, Mark zuckerberg, Meta, ટેકનોલોજી

विज्ञापन
विज्ञापन