Home /News /tech /Metaની નવી Speech Translation સિસ્ટમ દૂર કરશે ભાષાનો અવરોધ, રિયલ ટાઈમ થશે અનુવાદ

Metaની નવી Speech Translation સિસ્ટમ દૂર કરશે ભાષાનો અવરોધ, રિયલ ટાઈમ થશે અનુવાદ

ઝુકરબર્ગે કહ્યું કે મેટા એક યુનિવર્સલ સ્પીચ ટ્રાન્સલેટરનો વિકાસ મેટાવર્સ માટે કરી રહ્યું છે.

ઝુકરબર્ગે જણાવ્યું કે મેટા (Meta) AI પાવર્ડ એક યુનિવર્સલ સ્પીચ ટ્રાન્સલેટર મેટાવર્સ (Metaverse) માટે બનાવી રહી છે જેનો પ્રયોગ કોઈપણ કરી શકશે. આ પ્રોજેક્ટનો એક ફેઝ ‘નો લેન્ગ્વેજ લેફ્ટ’ છે અને બીજો ‘યુનિવર્સલ સ્પીચ ટ્રાન્સલેટર’ છે.

  નવી દિલ્હી. મેટા (Meta)ના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)એ એક લાઈવસ્ટ્રીમ ઇવેન્ટમાં બુધવારે મેટાવર્સની એક ઝલક બતાવી. ઝુકરબર્ગે જણાવ્યું કે મેટા એઆઈ પાવર્ડ એક યુનિવર્સલ સ્પીચ ટ્રાન્સલેટર મેટાવર્સ (Metaverse) માટે બનાવી રહી છે જેનો પ્રયોગ કોઈપણ કરી શકશે.

  મેટા મુજબ આ સમયે વિશ્વમાં 2 અબજ લોકો કે વિશ્વના 25 ટકા લોકો દ્વારા બોલાતી ભાષા માટે કોઈ ટ્રાન્સલેશન સિસ્ટમ હાજર નથી. આ સમસ્યાના સમાધાન માટે મેટા એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટનો એક ફેઝ ‘નો લેન્ગ્વેજ લેફ્ટ’ છે અને બીજો ‘યુનિવર્સલ સ્પીચ ટ્રાન્સલેટર’ છે.

  મેટાના એક બ્લોગ મુજબ નો લેન્ગ્વેજ બિહાઈન્ડ તબક્કામાં મેટા એક એડવાન્સ્ડ એઆઈ મોડેલ, જે બહુ ઓછા ઉદાહરણોથી ભાષા શીખી જશે અને પછી તેનો પ્રયોગ સેંકડો ભાષાઓના ક્વોલિટી ટ્રાન્સલેશનમાં કરવામાં આવશે. બીજા તબક્કામાં યુનિવર્સલ સ્પીચ ટ્રાન્સલેટરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ કોઇપણ ભાષાને રિયલ ટાઈમમાં ટ્રાન્સલેટ કરી દેશે.

  આ પણ વાંચો: 150 દેશોમાં લોન્ચ થઈ Facebook Reels, મળશે કમાણીનો મોકો

  અનેક ભાષાઓમાં અનુવાદ

  ઝુકરબર્ગ મુજબ પાંચ વર્ષ પહેલા ડઝન ભાષામાં ટ્રાન્સલેશન થતું હતું. ત્રણ વર્ષ પહેલા 30 ભાષાઓ થવા લાગી અને આ વર્ષે અમે સેંકડો ભાષાઓ ટ્રાન્સલેટ કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ. કંપની 'નો લેંગ્વેજ લેફ્ટ બિહાઇન્ડ' નામનું નવું AI મોડલ પણ બનાવી રહી છે જે હાલના મોડલની સરખામણીમાં ઓછી ટ્રેનિંગમાં પણ ડેટા સાથે નવી ભાષાઓ શીખી શકે છે અને તેનો ઉપયોગ સેંકડો ભાષાઓમાં એક્સપર્ટ ક્વોલિટી ટ્રાન્સલેશન સાથે પણ કરી શકાય છે.

  મેટાવર્સ માટે ડિજિટલ અસિસ્ટન્ટ

  ઝુકરબર્ગે કહ્યું કે તે નવી પેઢીના સ્માર્ટ અસિસ્ટન્ટ (Smart Assistant) બનાવવા માટે AI રિસર્ચ પર કામ કરી રહ્યા છે. તે વર્ચ્યુઅલ વર્લ્ડ સાથે ફિઝિકલ વર્લ્ડને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) સાથે નેવિગેટ કરવામાં મદદ કરશે.

  આ પણ વાંચો: ઈન્ટરનેટનું ભવિષ્ય કહેવાતું ‘મેટાવર્સ’ ખરેખર શું છે?

  આ રીતે કરશે કામ

  ઝુકરબર્ગે કહ્યું કે જ્યારે આપણે ચશ્મા પહેરશું તો એ પ્રથમ વખત હશે કે AI સિસ્ટમ વાસ્તવિક દુનિયાને આપણી દ્રષ્ટિથી બતાવશે. તેમને આશા છે કે આ કામ AIને મજબૂત કરવામાં મદદ કરશે. જેથી વર્ચ્યુઅલથી ફિઝિકલ વર્લ્ડમાં પહોંચવામાં મદદ મળશે. મેટાએ પ્રોજેક્ટ કેરાઓકે નામની એક નવી પહેલની પણ જાહેરાત કરી છે, જે ઓન-ડિવાઈસ અસિસ્ટન્ટ બનાવવા માટે એક એન્ડ-ટુ-એન્ડ ન્યુરલ મોડલ છે, જે વોઇસ અસિસ્ટન્ટ સાથે વધુ નેચરલ વાતચીત કરે છે.

  મેટાએ કહ્યું કે તેના વિડિયો કોલિંગ ડિવાઇસ પોર્ટલમાં એક પ્રોજેક્ટ કેરાઓકે-બેસ્ડ અસિસ્ટન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે ભવિષ્યમાં અસિસ્ટન્ટ સાથે ઇમર્સિવ, મલ્ટિ-મોડલ ઇન્ટરેક્શનને ઇનેબલ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, ઝુકરબર્ગે 'બિલ્ડર બોટ' નામનો એક નવો AI કોન્સેપ્ટ પણ બતાવ્યો, જે લોકોને થોડા વોઇસ કમાન્ડ સાથે એક વર્ચ્યુઅલ દુનિયા બતાવે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Artificial Intelligence, Facebook, Gujarati tech news, Mark zuckerberg, Meta, Metaverse, Mobile and Technology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन