Home /News /tech /Meta એક્શન મોડમાં: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી દૂર કરી 32 કરોડથી વધુ વાંધાજનક કન્ટેન્ટ્સ

Meta એક્શન મોડમાં: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી દૂર કરી 32 કરોડથી વધુ વાંધાજનક કન્ટેન્ટ્સ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી દૂર કરી 32 કરોડથી વધુ વાંધાજનક કન્ટેન્ટ્સ

મેટાએ IT નિયમો 2021 હેઠળ તેનો માસિક અનુપાલન રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં કંપનીએ દાવો કર્યો છે કે, તેણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી 32 મિલિયન વાંધાજનક સામગ્રી હટાવી દીધી છે.

  Meta: મેટા (Meta)એ માસિક કમ્પ્લાઇનેન્સ રીપોર્ટને જાહેર કર્યો છે. રિપોર્ટમાં મેટા કહ્યું છે કે તેણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી 32 મિલિયન વાંધાજનક કન્ટેન્ટ્સને હટાવી (meta removes 32 crore pieces of bad content) દીધી છે. મેટાનું કહેવું છે કે તેણે ફેસબુકની 13 પોલિસી (Facebook Policy)ઓ હેઠળ 29.2 મિલિયનથી વધુ વાંધાજનક કન્ટેન્ટ અને ઇન્સ્ટાગ્રામની 12 પોલિસીઓ હેઠળ 27 મિલિયનથી વધુ વાંધાજનક કન્ટેન્ટને દૂર કર્યા છે. તેમાંથી 516 કેસોનું નિરાકરણ કરી દીધું છે, જ્યારે 187 રીપોર્ટ્સમાં વિશેષ સમીક્ષાની જરૂર છે.

  કંપનીએ 120 રીપોર્ટ પર કરી કાર્યવાહી

  આ ઉપરાંત, કંપનીએ 120 રીપોર્ટ પર કાર્યવાહી કરી છે. મેટાએ જણાવ્યું હતું કે, બાકીના 67 રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. પરંતુ તેના પર કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતીય ફરિયાદ પ્રણાલી દ્વારા કંપનીને ઈન્સ્ટાગ્રામના 1377 રિપોર્ટ મળ્યા હતા.

  આ પણ વાંચો: હવે વીડિયો બનાવવા માટે બાળકો જીવ પણ આપી રહ્યા છે, જાણો શુ છે આ ‘બ્લેકઆઉટ ચેલેન્જ’

  ભારતમાંથી મળેલી ફરીયાદોનું કર્યું નિરાકરણ

  મેટાએ જણાવ્યું હતું કે, આ રિપોર્ટમાંથી અમે 982 કેસોના નિરાકરણ માટે ટૂલ્સ પૂરા પાડ્યા હતા. આમાં વિશિષ્ટ ઉલ્લંઘન માટે કન્ટેન્ટની જાણ કરવા માટે પહેલેથી સ્થાપિત ઘણી ચેનલો સામેલ છે. અન્ય 395 અહેવાલોમાંથી મેટાએ તેની નીતિઓ અનુસાર કન્ટેન્ટની સમીક્ષા કરી હતી અને કુલ 274 અહેવાલો પર કાર્યવાહી કરી હતી.

  સ્ટાન્ડર્ડ વિરુદ્ધના કન્ટેન્ટ પર કાર્યવાહી

  મેટાએ કહ્યું કે, અમે કન્ટેન્ટ પોસ્ટ્સ, ફોટા, વીડિયો અથવા કમેન્ટ્સની સંખ્યાને માપીએ છીએ. અમારા નક્કી કરેલા ધોરણોની વિરુદ્ધ જાય એવી પોસ્ટ્સ પર અમે કાર્યવાહી કરીએ છીએ. કાર્યવાહી કરવા માટે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાંથી સામગ્રીનો એક ભાગ કાઢી નાખવો અથવા ફોટો અથવા વિડિઓને કવર કરી લેવાનો સમાવેશ થઈ શકે છે. અમુક કન્ટેન્ટમાં કેટલાક વ્યૂવર્સને ચેતવણી પણ આપવામાં આવે છે.

  આ પણ વાંચો: ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ, કચ્છના રણમાં ફેબ્રુઆરીમાં યોજાશે G-20 બેઠક

  વોટ્સએપે પણ લીધા કડક પગલાં

  નવા આઇટી નિયમો 2021 હેઠળ પાંચ મિલિયનથી વધુ યુઝર્સવાળા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે મંથલી કમ્પ્લાઇનેન્ટ્સ રીપોર્ટ પ્રકાશિત કરવા પડશે. મહત્વનું છે કે, નવા નિયમો હેઠળ વોટ્સએપે ઓક્ટોબરમાં 23 લાખથી વધુ ભારતીય યુઝર્સના એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદથી અનેક યુઝર્સના એકાઉન્ટ્સ બંધ થઇ ચૂક્યા છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Facebook, Instagram, Meta

  विज्ञापन
  विज्ञापन