મુંબઈ: સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta)એ લાઈવ ચેટ ફીચરની જાહેરાત કરી છે. આ ફીચર એવા લોકો માટે હશે, જેમના ફેસબુક એકાઉન્ટ લૉક થઈ ગયા છે. જોકે, આ નવું ફીચર હાલ ટેસ્ટિંગ હેઠળ છે અને હાલ તે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ (US)માં જ ઉપલબ્ધ છે. આ અપડેટ પહેલીવાર છે જ્યારે Facebook દ્વારા લૉક કરેલા એકાઉન્ટ્સ માટે લાઇવ સપોર્ટ ઑફર (Live chat support) કરવામાં આવ્યું છે. અત્યારસુધી Facebook પર યૂઝર્સને સપોર્ટ ટીમનો સંપર્ક કરવાની અને તેમનું એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું તે જાણવાની મંજૂરી ન હતી. જોકે, આ નવું ફીચર લાઇવ 'ફેસબુક સપોર્ટ' ચેટબોક્સ ખોલશે, જ્યાં યૂઝર્સ કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવ સાથે વાત કરી શકશે.
આ રીતે કામ કરશે નવું ફીચર
આ ફીચર એવા નાના કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પણ ઉપલબ્ધ છે, જેમની પાસે રિલેશનશિપ મેનેજર અથવા કોઈ એજન્ટ નથી, જે તેમને Facebook સાથે સરળતાથી કનેક્ટ થવામાં મદદ કરશે. નવા ડેડીકેટેડ ક્રિએટર સપોર્ટ સાઈટના માધ્યમથી યૂઝર્સ હવે રીલ જેવી નવી સુવિધાઓ વિશે પ્રશ્નોના પે-આઉટ સ્ટેટસ જેવા મુદ્દાઓ પર સહાય માટે લાઇવ એજન્ટ સાથે ચેટ કરી શકાશે.
મેટાએ આપી માહિતી
મેટાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "એક્સક્લુઝિવલી ફેસબુક એપ પર અમે વિશ્વભરના કેટલાક અંગ્રેજી બોલતા યૂઝર્સ માટે લાઈવ ચેટ સપોર્ટનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે, જેમાં તેમના એકાઉન્ટને લૉક કરવામાં આવેલા ક્રિએટર્સ પણ સામેલ છે. આ ટેસ્ટિંગ એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેઓ અસામાન્ય પ્રવૃત્તિને કારણે તેમના એકાઉન્ટ્સને ઍક્સેસ કરી શકતા નથી અથવા જેમના એકાઉન્ટ કમ્યુનિટીના સ્ટાન્ડર્ડનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."
ફેસબુકમાં લાઈવ કન્ટેન્ટ મોડરેશન ટૂલ
ફેસબુક લાઈવમાં એક કન્ટેન્ટ મોડરેશન ટૂલ પણ ઉમેરવામાં આવ્યું છે, જે યૂઝર્સને અમુક કીવર્ડ્સ, બેન કંટ્રોલ્સ અને કમેન્ટ ફિલ્ટર વ્યૂને બ્લોક કરવાની મંજૂરી આપશે, જે યૂઝર્સને એવી હિડન કમેન્ટ્સને એક જગ્યાએ વાંચવાની મંજૂરી આપશે.
કંપનીએ તાજેતરમાં સામાજિક મુદ્દાઓ પર જાહેરાતો માટે નવા નિયમો જાહેર કર્યા છે, જ્યાં તે ચાલતી જાહેરાતોને હવે યોગ્ય ઓથોરાઇઝેશનની જરૂર પડશે. જાહેરાત ચલાવતા યુઝર્સ અથવા ઓર્ગેનાઇઝેશનના નામ સાથે ડિસ્ક્લેમર પણ જરૂરી રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર