નવી શરતોને લઈને WhasApp ઝૂક્યું, 8મી ફેબ્રુઆરીએ કોઈનું એકાઉન્ટ બંધ નહીં કરે
નવી શરતોને લઈને WhasApp ઝૂક્યું, 8મી ફેબ્રુઆરીએ કોઈનું એકાઉન્ટ બંધ નહીં કરે
પ્રતીકાત્મક તસવીર
WhatsApp Delays Data Sharing Change: વૉટ્સએપની નવી ડેટા શેરિંગ પૉલિસીને લઈને યૂઝર્સને અનેક મુંઝવણ છે, જેના પગલે વૉટ્સએપ તરફથી હાલ ડેટા શેરિંગની તારીખ ટાળી દેવામાં આવી છે.
નવી દિલ્હી: વૉટ્સએપ (Whatsapp) તરફથી પોતાની નીતિમાં ફેરફાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ફેસબુકના સ્વામિત્વ વાળી મેસેજિંગ એપ વોટ્સએપે હાલ તેની પૉલિસીમાં થનારા બદલાવને ટાળી દીધો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વોટ્સએપ આગામી આઠમી ફેબ્રુઆરીથી પોતાની નવી પૉલિસી લાગૂ કરવાની હતી. જે બાદમાં યૂઝર્સને ‘Terms & Conditions’ સાથે એક મેસેજ પૉપ-અપ થઈ રહ્યો હતો, જેનો યૂઝર્સે (Whatsapp users) સ્વીકાર કરવાનો હતો.
કંપનીનું કહેવું છે કે અમારી નીતિમાં ફેરફારને લઈને યૂઝર્સના દિમાગમાં અનેક મુંઝવણ અને સવાલો છે, જે માટે હાલ નીતિના અમલને ટાળી દેવામાં આવ્યો છે. આવું કરવાથી યૂઝર્સને તેમને રિવ્યૂ કરવાનો અને સમજવા માટે થોડો સમય મળી રહેશે.
કંપનીએ પોતાની બ્લૉગ પોસ્ટમાં લખ્યું છે કે, "અમે તારીખને પાછળ લઈ જઈ રહ્યા છે. આઠમી ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ નહીં કરવામાં આવે. આ ઉપરાંત અમે વોટ્સએપની પ્રાઇવસી અને સુરક્ષા અંગે ફેલાઈ રહેલી ખોટી જાણકારી અંગે લોકોને સમજ આપવા પર કામ કરી રહ્યા છીએ." ઉલ્લેખનીય છે કે વોટ્સએપ તરફથી તાજેતરમાં જ તેના યૂઝર્સને ગોપનીયતા નવી નીતિ અંગે જણાવવાનું શરી કરવામાં આવ્યું હતું. વોટ્સએપ તરફથી કહેવામાં આવ્યું હતું કે તે કેવી રીતે ડેટા પ્રોસેસ કરે છે અને ફેસબુક સાથે તેને કેવી રીતે શેર કરે છે.
એટલું જ નહીં અપડેટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની સેવાઓનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે 8મી ફેબ્રુઆરી, 2021 સુધી નવી શરતો અને નીતિનો સ્વીકાર કરવો પડશે. આવું નહીં કરવામાં આવે તો યૂઝર્સે વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે.
Thank you to everyone who’s reached out. We're still working to counter any confusion by communicating directly with @WhatsApp users. No one will have their account suspended or deleted on Feb 8 and we’ll be moving back our business plans until after May - https://t.co/H3DeSS0QfO
વોટ્સએપ તરફથી પૉલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ લોકો એન્ય મેસેજિંગ એપ જેવી કે સિગ્નલ અને ટેલિગ્રામ તરફ વળ્યા હતા. જે બાદમા તાબડતોબ વોટ્સએપ તરફથી ડેમેજ કંટ્રોલના પગલાં ભરવામાં આવી રહ્યા છે. વોટ્સએપ તરફથી તેના બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે, "અમે દુનિયાભરના લોકોને એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્ટેડ સુવિધા આપવામાં મદદ કરી છે. અમે આ સુરક્ષા ટેક્નિકના આગળ પણ ચાલુ જ રાખીશું. અમારો સંપર્ક કરવા, અફવા ફેલાતી રોકવા અને સાચી માહિતી શેર કરવા માટે તમારાબ ધાનો ખૂબ આભાર. અમે વોટ્સએપને વ્યક્તિગત વાત કરવા માટે સૌથી ઉત્તમ માધ્યમ બનાવવા માટે પૂરતો પ્રયાસ કરતા રહીશું."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર