Home /News /tech /Alert! આ મોબાઇલ એપ્સ ચોરી રહી છે યુઝર્સનો ડેટા, ક્યાંક તમારા ફોનમાં તો નથી ને?
Alert! આ મોબાઇલ એપ્સ ચોરી રહી છે યુઝર્સનો ડેટા, ક્યાંક તમારા ફોનમાં તો નથી ને?
32માંથી 29 એપ્સ યુઝર્સની પ્રાઈવસી અને ડેટાને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહી છે.
Dangerous Apps: મોઝિલા (Mozilla) ના રિસર્ચર્સનું કહેવું છે કે મેન્ટલ હેલ્થ (Mental Health Apps) અને પ્રેયર એપ્સનું ધ્યાન યુઝરની પ્રાઇવસી અને ડેટા સિક્યોરિટી પર બિલકુલ નથી. કેટલીક એપ્સ જાણીજોઈને યુઝર્સનો ડેટા ચોરી રહી છે અને આ ડેટા બ્રોકર્સને વેચી રહી છે.
Dangerous Apps: માનસિક શાંતિ પ્રદાન કરવાનો દાવો કરતી કેટલીક મેન્ટલ હેલ્થ અને પ્રેયર મોબાઇલ એપ યુઝર્સની પ્રાઇવસી અને ડેટા માટે ગંભીર ખતરો ઊભો કરી રહી છે. 32માંથી 29 એપ્સ યુઝર્સની પ્રાઈવસી અને ડેટાને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહી છે. મોઝિલાના એક સંશોધનમાં આવા તથ્યો સામે આવ્યા છે. જે એપ્સ યુઝર્સની પ્રાઇવસી અને ડેટા સિક્યોરીટીને અવગણી રહી છે તેમાં ટોકસ્પેસ (Talkspace), બેટર હેલ્થ (Better Health) અને Calm જેવી એપ્સનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ વિશ્વભરમાં કરોડો લોકો કરે છે.
મોઝિલા (Mozilla) દ્વારા તૈયાર કરાયેલી Privacy Not Included ગાઇડ લિસ્ટમાં એવી એપ્સ સામેલ છે જે પ્રાઇવસી અને સિક્યોરિટી માટેના નિર્ધારિત ધોરણોનું પાલન કરતી નથી. રિસર્ચર્સનું કહેવું છે કે મેન્ટલ હેલ્થ અને પ્રેયર એપ્સનું ફોકસ યુઝરની પ્રાઇવસી અને ડેટા સિક્યોરીટી પર બિલકુલ નથી.
ગેજેટ્સ 360 ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર લોકોને માનસિક શાંતિ પ્રદાન કરવાનો દાવો કરતી આ એપ્સ યુઝર્સની પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટી માટે બનાવેલા બેઝિક નિયમોનું પણ પાલન નથી કરી રહી. આ વાત પરથી સમજી શકાય છે કે કેટલીક એપ્સ પર માત્ર એક અક્ષર અથવા તો સંખ્યાના પાસવર્ડ બનાવી શકાય છે. યુઝરનો ડેટા ચોરી કરીને આ એપ્સ ડેટા બ્રોકરોને પણ વેચી રહી છે.
ડેટા વેચવાનો આરોપ
મોઝિલાની Privacy Not Included ગાઈડ લિસ્ટ બનાવનાર ટીમના લીડર જેન કેલ્ટ્રિડર કહે છે કે મેન્ટલ હેલ્થ એપ્સ યુઝર્સના અત્યંત અંગત ડેટાની સુરક્ષા સાથે ચેડાં કરે છે. એપ્સ યુઝર્સના અંગત વિચારો, લાગણીઓ, મૂડ, માનસિક સ્થિતિ અને બાયોમેટ્રિક ડેટાને માત્ર ટ્રેકિંગ અને શેર કરતી નથી, પરંતુ અન્ય કંપનીઓને વેચીને પૈસા પણ કમાઈ રહી છે.
મોટાભાગની મેન્ટલ હેલ્થ એપ્સના પાસવર્ડ્સ નબળાં છે અને આ એપ યુઝર્સને ઘણી બધી પર્સનલાઇઝ્ડ એડ મોકલે છે. મોઝિલાની રિસર્ચર મિશા રયકોવનું કહેવું છે કે ઘણા કિસ્સામાં આ એપ્સ ડેટા લઈ લેતી મશીન તરીકે કામ કરે છે. Better Help, Youper, Woebot, Better Stop Suicide, Pray.com અને Talkspace એ એપ છે જેમાં યુઝર્સની પ્રાઇવસી અને ડેટા સિક્યોરીટી સંબંધિત સૌથી વધુ ખામીઓ જોવા મળી છે.
રિસર્ચર્સએ એ પણ જણાવ્યું છે કે આ એપ્સ માત્ર યુઝર્સના ડેટાની ચોરી નથી કરી રહી, પરંતુ તે થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પરથી પણ યુઝર્સ સંબંધિત એડિશનલ ડેટા લઈ રહી છે. આ એપ્સ બનાવતી કંપનીઓ આના દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. તો ડેટા બ્રોકર પણ આ એપ્સની મદદથી પોતાના ડેટાબેઝને લોકોની અત્યંત સંવેદનશીલ જાણકારીઓથી ભરી રહ્યા છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર