Facebookને કેવી રીતે ખબર પડે છે કે તમે છેલ્લે ક્યારે સંબંધ બાંધ્યો હતો?

News18 Gujarati
Updated: September 12, 2019, 3:10 PM IST
Facebookને કેવી રીતે ખબર પડે છે કે તમે છેલ્લે ક્યારે સંબંધ બાંધ્યો હતો?
ફેસબૂક જાણે છે કે તમે છેલ્લે ક્યારે સંબંધ બાંધ્યો હતો અથવા ક્યારે તમે ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો હતો. જાણો કેવી રીતે.

ફેસબૂક જાણે છે કે તમે છેલ્લે ક્યારે સંબંધ બાંધ્યો હતો અથવા ક્યારે તમે ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો હતો. જાણો કેવી રીતે.

  • Share this:
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આપણે આપણા જીવનની અનેક પ્રવૃત્તિઓમાં મદદ મેળવીએ છીએ, પરંતુ આ આપણી પ્રાઇવસી પણ જોખમમાં રહે છે. જો ફેસબૂક વિશે વાત કરીએ તો તે તમારા રહસ્યોને કેટલી હદે જાણે છે, તો જાણીને તમને આશ્ચર્ય થશે. આ એટલા માટે છે કારણ કે ફેસબૂક જાણે છે કે તમે છેલ્લે ક્યારે સંબંધ બાંધ્યો હતો અથવા ક્યારે તમે ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો હતો.

તાજેતરના અધ્યયનમાં એ વાત સામે આવી છે કે ફેસબૂક ટ્રેકર એપ ફેસબૂકથી તમારો સંવેદનશીલ ડેટા શેર કરી રહ્યા છે. બઝ્ફીડ પર પ્રકાશિત એક અહેવાલ મુજબ પ્રાઇવેસી ઇન્ટરનેશનલ દ્વારા તાજેતરના સંશોધનથી જાણવા મળ્યું છે કે મહિલાઓના પીરિયડને ટ્રેક કરનાર સૌથી બે લોકપ્રિય એપ Maya અને MIAએ ફેસબૂક સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ્સ દ્વારા તેમની થર્ડ પાર્ટી એપ અને વેબસાઇટ સાથે તેમના યૂઝર્સની વ્યક્તિગત માહિતી શેર કરી છે.આ પીરિયડ ટ્રેકર એપ્લિકેશન્સ મહિલાઓને તેમના પીરિયડ સાયકલ ટ્રેક કરવામાં સહાય કરે છે. આ એપ્લિકેશન્સનો ઉપયોગ સ્ત્રીઓ ગર્ભધારણ કરવા માટેના યોગ્ય સમય જાણવા માટે પણ કરે છે.

યૂઝર્સનો ડેટા

સંશોધનકારોએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશન્સના ડેવલ્પોપર્સ ફેસબૂકના સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ દ્વારા એપ્લિકેશંસની કેટલીક સુવિધાઓને અપડેટ કરે છે, જેમાંથી તેઓ યૂઝરના  ડેટા એકત્રિત કરતા હતા. તે એકત્રિત ડેટાને ફેસબૂક સાથે શેર કરતા હતા જેથી તે યૂઝરોને લક્ષ્ય બનાવી શકે અને જાહેરાતો બતાવી શકે.

યૂઝર્સોના મૂડ અનુસાર જાહેરાત

બઝફીડમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માયા એપ્લિકેશન યૂઝરની પ્રાઇવસી પોલિસી માટે એગ્રી કરવા પર પહેલેથી જ તેમની વિગતો ફેસબૂક સાથે શેર કરી રહી હતી. આા ઉપલબ્ધ કેટલાક ફિચર દ્વારા યૂઝરના મૂડનો પણ અંદાજ લગાવી શકાય છે.
આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે માયા એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી 50 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને મિઆ એપ 20 લાખ વખત ડાઉનલોડ થઈ છે.
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading