Home /News /tech /2 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થઈ દમદાર Smartwatch, 10 દિવસ ચાલશે બેટરી

2 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થઈ દમદાર Smartwatch, 10 દિવસ ચાલશે બેટરી

Maxima Max Pro X1 લોન્ચ થઈ ગઈ છે.

Maxima Max Pro X1: મેક્સિમા (Maxima)ની નવી વૉચ boAt અને Noise જેવા સ્થાનિક હરીફોને સ્પર્ધા આપી શકે છે. Maxima Max Pro X1 ત્રણ કલર ઓપ્શન - બ્લેક, પિંક અને ગ્રીનમાં આવે છે.

Maxima Max Pro X1: સસ્તી સ્માર્ટ વોચ બનાવતી કંપની મેક્સિમા (Maxima)એ ભારતમાં તેની નવી બજેટ સ્માર્ટવોચ મેક્સ પ્રો એક્સ1 (Max Pro X1) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની નવી વૉચ boAt અને Noise જેવા સ્થાનિક હરીફોને સ્પર્ધા આપી શકે છે.  મેક્સ પ્રો X1માં સ્ક્વેર ડાયલ છે, પરંતુ તે હજુ પણ જૂની મેટલ-બકલ સ્ટ્રેપ-ઑન મિકેનિઝમ સાથે આવે છે.

વૉચમાં એક 'એડવાન્સ્ડ રિયલટેક ચિપસેટ' (RTL8762CK) સામેલ છે અને તે વોટર રેઝીસ્ટન્સ માટે 3ATM રેટિંગ સાથે આવે છે. તે 10 દિવસ સુધીની બેટરી લાઇફ આપશે તેવું પણ કહેવાય છે.

Maxima Max Pro X1 Price in India

Maxima Max Pro X1 'મેઇડ ઇન ઇન્ડિયા'ની કિંમત 1,999 રૂપિયા છે અને તે ત્રણ કલર ઓપ્શન - બ્લેક, પિંક અને ગ્રીનમાં આવે છે. ગ્રાહકો ડિવાઇસને ઓફિશિયલ smart.maximawatches વેબસાઇટ અથવા પાર્ટનર ચેનલોના માધ્યમથી ખરીદી શકે છે.

આ પણ વાંચો: બહુ સસ્તી કિંમતમાં મળી રહ્યો છે 8GB RAM વાળો Vivo નો લેટેસ્ટ સ્માર્ટફોન, મળશે 66W ફ્લેશચાર્જિંગ

Maxima Max Pro X1 Specifications

Maxima Max Pro X1માં 1.4 ઇંચની IPS ડિસ્પ્લે 240×280 પિક્સલ રેઝોલ્યુશન અને 500 nits બ્રાઇટનેસ સાથે આવે છે. પેકેજમાં એક સિલિકોન સ્ટ્રેપ (94×126 mm) અને મેગ્નેટિક ચાર્જરનો સમાવેશ થાય છે. વૉચની જમણી બાજુએ મેનૂ અથવા વેક-અપ સ્ક્રીન દ્વારા બ્રાઉઝ કરવા માટે એક ફિઝિકલ બટનનો સમાવેશ થાય છે.

મોનિટર કરી શકશો બ્લડ ઓક્સિજન

આજકાલ મોટાભાગની બજેટ સ્માર્ટવોચના સ્ટાન્ડર્ડ ફીચર્સની જેમ, આ સ્માર્ટવોચ બ્લડ ઓક્સિજન લેવલ (Spo2), સ્લીપ અને હાર્ટ રેટ મોનિટર કરી શકે છે. મેક્સિમા કહે છે કે મેક્સિમા મેક્સ પ્રો X1 એક જ ચાર્જ પર 10 દિવસનો બેટરી બેક અપ આપશે, જ્યારે ભારે વપરાશ માટે છ દિવસ સુધીનો રનટાઇમ ઓફર કરશે. તેમાં 30 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ હોવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Netflixના નવા નિયમથી યુઝર્સને પડશે ફટકો, પાસવર્ડ શેર કરવા પર અલગથી આપવો પડશે ચાર્જ!

મેક્સિમા મેક્સ પ્રો X1 માં 'મૂડ લાઇટ રાખવા' માટે બે ઇન-બિલ્ટ ગેમ્સ અને તમારી ડેઇલી એક્સરસાઇઝને ટ્રૅક કરવા માટે કેટલાક સ્પોર્ટ્સ મોડનો સમાવેશ થાય છે.

ગ્રાહક ડિસ્પ્લે ઈમેજને પર્સનલાઇઝ કરવા માટે 100 થી વધુ ક્લાઉડ-બેસ્ડ વૉચ ફેસમાંથી પણ પસંદ કરી શકે છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો, તેમાં બ્લૂટૂથ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને Apple iPhones સાથે કમ્પેટિબલિટીનો સમાવેશ થાય છે.
First published:

Tags: Gadgets News, Gujarati tech news, Smartwatch, Technology news