અમેરિકાની 1000થી વધુ કંપનીઓ પર મોટો સાઈબર એટેક! બિઝનેસ ઠપ, જાણો - કેટલું મોટું થયું નુકશાન

પ્રતિકાત્મક તસવીર

સાયબર ક્રિમિનલોએ લોક થયેલું એકાઉન્ટ ખોલવાના બદલામાં કેટલાક બિઝનેસમેનો પાસે 50 લાખ ડોલર સુધીની ખંડણીની માંગ કરી રહ્યા છે.!

 • Share this:
  નવી દિલ્હી : સાયબર એટેક ટેકનોલોજીનો તે ભાગ છે જે મોટી-મોટી કંપનીઓના માથા પર ચિંતાની લકીર ખેંચી દે છે કારણ કે, તેનાથી માત્ર પોતાનો પર્સનલ ડેટા તો ચોરાય જ છે, સાથે કામગીરી બંધ થઈ જાય છે. તાજેતરમાં જ અમેરિકન આઈટી કંપની કાસીયા પર એક મોટો રેનસમવેર હુમલો થયો છે. આ સાયબર એટેકમાં કસીયાના કોર્પોરેટ નેટવર્ક અને તેના સોફ્ટવેરનો ઉપયોગ કરતી ઓછામાં ઓછી 1000 કંપનીઓને નિશાન બનાવવામાં આવી હતી. રશિયન સાયબર ક્રાઇમ જૂથ રેવિલે આ સાયબર એટેક કર્યો હોવાની શંકા છે. આ સોફ્ટવેર કંપનીએ 40,000થી વધુ બિઝનેસ હાઉસને તેની સેવાઓ આપી છે, તેમાંથી ઓછામાં ઓછી 1000 કંપનીઓ આ સાયબર એટેકનો ભોગ બની છે. સંશોધનકારોએ શનિવારે આ માહિતી આપી હતી. રૈનસમવેર હુમલાને કારણે સ્વીડનના સૌથી મોટી સુપરમાર્કેટ ચેઇન કૂપને પોતાના 800 સ્ટોર્સ બંધ કરવાની ફરજ પડી હતી. કારણ કે, તેઓ તેમના એકાઉન્ટ્સ અને ચેકઆઉટને એક્સેસ કરી શકતા ન હતા.

  સાઇનબોર્ડ લગાવીને જણાવ્યું કે, અમે એક મોટી આઇટી ભૂલના ચપેટમાં આવી ગયા છીએ

  કૂપે પોતાના ગ્રાહકોને જણાવવા માટે તેના સ્ટોર્સની બહાર સાઇનબોર્ડ લગાવ્યા હતા કે, અમે કોઈ મોટી આઇટી ભૂલની ચપેટમાં આવી ગયા છીએ. હાલમાં અમારી સિસ્ટમ્સ ઠર થઈ ગઈ છે. સાયબર સિક્યુરિટી કંપની Huntress Labsના રિસર્ચર આ મામલે તપાસ કરી રહ્યા છે. આ ફર્મે કહ્યું કે, આ સાયબર હુમલાથી સ્વીડિશ રેલ્વે અને મોટી ફાર્મસી ચેન પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. જ્યારે સાયબર સિક્યુરિટી કંપની Emsisoftના એનાલિસ્ટ Brett Callowએ જણાવ્યું હતું કે, આ હુમલામાં કેટલી કંપનીઓ ભોગ બની છે તેની ચોક્કસ માહિતી હજી ઉપલબ્ધ નથી થઈ. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, આ રૈન્સમવેરના હુમલામાં, ઈન્ક્રિપ્શન દ્વારા કંપનીઓના ડેટા તેમના સિસ્ટમમાં લોક કરી દેવામાં આવ્યા છે અને તે ખોલવા માટે હવે સાયબર ક્રિમિનલ્સ મોટી ખંડણી માંગી રહ્યા છે.

  લોક્ડ એકાઉન્ટ ખોલવા માટે 50 લાખ ડોલર સુધીની ખંડણીની માંગ

  અહેવાલો અનુસાર, સાયબર ક્રિમિનલોએ લોક થયેલું એકાઉન્ટ ખોલવાના બદલામાં કેટલાક બિઝનેસમેનો પાસે 50 લાખ ડોલર સુધીની ખંડણીની માંગ કરી રહ્યા છે. કસીયાના સીઇઓ ફ્રેડ વોકોલાએ જણાવ્યું હતું કે, આ હુમલામાં 40 થી ઓછા ગ્રાહકો પ્રભાવિત થયા છે. પરંતુ આમાંના મોટા ભાગના મેનેજ કરેલા સર્વિસ પ્રોવાઇડર્સ છે કે જેમાં ઘણા લોકો જોડાયેલા છે. જ્યારે Huntress Labsના રિસર્ચરે દાવો કરે છે કે, તેમાં ઓછામાં ઓછી 1000 કંપનીઓને લક્ષ્યાંક બનાવવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સની સાયબર સિક્યુરિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સીએ શુક્રવારે પોતાની વેબસાઇટ પર એક નિવેદનમાં આ ઘટનાને સપ્લાય ચેઇન રૈન્સમવેર હુમલો ગણાવ્યો હતો. તેણે કાસિયાના ગ્રાહકોને તેમના સર્વર બંધ રાખવા વિનંતી કરી છે. કસીયાએ જણાવ્યું કે, તે આ સાયબર એટેકની તપાસ કરી રહ્યા છે.

  યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન તપાસના આદેશ આપ્યા

  યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડને આ મામલે સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો છે અને તાજેતરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનને વધતા સાયબર એટેક અંગે ચિંતા વ્યક્ત કરી છે. બાઈડને શનિવારે કહ્યું કે, "એવું લાગે છે કે રશિયન સરકાર આ સાયબર એટેક પાછળ નથી, પરંતુ હાલમાં ભરોસાથી કંઈ કહી શકીશું નહીં."
  Published by:kiran mehta
  First published: