સ્પાઇડરમેન વીડિયો ગેમના ‘અવતાર’ને જોઇને તમે ફિલ્મી ‘સ્પાઈડી’ને ભૂલી જશો

પ્રતિકાત્મક તસવીર

જ્યારથી માર્વેલ પાસે સ્પાઇડરમેનના રાઇટ્સ પાછા આવ્યા છે ત્યારથી તે આ પાત્ર સાથે નવો પ્રયોગ કરી રહ્યા છે.

 • Share this:
  જ્યારથી માર્વેલ પાસે સ્પાઇડરમેનના રાઇટ્સ પાછા આવ્યા છે ત્યારથી તે આ પાત્ર સાથે નવો પ્રયોગ કરી રહ્યા છે. સોની ફિક્ચર્સ પાસે સ્પાઇડરમેનના રાઇટ્સ હતા જે હવે માર્વેલને પાછા મળ્યા છે. માર્વેલે આ રાઇટ્સને મળવાની સાથે જ સૌથી પહેલા સ્પાઇડરમેનને એવેન્જર્સ સાથે લઇ લીધો અને હવે એક વીડિયો ગેમમાં પણ સ્પાઇડરમેનનો નવો લુક સામે આવ્યો છે.

  પ્લેસ્ટેશન 4 માટે બનાવવામાં આવેલા સ્પાઇડરમેનની આ ગેમને ફિલ્મ જેવી જ બનાવી છે. એવું પણ બની શકે છે કે, આગામી દિવસોમાં આ ગેમની કહાની ઉપર એક ફિલ્મ પણ નજર આવે. આ ગેમની કહાની અનુસાર સ્પાઇડરમેનના શહેર ન્યૂયોર્કની એક જેલમાં કેટલાક લોકોએ હુમલો કર્યો છે. આ જેલમાં સ્પાઇડરમેનના સૌથી મોટા દુશ્મન રાઇનો, સ્કોર્પિયન, વલ્ચર અને ઇલેક્ટ્રો આ જેલમાં હાજર છે પરંતુ એક એવો પણ વિલન છે જે આ બધાની ઉપર છે. આ વિલન આ ગેમનો સસ્પેન્સ એલિમેન્ટ છે.

  ભારતમાં આ ગેમ હજી લોન્ચ થઇ નથી. પરંતુ એમેઝોન ઉપર જઇને તમે આ ગેમ માટે પ્રી ઓર્ડર કરી શકો છો. આ ગેમની કિંમત રૂ. 4,000 છે. તમને આ ગેમની કિંમત વધારે લાગતી હોય તો તેમારે એક વાર આ વીડિયોને જોવો જોઇએ જેમાં સ્પાઇડરમેન ગેમની એક ઝલક આપવામાં આવી છે.

  સ્પાઇડરમેન ઉપર અત્યાર સુધીમાં અનેક ગેમ બની છે પરંતુ આ નવી ગેમને સ્પાઇડર સિરિઝનું સર્વશ્રેષ્ઠ ગેમ માનવામાં આવી રહી છે. અત્યારે અમેરિકામાં જેટલા લોકોએ આ ગેમનું ફસ્ટ વર્ઝન રમ્યા છે તેમને આ ગેમ સારી લાગી છે પરંતુ ભારતીય વર્ઝનમાં કેટલાક ફેરફાર થઇ શકે છે.
  Published by:Ankit Patel
  First published: