Home /News /tech /YTB SUV and Jimny 5 Door: મારુતિ સુઝુકી લોન્ચ કરશે બે દમદાર નવા મોડલ, 2023 સુધી ખરીદી માટે ઉપલબ્ઘ થશે

YTB SUV and Jimny 5 Door: મારુતિ સુઝુકી લોન્ચ કરશે બે દમદાર નવા મોડલ, 2023 સુધી ખરીદી માટે ઉપલબ્ઘ થશે

મારુતિ સુઝુકી બે બ્રાન્ડ ન્યૂ કાર ભારતમાં લોન્ચ કરશે (ફાઈલ તસવીર)

New Car Launching: મારુતિ સુઝુકી જિમ્ની 5 ડોર વર્તમાનમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. આ કારને ભારતમાં ઘણી વાર ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે. કારનું નવુ મોડલ પહેલા જેવી સ્ટાઈલિંગ સાથે આવશે.

    નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર બનાવનારી કરનારી કંપની મારુતિ સુજુકી તેના ઘણા અપકમિંગ મોડલ્સ પર કામ કરી રહી છે. કંપની ભારતમાં આાગમી 6 મહિનામાં બે નવા મોડલ લોન્ચ કરશે. આમાં બલેનો પર આધારિત YTB SUV અને જિમ્ની 5 ડોર એસયૂવીનો સમાવેશ થાય છે. આ મોડલ્સ ઓટો એક્સ્પો 2023માં પ્રદર્શિત કરવામાં આવી શકે છે.

    મારુતિ સુઝુકી જિમ્ની 5 ડોર


    મારુતિ સુઝુકી જિમ્ની 5 ડોર વર્તમાનમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. આ કારને ભારતમાં ઘણી વાર ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે. કારનું નવુ મોડલ પહેલા જેવી સ્ટાઈલિંગ સાથે આવશે. 3 ડોર મોડલની સરખામણીમાં 5 ડોર મોડલ વધારે મોટું હશે. કેબિન પણ તે જ હશે, પરંતુ તેમાં નવી ટચસક્રીન ઈકોટેનમેન્ટ સિસ્ટમ અને અપડેટેડ ક્લસ્ટરના રૂપમાં ઘણા બદલાવ થશે.

    આ પણ વાંચોઃહવે PUC વિના પેટ્રોલ પંપ પર નહીં મળે પેટ્રોલ અને ડીઝલ, સરકારે જાહેર કર્યો ખાસ એજન્ડા

    કારમાં ઘણા નવા વિકલ્પો ઉપલબ્ધ


    કારમાં 1.5L K15C માઈલ્ડ-હાઈબ્રિડ એન્જિનનો ઉપયોગ થવાની સંભાવના છે, જેનો ઉપયોગ નવી ગ્રેંડ વિટારામાં કરવામાં આવી રહ્યો છે. આ એન્જિન તેના વર્તમાન સંસ્કરણમાં 102 બીએચપી અને 137 એનએમ મહત્તમ ટોર્ક ઉત્પન્ન કરશે. તેને 5-સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ અને ઓટોમેટિક ગેરબોક્સ વિકલ્પની સાથે રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. કહેવાની જરૂર નથી કે બધા જ ચાર પૈડામાં પાવર પહોંચાડવામાં આવશે. નવી જિમ્ની 5-ડોરને 2023ના પહેલા છ મહિનાની અંદર 10-12 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવશે અને તે મહિન્દ્રા થાર અને ફોર્સ ગોરખા જેવા કટ્ટર સ્પર્ધિઓનો સામનો કરશે.

    આ પણ વાંચોઃ PM Speech: 5G ભારતીય માટે અવસર, પડકાર, સપના અને સંકલ્પ, તેનો ઉપયોગ ક્રાંતિ માટે કરવોઃ PM

    બલેનો YTB SUV


    નવી બલેનો-આધારિત YTB ક્રોસઓવરન પણ 2023ની શરૂઆતમાં ડેબ્યૂ થવાની અપેક્ષા છે અને તે એક બોલ્ડ અને એગ્રેસિવ સ્ટાઈલિંગ સાથે આવશે. આ ઉપરાંત, નવી YTB SUV ના બલેનોની જેમ જ સમાન કેબિન ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે અને તે ઓટોમેટિક ક્લાઈમેન્ટ કંટ્રોલ, 360- ડિગ્રી કેમેરો, વાયરલેસ મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધાઓ સાથે આવશે.



    કારમાં બલેનોની જેમ જ પાવરટ્રેન વિકલ્પોનો પણ ઉપયોગ કરવામાં આવશે. નવી YTB SUV ની કિંમત 8-9 લાખ રૂપિયા હોવાની શક્યતા છે અને તે Tata Punch અને ભારતમાં લોન્ચ કરવામાં આવેલી Citreon C3 જેવા સ્પર્ધિઓનો પડકાર આપશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Launched in india, Maruti Suzuki Cars, New car

    विज्ञापन
    विज्ञापन