Home /News /tech /34KM ની માઇલેજ આપે છે Marutiની આ કાર, 54,000નાં ડિસ્કાઉન્ટમાં મળી રહી છે, જાણો સંપૂર્ણ ઓફર
34KM ની માઇલેજ આપે છે Marutiની આ કાર, 54,000નાં ડિસ્કાઉન્ટમાં મળી રહી છે, જાણો સંપૂર્ણ ઓફર
વેગનાર પર મળી રહ્યું છે 54,000 સુધીનું ડિસ્કાઉન્ટ
Maruti WagonR Big Discount: મારુતિ સુઝુકી તેનાં ગ્રાહકોને જૂન મહિનામાં ગુડ ન્યૂઝ આપી છે. કંપનાએ તેની અને દેશની સૌથી વધુ વેચાનારી હેચબેક કાર WagonR પર અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.
ઓટો એન્ડ ટેક્નોલોજી ડેસ્ક: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ આ જૂન મહિનામાં પોતાના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે, કંપનીએ પોતાની અને દેશની સૌથી વધુ વેચાતી હેચબેક કાર WagonR પર અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. એટલે કે, જો તમે આ મહિને આ કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમને આ બેસ્ટ સેલિંગ કાર પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. ચાલો જાણીએ કે તમને આના પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ તમને તેની કિંમત અને ફીચર્સ વિશે પણ જણાવીએ.
54,000 રૂપિયાનું મોટુ ડિસ્કાઉન્ટ મારુતિ સુઝુકીએ હાલમાં જ માર્કેટમાં નવી વેગન-આર (WagonR) લૉન્ચ કરી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અને હવે કંપની આ કાર પર 54000 રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કારની કિંમત 5.44 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં, આ ડિસ્કાઉન્ટ તમારા ઘણા પૈસા બચાવી શકે છે. ડિસ્કાઉન્ટ વિશે વધુ વિગતો માટે, તમે કંપનીના શોરૂમની મુલાકાત લઈ શકો છો.
વેગનાર પર મળી રહ્યું છે 54,000 સુધીનું ડિસ્કાઉન્ટ
34KMથી વધુનું આપે છે માઇલેજ
WagonR પેટ્રોલ અને CNG માં અવેઇલેબલ છે. આ કારમાં 1.0 લીટર K10C પેટ્રોલ અને 1.2 લીટર K12N પેટ્રોલ છે. બંને એન્જીન 5- સ્પીડ ATMT ગેર બોક્સ સાથે અવેલેબલ છે. માઇલેજ વિશે વાત કરીએ તો, તેનું 1.0-લિટર K10C પેટ્રોલ એન્જિન એક લિટરમાં 25.19 કિમીનું માઇલેજ આપે છે જ્યારે CNG મોડ પર આ કાર 34.73 કિમી/કિલોની માઇલેજ આપે છે. હવે જે લોકો વધુ માઈલેજવાળી કાર ઈચ્છે છે, તેઓ નવી વેગન-આરને પસંદ કરી શકે છે.
સલામતી માટે, આ કારમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD જેવા ફીચર્સ જ નહીં, પરંતુ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, સ્પીડ એલર્ટ સિસ્ટમ, સિક્યોરિટી એલાર્મ, ફ્રન્ટ ફોગ લેમ્પ્સ જેવા ફીચર્સ પણ છે. Maruti WagonRમાં કંપનીએ 7 ઇન્ચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપી છે. જે એન્ડ્રોઇડ અને એપ્પલ કાર પ્લેથી કનેક્ટ કરી શકાય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર