કઈંક આવી હશે મારૂતિની પહેલી ઈલેક્ટ્રીક SUV કાર

News18 Gujarati
Updated: January 26, 2018, 5:40 PM IST
કઈંક આવી હશે મારૂતિની પહેલી ઈલેક્ટ્રીક SUV કાર
મારૂતિ સુઝુકી આવતા મહિને યોજનાર ઓટો એક્સપો 2018માં ઓલ ઈલેક્ટ્રીક કોમ્પેક્ટ SUV કોન્સેપ્ટ રજૂ કરવા જઈ રહી છે. તેનું નામ છે E-Survivor હશે. આ SUV ટ્રાન્સફોર્મેશનની થીમ પર બની છે. ઓટો એક્સપોમાં મારૂતિ સુઝુકીનું પેવેલિયન 4200 વર્ગ મીટરમાં ફેલાયેલું હશે. આગળની સ્લાઈડમાં જોઈએ આ SUVમાં શું છે ખાસ...

  • Share this:

કોમ્પેક્ટ SUV માટે E-Survivor એક ડિઝાઈન સ્ટડી મોડલ છે. સુઝુકી આને ફ્યૂચર મોબિલિટી માટે ઉપયોગ કરવા માંગે છે.

મારૂતિ સુધુકીની આ SUVને ભારતમાં ઈલેક્ટ્રીક વ્હીકલની દીશામાં મોટું પગલું માનવામાં આવે છે. E-Survivor એક ઓપન ટોપ વાળી 2 સીટર SUV છે. આને ફ્યુચર ઓફ રોડર ઈલેક્ટ્રીક કાર પણ કહેવામાં આવે છે.

મારૂતિ સુઝુકીએ કહ્યું કે, તેમની 2020માં ભારતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ લાવવાની યોજના છે અને કંપની આ પ્લાન પર કામ કરી રહી છે. કંપનીએ આના માટે ટોયોટા મોટર કોર્પ સાથે કરાર પણ કર્યા છે.

મારૂતિની આ SUV પૂરી રીતે ફ્યૂચર બેસ્ડ કાર છે. મારૂતિની આ કારમાં અલ્ટ્રા હાઈ ગ્રાઉન્ડ ક્લીયરન્સ છે અને તેના મોટા પૈડા આ કારનું લુક સુંદર બનાવે છે. બે સીટ વાળી આ કારમાં ખુલ્લી છત છે. ઈલેક્ટ્રીક કાર માટે મારૂતિ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરશે.
First published: January 26, 2018, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading