Home /News /tech /

મારૂતિ ભારતમાં રજૂ કરી શકે છે આ કાર, 1 લીટરમાં 32KM માઈલેજ

મારૂતિ ભારતમાં રજૂ કરી શકે છે આ કાર, 1 લીટરમાં 32KM માઈલેજ

ડિઝલ વેરિએંટ 28.4 કિલોમિટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે...

ડિઝલ વેરિએંટ 28.4 કિલોમિટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે...

    મારૂતિ સુઝુકી, ભારતમાં સ્વિફ્ટ કારનું હાઈબ્રિડ વર્ઝન લોન્ચ કરી શકે છે. હાલમાં યૂરોપમાં SWIFT કારનું હાઈબ્રિડ વર્ઝન છે, જે પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પરંતુ હવે ટુંક સમયમાં મારૂતિ સુઝુકી ભારતમાં ડિઝલ મોડલ સાથે સ્વિપ્ટ કારનું હાઈબ્રિડ લાવી શકે છે.

    મારૂતિ સુઝુકી ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે. મારૂતિએ હમણાં જ ભારતમાં સ્વિફ્ટનું હેચબેક વર્ઝન રજૂ કર્યું છએ. કંપનીના જણાવ્યા અનુસાર આ હેચબેક વર્ઝન બેસ્ટ સેલર રહ્યું છે. મારૂતિએ પોતાની હેચબેક વર્ઝનને બે એન્જિન ઓપ્શન, પેટ્રોલ અને ડિઝલમાં રજૂ કર્યું છે. મારૂતિ સુઝુકી ઈન્ડિયાના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર સીવી રમનનું કહેવું છે કે, અમે ભારતમાં કારના ઈલેક્ટ્રીફિકેશનની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારૂ માનવું છે કે, કારનું હાઈબ્રિડાઈઝેશન જરૂરી છએ. આના માટે અમે સરકારની સાથે છીએ.

    અત્યારે જે નવી સ્વિફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમાં 1.3 લીટર મલ્ટી-જેટ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે ફિયાટે બનાવ્યું છે. આ એન્જિન Ertiga, Ciaz અને S-Cross કારમાં પણ છે. આ ત્રણે મોડલ ડીઝલ હાઈબ્રિડ ઓપ્શન સાથે સ્માર્ટ હાઈબ્રિડ વ્હિકલ્સ હેઠળ ભારતીય માર્કેટ માટે વિકલ્પ છે. આ ત્રણે મોડલ્સમાં નોન-હાઈબ્રિડ ડીઝલ વર્ઝન નથી.

    તેનો મતલબ છે કે, આ ત્રણે મોડલ્સ ડીઝલ એન્જિન સાથે હાઈબ્રિડ ફોર્મેટમાં છે. દાવો કરવામાં આવ્યો છે કે, સ્વીફ્ટનું હાઈબ્રિડ પેટ્રોલ વર્ઝન એક લીટરમાં 32 કિલોમિટરની એવરેજ આપશએ. આ ડિઝલ એન્જિન દ્વારા આવતા માઈલેજ કરતા વધારે છે. ડિઝલ વેરિએંટ 28.4 કિલોમિટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. અને પેટ્રોલ વેરિએંટ એક લીટરમાં 22 કિલોમિટર પ્રતિ કલાકની એવરેજ આપે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Could, Indian, Make, Maruti suzuki, Roads

    આગામી સમાચાર