Home /News /tech /દિવાળી પહેલા મારૂતિની આ કાર માટે પબ્લિક પાગલ, અધધ 60000 ઓર્ડર પેન્ડિંગ, ફીચર્સ તો જુઓ

દિવાળી પહેલા મારૂતિની આ કાર માટે પબ્લિક પાગલ, અધધ 60000 ઓર્ડર પેન્ડિંગ, ફીચર્સ તો જુઓ

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વીટારા

દિવાળી આવી રહી છે. લોકો નવા વાહનોની ખરીદી કરવા માટે ઉત્સુક છે, દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી હવે એસયુવી સેગમેન્ટમાં મજબૂત બની ગઈ છે. હાલ એક કાર માટે લોકોએ 60000 કારનું અડ્વાન્સ બુકિંગ કરાવી રાખ્યું છે.

  નવી દિલ્લી: દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) હવે એસયુવી (SUV) સેગમેન્ટમાં મજબૂત બની ગઈ છે. મારુતિ બ્રેઝાએ વેચાણમાં ક્રેટા (Creta) અને નેક્સન (Nexon) જેવી એસયુવીને પાછળ છોડી દીધી છે. તો બીજી તરફ ગ્રાન્ડ વિટારાની ડિમાન્ડ (Grand Vitara Demand) ખૂબ વધી રહી છે. મારુતિએ આ મોડલ 26 સપ્ટેમ્બરે સત્તાવાર રીતે લોન્ચ કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધીમાં 60 હજારથી વધુ બુકિંગ પેન્ડિંગ (60 thousand order pending) છે. કંપનીએ ગત મહિને લગભગ 4,800 યુનિટનું વેચાણ કર્યું હતું. ત્યારે જો તમે પણ મારુતિની ગ્રાન્ડ વિટારા ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારે તેની ડિલિવરી માટે તમારે લાંબી રાહ જોવી પડી શકે છે.

  10.45 લાખ રૂપિયાથી શરૂ થઈને 19.65 લાખ કિંમત

  મારુતિ ગ્રાન્ડ વિટારાની કિંમત 10.45 લાખ રૂપિયાથી શરૂ થઈને 19.65 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. ભારતીય બજારમાં તેની ટક્કર હ્યુન્ડાઇ ક્રેટા, એમજી એસ્ટર, સ્કોડા કુશાક અને ફોક્સવેગન ટિગન સાથે છે. ટોયોટા મોટર કોર્પોરેશન અને સુઝુકી મોટર કોર્પોરેશનના ગ્લોબલ એલાયન્સ સાથે ગ્રાન્ડ વિટારા તૈયાર કરવામાં આવી છે. ભારતીય બજારમાં ટોયોટાએ આ પ્લેટફોર્મ પર પોતાના અર્બન ક્રૂઝર હાઇરાઇડરને બનાવ્યું છે. બિદાદી પ્લાન્ટમાં ગ્રાન્ડ વિટારા અને અર્બન ક્રુઝર હાઇરાઇડ બંનેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

  ગ્રાન્ડ વિટારાનું એન્જીન અને માઇલેજ

  મારુતિ સુઝુકી અને ટોયોટા બંનેએ મળીને હાઇરાઇડર અને ગ્રાન્ડ વિટારાને ડિઝાઇન કરી છે. હાઇરાઇડરની જેમ ગ્રાન્ડ વિટારાનું માઇલ્ડ-હાઇબ્રિડ પાવરટ્રેન આપવામાં આવ્યું છે. તે 1462CC K15 એન્જિન છે, જે 6,000 rpm પર 100 bhp પાવર અને 4400 rpm પર 135 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ છે અને તેને 5-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે પેર કરવામાં આવી છે. આ પાવરટ્રેન પણ અત્યાર સુધીમાં AWD વિકલ્પ સાથેનું એકમાત્ર એન્જિન છે. તે તેના સેગમેન્ટમાં સૌથી વધુ માઇલેજવાળી ગાડી છે.

  >> સ્ટ્રોંગ હાઈબ્રિડ e-CVT - 27.97 kmplની માઇલેજ

  >> માઇલ્ડ હાઇબ્રિડ 5-સ્પીડ MT - 21.11 kmplની માઇલેજ

  >> માઇલ્ડ હાઇબ્રિડ 6-સ્પીડ AT - 20.58 kmplની માઇલેજ

  >> માઈલ્ડ હાઈબ્રિડ 5-સ્પીડ MT ઓલ ગ્રિપ - 19.38 kmplનું માઇલેજ

  આ પણ વાંચો: ભારતની પહેલી સાત્વિક ટ્રેન, કોઈ યાત્રી નહીં કરી શકે માંસાહારી ભોજન

  શું છે કારની ખાસિયત?

  હાઇબ્રિડ એન્જીન- મારુતિ ગ્રાન્ડ વિટારામાં હાઇબ્રિડ એન્જિન મળશે. હાઇબ્રિડ કારમાં બે મોટરનો ઉપયોગ થાય છે. તેમાં પહેલું પેટ્રોલ એન્જિન છે, જે સામાન્ય ફ્યુઅલ એન્જિનવાળી કાર જેવું છે. બીજું ઇલેક્ટ્રિક મોટર એન્જિન છે, જે તમને ઇલેક્ટ્રિક વાહનોમાં જોવા મળે છે.

  EV અને ડ્રાઇવ મોડ- આ કારમાં EV મોડ મળશે. ઇવી મોડમાં કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક મોટર દ્વારા ચાલે છે. હાઇબ્રિડ મોડમાં કારનું એન્જિન ઇલેક્ટ્રિક જનરેટરની જેમ કામ કરે છે અને ઇલેક્ટ્રિક મોટર કારના વ્હીલને ચલાવે છે.

  ટાયર ફ્રેશન ફીચર- તેમાં ટાયરનું પ્રેશર ચેક કરવાની સુવિધા હશે. ટાયરમાં હવા ઓછી હશે તો તેના વિશેની માહિતી તમને આપોઆપ મળી જશે.

  360 ડિગ્રી કેમેરા- ગ્રાન્ડ વિટારામાં પણ 360 ડિગ્રી કેમેરા ફીચર મળશે. કારની ચારેય બાજુનો નજારો જોવા મળશે.

  પેનારોમિક સનરૂફ- હવે ગ્રાન્ડ વિટારાને પેનોરેમિક સનરૂફ પણ મળશે. તેની સાઇઝ કેટલી મોટી હશે, તે લોન્ચ થયા બાદ જ ખબર પડશે. તે ઓટોમેટિક ફીચર સાથે આવશે.

  કારના કેવા હશે સેફ્ટી ફીચર્સ?

  નવી વિટારામાં વાયરલેસ ચાર્જિંગ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, એડજસ્ટેબલ ડ્રાઇવર સીટર અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ મળશે. આ સિવાય તેમાં અનેક સેફ્ટી ફીચર્સ છે, જેમાં મલ્ટીપલ એરબેગ્સ, એબીએસ સાથે ઇબીડી, ઇએસઇ, હિલ હોલ્ડ આસિસ્ટ, સ્પીડ એલર્ટ, સીટ બેલ્ટ, પાર્કિંગ સેન્સર, 360 ડિગ્રી કેમેરા સામેલ છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Auto, Auto car, Maruti suzuki, SUV, Vitara brezza

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन