ઈલેક્ટ્રિક નહી, આવી કારો બનાવશે મારૂતિ!

News18 Gujarati
Updated: April 30, 2018, 6:40 PM IST
ઈલેક્ટ્રિક નહી, આવી કારો બનાવશે મારૂતિ!

  • Share this:
ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી પોલ્યુશન ઓછું કરવા ઉપર ધ્યાન આપશે. આને લઈને કંપની ભવિષ્યમાં વધારેમાં વધારે સીએનજીથી ચાલતી કારો બનાવવાની યોજના બનાવી રહ્યું છે. મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવે કહ્યું કે, 'અમારાથી જેટલું સંભવ થઈ શકે, તેટલા વધારે સીએનજી વાહન બનાવીશું'

તેમને તે પણ કહ્યું કે, સીએનજી ફિલિં સ્ટેશનની સંખ્યાને વધારેવાને લઈને તેઓ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે પાર્ટનરશિપને લઈને અન્ય સંભાવનાઓ શોધી રહ્યાં છે.

સીએનજી વાહનોના ફાયદાઓ હોવા છતાં ગ્રાહકો આની તરફ ઝડપી આકર્ષિત થાય તેવું ના પણ બની શકે. આનું એક કારણ તે પણ હોઈ શકે છે કે, સીએનજી સ્ટેશન પર લાંબી લાઈન લગાવવી પડે છે. હાલમાં મારુતિ સુઝુકી Wagon R, Alto 800, Alto K10, Eeco, Celerio અને Ertigaને સીએનજી મોડલ્સના ઓપ્શન સાથે પણ વેચાણ કરે છે.

ગર્વમેન્ટની વાત કરીએ તો તેનું ફોકસ ઈલેક્ટ્રિત વાહનોની સંખ્યા ઝડપી વધારવા પર છે. મારુતિએ ઈલેક્ટ્રિક વાહન બનાવવાની તૈયારી રૂપે તેમને હાઈબ્રિડ ટેકનિકને તેમને પ્રમોટ પણ કરી છે. જ્યારે ઈલેક્ટ્રિક કારો માટે મારુતી સુઝુકીએ ટોયોટા મોટર્સ સાથે હાથ મિલાવ્યો છે. ટોયટા ટેકનિકલ મદદ કરશે જ્યારે સુઝુકી ભારતીય બજાર માટે વાહન બનાવશે.
First published: April 30, 2018, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading