મુંબઈ: મારુતિ સુઝુકી (Maruti Suzuki)એ નેક્સાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની આગામી કારનું એક ટીઝર જાહેર કર્યું છે. આ કારનું નામ જિમ્ની (Jimny) SUV છે. અનેક લોકો આ કારની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. કારને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે. આ ટીઝરની ટેગલાઈન છે, ‘ધીસ જસ્ટ ઈન! એક વાઈલ્ડ સાહસિક સવારીને અનેક વિસ્તારોમાંથી પસાર થતા દેખાઈ છે! સવાલ એ છે, કે આ કઈ કાર છે?’ આ ટીઝરમાં જોવા મળે છે, કે ઓફ-રોડ/રણ વિસ્તાર (Desert area) પર કારના ટાયરોના નિશાન છે. આ નિશાન જોઈને કહી શકાય કે, આવનારી કાર જિમ્ની SUV જ છે. અત્યારે કાર કંપનીઓ SUV કાર પર વધુ ધ્યાન આપી રહી છે, ત્યારે મારુતિ સુઝુકી (Maruti Suzuki) દ્વારા આ કારના લોન્ચને મહત્ત્વનું માનવામાં આવે છે.
મારુતિ સુઝુકી કંપની હરિયાણાના માનેસરમાં પ્લાન્ટમાં SUVના 3-ડોર વર્જનનું ઉત્પાદન કરે છે. આ SUV ની 3-ડોર વર્ઝનની વૈશ્વિક બજારમાં નિકાસ કરવામાં આવે છે. અત્યારે ભારતમાં જિમ્નીની લાંબી 5-ડોર એડિશન આવી શકે છે. જે તાજેતરમાં જ ડેવલપ કરવામાં આવી છે.
મહિન્દ્રા ભારતમાં પોતાની નવી જનરેશનની થાર SUV અને ગોરખાને પહેલેથી જ લોન્ચ કરવામાં આવી છે. સૂત્રો પરથી જાણવા મળ્યું છે, કે મારુતિ સુઝુકી કંપનીએ જિમ્ની SUV ને લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ ગાડી બંને હાર્ડકોર ઓફ-રોડર્સને સીધી ટક્કર આપશે. મારુતિ સુઝુકીની નવી કાર જિમ્નીના નવા ઈન્ડિયા-સ્પેક 5-ડોર LWB એડિશનનું 2022માં ભારતમાં વેચાણ કરવામાં આવે તેવી શક્યતા છે.
ઈન્ટરનેશનલ સ્પેક જિમ્નીમાં માઈલ્ડ હાઈબ્રિડ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનની ક્ષમતા 1.4 લીટર છે. ભારતમાં આવનારી કારમાં 1.5 લીટર K15B પેટ્રોલનો ઉપયોગ કરી શકે છે. કંપનીની સિયાજ, વિટારા બ્રેજા, અર્ટિગા, એક્સએલ 6 જેવી અનેક કારમાં આ એન્જિન જોવા મળે છે.
કારમાં રહેલા એન્જિનનો વધુમાં વધુ પાવર 6000 RPM પર 103 BHP છે. આટલું જ નહીં, પરંતુ કારમાં એન્જિનને 4400 RPM પર 138 NM પીક ટોર્કનું ઉત્પાદન કરવા માટે ટ્યુન કરવામાં આવ્યું છે. કારના એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ હશે. ઓપ્શનલ 4-સ્પીડ ઓટોમેટીક ટોર્ક કન્વર્ટર ટ્રાન્સમિશન પણ મળી શેકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર