કંઈક આવી છે મારુતિ સુઝુકીની ઈલેક્ટ્રિક કાર, દમદાર છે ફિચર્સ

News18 Gujarati
Updated: February 8, 2018, 1:18 PM IST
કંઈક આવી છે મારુતિ સુઝુકીની ઈલેક્ટ્રિક કાર, દમદાર છે ફિચર્સ

  • Share this:
મારુતિ સુઝુકીએ ઓટો એક્સપો 2018માં ઓલ ઈલેક્ટ્રિક કોમ્પેક્ટ SUV કોન્સેપ્ટ રજૂ કર્યો છે. આનું નામ e-Survivor છે. અહી SUV ટ્રાન્સફોર્મેશનની થીમ પર બનેલી છે. ઓટો એક્સપોમાં મારુતિ સુઝુકીનું પેવેલિયન 4,200 વર્ગ મીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. કંપની ARENA, NEXA અને મોટરસ્પોટ્સ જોનમાં 18થી વધારે વ્હીકલ ડિસ્પલે કરશે, જે એક રેકોર્ડ હશે.કોમ્પેક્ટ એસયૂવી માટે e-Survivor એક ડિઝાઈન સ્ટડી મોડલ છે, જે સુઝુકુની દમદાર 4WD હેરિટેજને આગળ લઈ જવામાં કામ કરશે. કોન્સેપ્ટ e-Survivor કેટલીક નવી ટેકનોલોજી સાથે લાવવાનું કામ કરે છે. સુઝુકી આને ફ્યુચર મોબિલિટીના ઉપયોગ કરવા ઈચ્છે છે.મારૂતિ સુઝુકીની આ SUVને ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલની દિશામાં એક મોટું પગલું ગણવામં આવી રહ્યું છે. e-Survivor એક ઓપન ટોપવાળી 2 સીટર એસયૂવી છે. આને ફ્યૂચર ઓફ રોડર ઈલેક્ટ્રિક કાર પણ કહેવામાં આવે છે.

મારૂતિ સુઝુકીની e-Survivor બધી જ રીતે ફ્યૂચર બેસ્ડ કાર છે. મારૂતિની આ કારમાં અલ્ટ્રા હાઈ ગ્રાઉન્ડ ક્લિયરેન્સ છે અને મોટા ટાયર આ કારને શાનદાર લૂક આપે છે. બે સીટવાળી આ એસયૂવીમાં ખુલ્લી છત છે. ઈલેક્ટ્રિક કારો માટે મારૂતિ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરશે.
First published: February 8, 2018, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading