Home /News /tech /Maruti Suzuki S-Cross: ત્રણ મહિનામાં શૂન્ય વેચાણ! ભારે ડિસ્કાઉન્ટ પછી પણ કોઈ લેવાલ નહીં
Maruti Suzuki S-Cross: ત્રણ મહિનામાં શૂન્ય વેચાણ! ભારે ડિસ્કાઉન્ટ પછી પણ કોઈ લેવાલ નહીં
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેની S-Cross કારને કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી હટાવી દીધી
SUV S-Cross: મારુતિએ તેની આ કારને ભારતીય બજારમાં વર્ષ 2015માં લોન્ચ કર હતી. આનું વેચાણ વર્ષ 2022માં મહિને દર મહિને ધટતુ ગયું. એપ્રિલમાં કંપનીએ 2,922 યૂનિટનું વેચાણ કર્યુ હતું, પરંતુ મે માં આ આંકડો ઘટીને 1,428 યૂનિટ રહી ગયો. જૂનમાં આ એસયૂવીના માત્ર 697 યૂનિટનું વેચાણ થયું. માત્ર જૂનનો મહિનો જ હતો, જ્યારે આ કારના ખરીદદારો મળ્યા, આ પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આ કારના એક પણ યૂનિટનું વેચાણ થયુ નહિ.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેની S-Cross કારને કંપનીની સત્તાવાર Nexa વેબસાઈટ પરથી હટાવી દીધી છે. આ કારનું વેચાણ સતત ઘટ્યા બાદ કંપનીએ તેને વેબસાઈટ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ મુજબ, ગત ત્રણ મહિનામાં આ કારના એક પણ યૂનિટનું વેચાણ થયુ નથી. મારુતિએ તેની આ કારને ભારતીય બજારમાં વર્ષ 2015માં લોન્ચ કર હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, એવી પણ ખબર છે કે, કંપની તેને હંમેશા માટે બંધ કરી રહી છે.
Nexa વેબસાઈટ પર આ કાર્સ છે
માડિયા રિપોર્ટ પ્રમાણે, મારુતિ સુઝુકી નેક્સા ડીલરશિપની સત્તાવાર વેબસાઈટ પરથી S-Crossને હટાવ્યા બાદ હવે ગ્રાન્ડ વિટારા, XL6, સિયાજ, બલેનો અને ઈગ્નિસના મોડલ દેખાઈ રહ્યા છે. S-Cross ની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. ગત ત્રણ મહિનાના આંકડા જોઈએ તો, જુલાઈ, ઓગસ્ટ, અને સપ્ટેમ્બરમાં આ કારના એક પણ યૂનિટનું વેચાણ થયુ નથી.
માંગમાં સતત ઘટાડો થયો
મારુતિ સુઝુકી તેના ગુડગાંવ કારખાના પરથી S-Crossનું ઉત્પાદન કરી રહી હતી. આનું વેચાણ વર્ષ 2022માં મહિને દર મહિને ધટતુ ગયું. એપ્રિલમાં કંપનીએ 2,922 યૂનિટનું વેચાણ કર્યુ હતું, પરંતુ મે માં આ આંકડો ઘટીને 1,428 યૂનિટ રહી ગયો. જૂનમાં આ એસયૂવીના માત્ર 697 યૂનિટનું વેચાણ થયું. માત્ર જૂનનો મહિનો જ હતો, જ્યારે આ કારના ખરીદદારો મળ્યા, આ પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આ કારના એક પણ યૂનિટનું વેચાણ થયુ નહિ.
કંપનીએ મારુતિ S-Cross ના વેચાણમાં આવેલા ઘટાડા પછી કંપનીએ આ કારનું વેચાણ વધારવા માટે ભારે ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી. કંપની 42,000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહી હતી. પરંતુ આ શાનદાર ઓફર પણ ગ્રાહકોને આ કાર તરફ આકર્ષિત અને તેનું વેચાણ વધારવામાં મદદરૂપ ન થઈ. તેનું ઉદાહરણ જુલાઈ અને ઓગસ્ટમાં તેના શૂન્ય વેચાણના રૂપમાં સામે આવ્યું.
Grand Vitaraની ભૂમિકા
મારુતિ S-Crossને બજારમા આ પ્રકારે ઉદાસીનતાનો સામને કરવો પડશે, તે અપેક્ષા મારુતિ સુઝુકીએ ક્યારેય નહિ કરી હોય. રિપોર્ટ પ્રમાણે, આ કારની માંગમાં ઘટાડો થવા પાછળ મારુતિની નવી ગ્રાન્ડ વિટારાનો હાથ માનવામાં આવી રહ્યો છે. ગ્રાંન્ડ વિટારાને લઈને બજારમાં પણ એવી જ અટકળો હતી કે તે, આ કાર મારુતિ S-Crossની જગ્યા લઈ લેશે. જો કે, કંપનીએ સત્તાવાર રૂપથી S-Crossને બજારની બહાર કરી નથી. આ કાર હજુ પણ કંપનીની વેબસાઈટ પર છે. જો કે ગ્રાન્ડ વિટારાના આવવાથી આની જે ખરાબ હાલત થઈ છે, તે પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, કંપની ક્યારેય પણ S-Crossને બજારની બહાર કરી શકે છે.
S-Cross મારુતિની લગઝરી કાર્સમાં સામેલ છે. ફીચર્સની વાત કરીએ તો, આ મિડ સાઈઝ SUV માં રેન સેન્સિંગ વાઈપર. ક્રૂઝ કંટ્રોલ, LED પ્રોજેક્ટર હેડલેમ્પની સાથે 7-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. S-Crossને યૂરો NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર એડલ્ટ પ્રોટેક્શન રેટિંગ છે. આની કિંમત 8.95 રૂપિયાથી 12.92 લાખ રૂપિયા છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર