Home /News /tech /

Maruti Suzuki ની નવી Alto K10 શાનદાર ફીચર્સ સાથે લોન્ચ થવાની તૈયારીમાં, શરુ થયું પ્રી-બુકિંગ, જાણો કિંમત

Maruti Suzuki ની નવી Alto K10 શાનદાર ફીચર્સ સાથે લોન્ચ થવાની તૈયારીમાં, શરુ થયું પ્રી-બુકિંગ, જાણો કિંમત

પ્રતિકાત્મક તસવીર

Maruti Suzuki India: મારુતિની નવી Alto K10ને 11,000 રૂપિયામાં બુક કરાવી શકાય છે. કંપની તેને આગામી 18 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે. અલ્ટો બે મોડલ 800 અને K10માં લોન્ચ થવા જઈ રહી છે અને તેના સ્પાય શોટ્સ પણ સામે આવ્યા છે.

મારુતિ સુઝુકી (Maruti Suzuki)ની નવી અલ્ટો K10 (Alto K10)નું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. તેને ખરીદવા ઈચ્છતા ગ્રાહકો શોરૂમમાં જઈને અથવા ઓનલાઈન માધ્યમથી કાર બુક કરાવી શકે છે. અલ્ટો મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti suzuki India)ના સૌથી વધુ વેચાતા મોડલ્સમાંથી એક છે.

18 ઓગસ્ટે થઇ શકે છે લોન્ચ


મારુતિની નવી Alto K10ને 11,000 રૂપિયામાં બુક કરાવી શકાય છે. કંપની તેને આગામી 18 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે. અલ્ટો બે મોડલ 800 અને K10માં લોન્ચ થવા જઈ રહી છે અને તેના સ્પાય શોટ્સ પણ સામે આવ્યા છે. અલ્ટોની સફળતાની સફર શેર કરતાં, કંપનીના વરિષ્ઠ કાર્યકારી અધિકારી (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, 4.32 મિલિયન ગ્રાહકો સાથે અલ્ટો દેશની સૌથી પ્રભાવશાળી બ્રાન્ડ છે.

આ મોડલમાં આવશે અનેક બદલાવ


મારુતિની નવી અલ્ટોનું K10 મોડલ ઘણા ફેરફારો સાથે જોવા મળે છે. તેના આઉટલુક વિશે વાત કરીએ તો, તે મારુતિની સેલેરિયો જેવી જ દેખાય છે. થોડા દિવસો પહેલા કારના એડ શૂટ દરમિયાન અલ્ટોની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં કારના પાછળના ત્રણ ક્વાર્ટર એંગલનો અસ્પષ્ટ ફોટો દેખાય છે. પરંતુ, તેને જોતા એવું કહી શકાય કે નવી અલ્ટો 2021ના અંતમાં લોન્ચ થયેલી સેકન્ડ-જનરેશન સેલેરિયો જેવી જ છે.

સેલેરિયોના અનેક ફીચર્સ જોવા મળશે


ટેલ લેમ્પ્સ અને પાછળની વિન્ડસ્ક્રીન અને સી-પિલર સ્પષ્ટ સંકેતો આપે છે કે નવી Alto K10માં Celerioની ઘણી સુવિધાઓ મળશે. આ તસવીરો આવ્યા બાદ એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નવી મારુતિ અલ્ટો વર્તમાન જનરેશનની અલ્ટો કરતાં થોડી મોટી હશે. નેક્સ્ટ જનરેશન અલ્ટો વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેની બૂટ સ્પેસ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ વધારે હોવાની આશા છે. BS6 ઉત્સર્જન ધોરણોના અમલીકરણ પછી મારુતિએ એપ્રિલ 2020 માં Alto K10 બંધ કરી દીધી હતી.

એન્જીનથી લઇને ડિઝાઇન સુધીમાં બદલાવ


મારુતિ સુઝુકી ઈન્ડિયા દ્વારા અલ્ટોના થર્ડ જનરેશન મોડલનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. કારની લીક થયેલી તસવીરોમાં ટેસ્ટિંગ દરમિયાન તેની ઝલક પણ મળી છે. જે સ્પષ્ટ કરે છે કે નવી અલ્ટોમાં એન્જિનથી લઈને તેની ડિઝાઈનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. નવી અલ્ટો મોડ્યુલર હાર્ટટેક પ્લેટફોર્મ પર આધારિત છે. Celerio અને WagonR પણ આ પ્લેટફોર્મ સાથે માર્કેટમાં હાજર છે.

આ પણ વાંચોઃ-WhatsApp ચેટને રાખવા માંગો છો સુરક્ષિત, તો ચેટને લોક કરવાનો આ છે શ્રેષ્ઠ રસ્તો

બંપરની નવી ડિઝાઇન દેખાશે


જોકે દેખાવની બાબતમાં નવી અલ્ટો જૂના મોડલ જેવી જ હશે. પરંતુ લીક થયેલી તસવીરો જોતા બમ્પરને નવી ડિઝાઇન આપવામાં આવી છે. આ ફેરફાર કારના લુકમાં ફેરફાર હશે. નવી કેબિન સાથે, તેને પાછળના ભાગમાં અપડેટેડ હેડલેમ્પ્સ અને રિયરમાં સ્ક્વેર-ઈશ ટેઈલ લેમ્પ મળશે. આ ઉપરાંત, અલ્ટોમાં ફ્લૅપ-પ્રકારના દરવાજાના હેન્ડલ્સ અને પાવર-સંચાલિત બ્લેક ORVM તેમજ મોટી રેડિયેટર ગ્રિલ પણ મળશે.

આ પણ વાંચોઃ-Tataએ Tigor CNGનું સૌથી સસ્તું વેરિઅન્ટ કર્યું લોન્ચ, માઈલેજ પણ જબરદસ્ત

બે એન્જીન ઓપ્શન


હવે આગળના ફીચરની વાત કરીએ તો નવી અલ્ટોમાં બે એન્જિન ઓપ્શન મળી શકે છે. તે નવા 1.0L ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ થવાની આશા છે. જે 67hpનો પાવર અને 89Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય અલ્ટો પહેલાથી અસ્તિત્વમાં રહેલા 796cc પેટ્રોલ યુનિટ સાથે આવી શકે છે, જે 47hp પાવર અને 69Nm મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. ઈન્ટિરિયર્સ, મોટી ટચસ્ક્રીન સિસ્ટમ, એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે, આઈડલ સ્ટાર્ટ/સ્ટોપ જેવા ફીચર્સ સામેલ હશે.
Published by:ankit patel
First published:

Tags: Maruti suzuki

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन