Home /News /tech /

Maruti Suzuki Ertiga Launched: મારુતિ સુઝુકી અર્ટિગા ફેસલિફ્ટની કિંમત અને ફીચર્સ અહી જાણો

Maruti Suzuki Ertiga Launched: મારુતિ સુઝુકી અર્ટિગા ફેસલિફ્ટની કિંમત અને ફીચર્સ અહી જાણો

મારૂતિ સુઝૂકી અર્ટિગા

Maruti Suzuki Ertiga : અર્ટિગા ફેસલિફ્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન ઓપ્શન સાથે 20.51 kmplની માઇલેજ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 20.30 kmplvr માઇલેજ આપશે.

    મારુતિ સુઝુકી દ્રારા અર્ટિગા ફેસલિફ્ટને ભારતમાં (Maruti Suzuki Ertiga Launched in India) લોન્ચ કરાઇ છે. તેની કિમત (Maruti Suzuki Ertiga Price) 8.35 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 2022 મારુતિ સુઝુકી અર્ટિગા પેટ્રોલ અને સીએનજી (CNG) બંને વિકલ્પોમાં આવશે અને ટોપ-સ્પેક વેરિઅન્ટની કિંમત 12.79 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. તો ચાલો નવી મારુતિ સુઝુકી અર્ટિગા (તમામ કિંમતો, એક્સ-શોરૂમ)ની વેરિઅન્ટ-વાઇઝ કિંમતો વિશે જાણીએ.

    મારુતિ અર્ટિગા LXi 8.35 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા VXi: 9.49 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા VXi CNG 10.44 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા VXi AT: 10.99 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા ZXi: 10.59 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા ZXi CNG: 11.54 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા ZXi AT: 12.09 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા ZXi+: 11.29 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા ZXi+ AT: 12.79 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા ટૂર M: 9.46 લાખ રૂપિયા

    મારુતિ અર્ટિગા ટૂર M CNG: 10.41 લાખ રૂપિયા

    એન્જીન

    મારુતિ સુઝુકી અર્ટિગામાં માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે અપડેટેડ 1.5-લિટર પેટ્રોલ એન્જિન છે, જેને નવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આપવામાં આવ્યું છે, જે પેડલ શિફ્ટર્સ સાથે પણ આવે છે. આ એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી સાથે આવે છે અને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની ચોઇસ પણ ઉપલબ્ધ છે. તે 103 હોર્સપાવર અને 136.8 એનએમ ટોર્ક જનરેટ કરે છે અને મારુતિ સુઝુકીના જણાવ્યા અનુસાર, અર્ટિગા ફેસલિફ્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન ઓપ્શન સાથે 20.51 kmplની માઇલેજ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 20.30 kmplvr માઇલેજ આપશે.

    આ એન્જિનમાં સીએનજી ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. જેમાં સીએનજી પર ચાલતી વખતે 87 hp અને 121.5 nm ટોર્ક અને પેટ્રોલ પર ચાલતી વખતે 100 hp અને 136 nm ટોર્ક જનરેટ કરે છે. મારુતિ સુઝુકી 26.1 કિમી પ્રતિ કિલોની માઇલેજનો દાવો કરે છે.

    ડિઝાઇન

    ડિઝાઇન અપડેટ્સની વાત કરીએ તો કારમાં અપડેટેડ ફ્રન્ટ ગ્રિલ, સાઇડમાં નવા ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ અને બૂટના લિડ પર ક્રોમ એલિમેન્ટ આપવામાં આવ્યું છે. ઇન્ટિરીયરમાં ડેશ પર ફોક્સ-વુડ ડિઝાઇન એલિમેન્ટ ઉમેરવાની સાથે નવી ડ્યુઅલ-ટોન સીટ અપહોલ્સ્ટ્રી પણ છે. તમે બે નવા કલર ઓપ્શન સ્પ્લેન્ડિડ સિલ્વર અને ડિગ્નિટી બ્રાઉનમાંથી પસંદ કરી શકો છો.

    તેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે (વાયર્ડ) સપોર્ટ સાથે 7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 એરબેગ્સ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ક્રુઝ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિકલી સંચાલિત આઉટસાઇડ રિયરવ્યુ મિરર્સ, ટોપ-સ્પેક વેરિઅન્ટ માટે ત્રણેય રો માટે એસી વેન્ટ્સ જેવા ફીચર્સ આવશે.

    આ પણ વાંચોPPF Account Holders: PPFમાંથી સમય કરતાં પહેલા પૈસા ઉપાડવા છે? તો જાણી લો આ 5 નિયમો

    મારુતિ સુઝુકી અર્ટિગાનું બુકિંગ 11,000 રૂપિયાની રકમથી કરી શકાય છે અને કંપની અપડેટેડ મારુતિ સુઝુકી XL6ને ભારતમાં પણ લોન્ચ કરશે. જે મારુતિ સુઝુકી અર્ટિગાનું વધુ પ્રીમિયમ વર્ઝન છે.
    First published:

    Tags: Gujarati tech news, Maruti, Maruti Suziki, Maruti Suzuki Cars

    આગામી સમાચાર