Maruti Suzuki Discount Offer: આ મહિનો મારુતિ સુઝુકી કાર (Maruti Suzuki Car) ઘરે લાવવાનો સૌથી સારો સમય હોઈ શકે છે, કારણ કે, જાપાની ઓટો નિર્માતા તેની કાર પર શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ નેક્સા અને એરિના બંને ડીલરશિપ પર મળી રહ્યું છે.
આ ઓફર એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ બેનિફિટ્સ અને કૅશ ડિસ્કાઉન્ટના રૂપમાં છે. આવો જાણીએ કે એરિના શોરૂમથી મારુતિ સુઝુકી કાર ખરીદવા પર તમે આ મહિને શું લાભ મેળવી શકો છો.
Swift પર મળી રહ્યું છે 21,000 રૂ. ડિસ્કાઉન્ટ
ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી હેચબેકમાંથી એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ એમટી છે. આ મહિને તે ખરીદવા પર 21,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટમાં 10,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર, 8,000 રૂપિયાનું કૅશ ડિસ્કાઉન્ટ અને 3,000 રૂપિયાની કોર્પોરેટ ઓફર સામેલ છે.
Alto 800નું પેટ્રોલ અને સ્ટાન્ડર્ડ વેરિયન્ટ પણ આ મહિને 21,000 રૂપિયા સુધી સસ્તામાં ખરીદી શકાય છે. એરિના શોરૂમ 8,000 રૂપિયાનું કૅશ ડિસ્કાઉન્ટ, 3,000 રૂપિયાની કોર્પોરેટ ઓફર અને કાર સાથે 15,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપી રહ્યું છે.
DZire પર 23 હજારની છૂટ
મારુતિની અફોર્ડેબલ સેડાન ડિઝાયર એમટી પણ આ મહિને 23,000 રૂપિયા સુધીની છૂટ સાથે આવી રહી છે. ગ્રાહક આ ડિસ્કાઉન્ટ ઓફરમાં 3,000 રૂપિયાના કોર્પોરેટ બેનિફિટ સાથે 10,000 રૂપિયાના કૅશ ડિસ્કાઉન્ટનો લાભ પણ ઉઠાવી શકે છે. મારુતિ સુઝુકીની મિની એસયુવી એસ-પ્રેસો એમટી ખરીદવા પર તમે 28,000 રૂપિયા બચાવી શકો છો. એરિના શોરૂમ 15,000 રૂપિયાનું કૅશ ડિસ્કાઉન્ટ, 3,000 રૂપિયાનું કોર્પોરેટ બોનસ અને 10,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપી રહ્યું છે.
મારુતિ સુઝુકી વેગન આર સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. મેમાં આ વ્હીકલ સસ્તું પણ થઈ જાય છે. WagonR 1.0-લિટરને 38,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે, જ્યારે કારના 1.2-લિટર વેરિયન્ટને 18,000 રૂપિયા સુધીની ઑફર સાથે ખરીદી શકાય છે. આ દરમિયાન, તમે સેલેરિયો ખરીદવા પર 33,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ 10,000 રૂપિયાના એક્સચેન્જ બોનસ, 3,000 રૂપિયાના કોર્પોરેટ લાભ અને 20,000 રૂપિયાના કૅશ ડિસ્કાઉન્ટના રૂપમાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર