કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari)એ જાન્યુઆરીમાં ભારતમાં ઓટો ઉત્પાદકો માટે તેમના તમામ નવા પેસેન્જર વાહનોમાં છ એરબેગ (Airbags) ફરજિયાત બનાવવા માટેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. વધેલી સુરક્ષા (Safety)ને કારણે સરકારનો આ નિર્ણય કાર ખરીદનારાઓને ઘણો પસંદ આવ્યો. પરંતુ, કેટલાક કાર નિર્માતાઓને આ નિર્ણય પસંદ આવ્યો નથી. તેઓ માને છે કે પેસેન્જર કારમાં છ એરબેગ ફરજિયાત બનાવવાથી વાહનની કિંમતમાં વધારો થશે અને જેની સીધી અસર તેમના વેચાણ પર પડશે.
મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવના જણાવ્યા મુજબ, આવા પગલાથી ઓછી કિંમતની કારના વેચાણને નુકસાન થશે અને પહેલેથી જ ઊંચી કિંમતો સામે ઝઝૂમી રહેલી કંપનીઓ પર ઘણું દબાણ આવશે.
એટલા માટે નાની કાર બંધ થઈ શકે છે
ભાર્ગવને ભય હતો કે રોગચાળાને કારણે નાના વાહનોના વેચાણમાં ઘટાડો ચાલુ રહેશે, જ્યારે મોટા, મોંઘા વાહનોની માંગ વધશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં ભાર્ગવે જણાવ્યું હતું કે નાની કાર ઓટોમેકર માટે વધુ નફો કરતી નથી અને ભારતની સૌથી મોટી કાર નિર્માતા નાની કાર અવ્યવહારુ બને તો તેને બંધ કરવામાં અચકાશે નહીં.
નાની કારની કિંમત આટલી વધી જશે
આશરે 3 મિલિયન યુનિટના વાર્ષિક વેચાણ સાથે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું વાહન બજાર છે. મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી વાહન ઉત્પાદક કંપની છે. દેશમાં મોટાભાગની કાર 4 લાખથી 7 લાખ રૂપિયાના સેગમેન્ટમાં વેચાય છે. તેમાંથી હેચબેક કારની સંખ્યા સૌથી વધુ છે. ઓટો માર્કેટ ડેટા પ્રોવાઈડર JATO Dynamics અનુસાર, તમામ કારમાં ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર એરબેગ્સ આપવાનું પહેલાથી જ ફરજિયાત છે અને અન્ય ચાર એરબેગ્સ ઉમેરવાથી કિંમતમાં રૂ. 17,600નો વધારો થશે.
શું કાર વધુ ભાવે વેચાશે?
JATOના ભારતના પ્રમુખ રવિ ભાટિયાએ જણાવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં કિંમત વધુ પણ હોઈ શકે છે, કારણ કે કંપનીઓએ વધારાની એરબેગ્સને સમાવવા માટે કારની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવો પડશે. તેમણે કહ્યું કે, "કંપનીઓએ નિર્ણય લેવાની જરૂર પડશે કે ફેરફારો કરવા માટે તે શક્ય છે કે કેમ અને શું મોડલ ઊંચી કિંમતે વેચશે."
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર