Home /News /tech /Maruti Suzuki ફરી એક વખત વધાર્યા કારનાં ભાવ, અહીં જાણો કેટલો થયો વધારો
Maruti Suzuki ફરી એક વખત વધાર્યા કારનાં ભાવ, અહીં જાણો કેટલો થયો વધારો
મારુતી સુઝુકી
Maruti Suzuki: મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આ વર્ષે ત્રીજી વાર ભાવ વધાર્યો છે. તેણે અગાઉ જાન્યુઆરી અને એપ્રિલમાં એકંદરે ભાવમાં લગભગ 3.5 ટકાનો વધારો કર્યો હતો. કંપની અત્યારે એન્ટ્રી લેવલ હેચબેક અલ્ટોથી લઈને એસ-ક્રોસ સુધીના અનેક મોડેલ્સ વેચે છે
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ (Maruti Suzuki India) સેલેરિયો (celerio car) સિવાયના તમામ પેસેન્જર વાહનોના ભાવમાં તાત્કાલિક અસરથી 1.9 ટકા સુધીનો વધારો કર્યો હોવાનું જાણવા મળે છે. કંપનીએ નોટિસમાં જણાવ્યું છે કે, તેણે વિવિધ ઇનપુટ ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. પેસેન્જર વાહનોના એક્સ શોરૂમ ભાવમાં સરેરાશ 1.9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આ વર્ષે ત્રીજી વાર ભાવ વધાર્યો છે. તેણે અગાઉ જાન્યુઆરી અને એપ્રિલમાં એકંદરે ભાવમાં લગભગ 3.5 ટકાનો વધારો કર્યો હતો. કંપની અત્યારે એન્ટ્રી લેવલ હેચબેક અલ્ટોથી લઈને એસ-ક્રોસ સુધીના અનેક મોડેલ્સ વેચે છે. જેની કિંમત અનુક્રમે 2.99 લાખથી 12.39 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) જેટલી છે. ગયા મહિને કંપનીએ કહ્યું હતું કે, ભાવ વધારવા આવશ્યક છે. માલની વધતી કિંમતો વચ્ચે પોતાનો નફો બચાવવો પડે છે.
આ બાબતે મારુતિ સુઝુકી ઇન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું હતું કે, માલની ઊંચી કિંમતની અસર દૂર કરવા માટે કંપની પાસે ભાવ વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું હતું કે, સ્ટીલના ભાવ ગયા વર્ષેની કિલોદીઠ રૂ. 38ની સરખામણીએ આ વર્ષે આ વર્ષે મે-જૂનમાં કિલોદીઠ રૂ. 65 થયા છે. તાંબાના ભાવ પણ 5,200 ડોલર પ્રતિ ટનથી બમણા થઈને 10,000 ડોલર પ્રતિ ટન થઈ ગયા છે અને છેલ્લા એક વર્ષમાં રોડિયમ અને પેલેડિયમના ભાવમાં પણ અનેકગણો વધારો થયો છે. તેથી જ વાહનોની કિંમત સતત વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કાચા માલમાં ભાવમાં વધારા સાથે દેશના ઓટો સેક્ટરને સેમિકન્ડક્ટર્સની અછતનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જેના કારણે મારુતિ સુઝુકી અને મહિન્દ્રા જેવી કંપનીઓએ થોડા દિવસો માટે પોતાનું ઉત્પાદન બંધ કરી દીધું છે. સેમિકન્ડક્ટર એ આજે વાહનોમાં વપરાતી મહત્વની વસ્તુ છે. જે મલેશિયામાંથી આયાત કરવામાં આવે છે. મલેશિયા સૌથી મોટો ચિપ સપ્લાયર દેશ છે. પરંતુ લોકડાઉનને કારણે ત્યાં તકલીફ ઊભી થઈ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર