ફેસબુક (Facebook)ના સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)ની એક ઑડિયો ક્લિપ લીક થઈ છે. ઑડિયોથી જાણી શકાય છે કે તેઓ ચાઇનીઝ વીડિયો શૅરિંગ પ્લેટફોર્મ ટિકટોક (TikTok)ને ઇન્સ્ટાગ્રામ (Instagram)થી સારું માને છે. સૌથી પહેલા The Vergeએ ઑડિયો ફાઇલની સાથે ટેક્સ્ટને પોસ્ટ કરી. ઇન્ટરનલ મીટિંગ દરમિયાન ઝકરબર્ગે કહ્યુ કે ટિકટોક ઘણું સારું કરી રહ્યું છે ખાસ કરીને ભારતમાં, જ્યાં એવું લાગે છે કે તે ઇન્સ્ટાગ્રામથી પણ આગ જતું રહ્યું છે.
ખાસ વાત એ છે કે માર્ક ઝકરબર્ગે પોતે પણ આ લિંકને પોતાના ફેસબુક વૉલ પર શેર કરતાં કહ્યુ કે, જોકે, આ ઇન્ટરનલ મેટર છે પરંતુ હવે તે બહાર આવી ચૂકી છે તો તમે પણ જોઈ શકો છો કે હું શું વિચારું છું અને અમારા કર્મચારીઓને શું કહ્યું છું. આ ટ્રાન્સક્રિપ્ટમાં લિબ્રા, ટિકટોક અને વિરોધીઓ વિશે ઝકરબર્ગના તમામ વિચાર જાહેર થઈ ગયા છે.
આ મીટિંગમાં જ્યારે ટિકટોક વિશે ઝકરબર્ગે સ્વીકાર્યુ કે તે સાચે જ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને અમેરિકામાં પણ તેના સારા પર્ફોમ કરવાની શક્યતા છે. ત્યારબાદ તેઓએ ટિકટોકને ટિકટોક ટેબ સાથે સરખાવ્યું. તેઓએ એમ પણ કહ્યુ કે, ફેસબુકની પાસે લાસો (Lasso) નામની ઍપ છે જે મૅક્સિકો જેવા દેશોમાં તેને ટેસ્ટ કરવામાં આવશે કે શું આ દેશોમાં ટિકટોક જેવા દેશો સાથે મુકાબલો કરી શકે છે કે નહીં.
નોંધનીય છે કે, ભારતમાં ટિકટોકના લગભગ 12 કરોડ મંથલી એક્ટિવ યૂઝર્સ છે જ્યારે ટિકટોકના 7 કરોડ યૂઝર્સ છે. જોકે, ફેસબુકે હજુ સુધી બિલકુલ સ્પષ્ટપણે તેનો ખુલાસો નથી કર્યો. જોકે, તેઓએ એમ પણ કહ્યુ કે ટિકટોક વધી તો રહ્યું છે પરંતુ તેઓ પ્રમોશન માટે પણ ઘણા પૈસા ખર્ચી રહ્યા છે. તેમના મુજબ, જ્યારે કંપની આ પૈસા ખર્ચ કરવાનું બંધ કરી દેશે, તેવું જ કસ્ટમર ઘટવાના શરૂ થઈ જશે.