Home /News /tech /PUBG New Stateમાં આવી અનેક સમસ્યાઓ, અચાનક અનેક લોકોના એકાઉન્ટ થયા બ્લોક
PUBG New Stateમાં આવી અનેક સમસ્યાઓ, અચાનક અનેક લોકોના એકાઉન્ટ થયા બ્લોક
PUBG New Stateમાં આવી અનેક સમસ્યાઓ. (ફાઈલ તસવીર)
PUBG: New State ટીમે 25 નવેમ્બરના રોજ ટૂંકા સમય માટે PUBG ન્યૂ સ્ટેટ અંગે ઈમરજન્સી મેન્ટેનેંસ જાહેર કરવાની હતી. તેની પાછળનું કારણ એક બગ હતું જેમાં અમુક એકાઉન્ટ્સમાં ભૂલથી ઇન-ગેમ વસ્તુઓ દેખાવાનો દાવો કરવામાં આવ્યો હતો.
PUBG New State બગની સમસ્યાને દૂર કરવા માટે ગુરુવારે મેન્ટેનેંસ બ્રેક લીધો હતો. આ બગને કારણે કેટલાક એકાઉન્ટ્સ આકસ્મિક રીતે ઇન-ગેમ આઇટમ્સ મેળવી શકે છે. ડેવલપર ક્રાફ્ટને માહિતી આપી છે કે, જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી આ બગથી પ્રભાવિત થઈ રહેલા એકાઉન્ટ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત એકાઉન્ટ ધરાવતા ખેલાડીઓને વળતર તરીકે કેટલાક રિવોર્ડ્સ પણ આપવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં PUBG ન્યૂ સ્ટેટમાં ફરજિયાત અપડેટ મળ્યું હતું થયું છે જે ગેમની એન્ટિ-ચીટ સિસ્ટમને મજબૂત બનાવે છે. હવે, ટીમ માટે ગેમમાં હેકર્સને શોધવાનું સરળ બનશે.
એક પ્રકાશનમાં Kraftonને જાહેરાત કરી છે કે, ટીમ 25 નવેમ્બરના રોજ ટૂંકા સમય માટે PUBG: ન્યૂ સ્ટેટ પર ઈમરજન્સી લગાવવામાં આવી હતી. તેની પાછળનું કારણ એક બગ હતું જેમાં "ચોક્કસ એકાઉન્ટ્સ દ્વારા ભૂલથી ઇન-ગેમ વસ્તુઓનો દાવો કરવામાં આવ્યો છે." Krafton એ પણ જાણ કરી છે કે, જ્યાં સુધી બગ ઠીક ન થાય ત્યાં સુધી આ બગથી પ્રભાવિત એકાઉન્ટ્સની ઍક્સેસને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે.
એવા ખેલાડીઓ કે જેઓ આ બગથી પ્રભાવિત થયા છે અને જેમના એકાઉન્ટ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેઓને એકવાર બગ ફિક્સ થઈ ગયા પછી ઍક્સેસ મેળી જશે. PUBG: ન્યૂ સ્ટેટ આ બધા એકાઉન્ટ્સની ઍક્સેસ મેળવ્યા પછી તેમને અલગથી રિવોર્ડ્સ પણ આપવામાં આવશે.
Krafton તેના નિવેદનમાં, કહ્યું, કે, "અમે આ મુદ્દાથી પ્રભાવિત તમામ લોકો અને ખાસ કરીને જેમના એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે તેમની માફી માંગીએ છીએ."
મહત્વનું છે કે, અઠવાડિયાની શરૂઆતમાં, PUBG:ન્યૂ સ્ટેટને ફરજિયાત અપડેટ મળ્યું હતું. જે ગેમમાં હેકર ડિટેક્શન સિસ્ટમમાં સુધારાઓ લાવવા માટે આપવામાં આવ્યું હતું. આ અપડેટ ઇન્સ્ટોલ કરવું ફરજિયાત હતું. હવે, ગેમની એન્ટી ચીટીંગ સિસ્ટમ પહેલા કરતા વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ અપડેટ હાલમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ માટે રિલીઝ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ અપડેટ iOS માટે પણ રિલીઝ કરવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર