મુંબઈ: ભારતમાં મોટી કારની માંગ (Big cars demand) વધી છે. મોટો પરિવાર ધરાવતા લોકો 6 સીટર અથવા 7 સીટર MPV લેવાની ઈચ્છા રાખે છે. જેમાં 6-7 લોકો આરામથી બેસી શકે છે. જો તમે પણ 6-7 સીટવાળી મોટી ફેમિલી કાર (Family car) ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસો રાહ જુઓ. કિયા (Kia), હ્યુન્ડાઈ (Hyundai), મહિન્દ્રા (Mahindra) સહિતની કંપનીઓ 7 સીટર કાર લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં કેટલાક ફેસલિફ્ટ મોડેલ (Facelift model) હશે તો કેટલીક નવી કાર રહેશે. બજારમાં ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહેલી 7 સીટર કાર (7 seater cars) અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
મારુતિ સુઝુકી (Maruti Suzuki)
ભારતમાં સૌથી વધુ કાર વેચતી કંપની મારુતિ સુઝુકી ટૂંક સમયમાં XL6 MPVનું 7 સીટર વેરિએન્ટ લોન્ચ કરવાની છે. આ કાર સુઝુકી XL7 નામથી ઇન્ડોનેશિયાના માર્કેટમાં વેચાય છે. આ કાર ભારતમાં એક સરસ દેખાવ અને સુવિધાઓ સાથે આવવાની તૈયારીમાં છે.
કિયા (Kia)
કિયા નવી MPV વિકસાવી રહી છે. જેનું કોડનેમ 'KY' છે, જેનું વેચાણ ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થવાની સંભાવના છે. આ મોડેલ સેલ્ટોસ જેવા જ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે, પરંતુ વધારાની સીટ ફિટ કરવા માટે કેટલાક ફેરફાર કરવામાં આવશે. અટકળો મુજબ, KY 1.5-લિટર NA પેટ્રોલ અને 1.5-લિટર ટર્બો-ડીઝલ એન્જિન સાથે આવી શકે છે.
હ્યુન્ડાઈ (Hyundai)
હ્યુન્ડાઈ ભારતીય બજારમાં મારુતિ સુઝુકીની એર્ટિગાને ટક્કર આપવા માટે મિડ-સાઇઝ MPV વિકસાવી રહી છે. MPVનું નામ 'Stargazer' રાખવામાં આવ્યું હોવાની અટકળો છે. આ MPV ખાસ કરીને રશિયા, ભારત, ઇન્ડોનેશિયા જેવી વિકસતી બજારો માટે વિકસાવવામાં આવી છે. આ કાર Kia KYના આર્કિટેક્ચર પર આધારિત હશે.
મહિન્દ્રા (Mahindra)
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સ્કોર્પિયો ઘરે ઘરે જાણીતું નામ છે. ઘણા વર્ષોથી આ કાર બજારમાં વેચાઈ રહી છે. મહિન્દ્રા માટે આ મોડેલ એકંદરે એવરગ્રીન કહી શકાય છે. આ દરમિયાન હવે કંપની સ્કોર્પિયોના નેક્સ્ટ જનરેશન મોડલ પર કામ કરી રહી છે. આ SUV ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત સામે આવી ચૂકી છે. અહેવાલો મુજબ નવી મહિન્દ્રા સ્કોર્પિયોને વર્ટિકલ સ્ટેક્ડ હેડલાઇટ્સનો સેટ મળશે અને બ્રેક લાઇટ અને ટર્ન ઇન્ડિકેટર સાથે માઇન યુનિટ પણ હોઈ શકે છે.
આ ઉપરાંત શાર્ક-ફિન એન્ટેના, હાઈ-માઉન્ટેડ સ્ટોપ લેમ્પ સાથે ઇન્ટિગ્રેટેડ સ્પોઇલર, રિફ્લેક્ટર્સ સાથે નવું રિયર બમ્પર, ટેલગેટ-માઉન્ટેડ નંબર પ્લેટ રિસેસ, મલ્ટિ-સ્પોક એલોય વ્હીલ્સ અને એ-પિલર માઉન્ટેડ ORVM પણ મળી શકે છે. નવી મહિન્દ્રા સ્કોર્પિયો 2.0 લિટરના mStallion ટર્બો-પેટ્રોલ એન્જિન અને 2.2-લિટર mHawk ડીઝલ એન્જિન સાથે મળી શકે છે.
જીપ (Jeep)
અમેરિકાની કંપની જીપ પણ ભારતીય બજારમાં 7 સીટર SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તાજેતરમાં જ વૈશ્વિક બજારમાં તેની SUV કમાન્ડર તરીકે રજૂ કરી હતી. પરંતુ તેને ભારતીય બજારમાં Meridian નામથી રજૂ કરવામાં આવશે. તેમાં 2.0 લિટર ક્ષમતાનું મલ્ટિજેટ ડીઝલ એન્જિન હશે. જે 200 PS પાવર ઉત્પન્ન કરી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર