ટ્વિટર પર કેરીના લીધે ગણિતના ટ્યૂશન શરૂ થઈ ગયા, લોકોએ સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ

ટ્વિટર પર કેરીના લીધે ગણિતના ટ્યૂશન શરૂ થઈ ગયા, લોકોએ સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ
ટ્વિટર પર શરૂ થયા મેથ ક્લાસ, લોકોએ શેર કર્યા તેમના અનુભવ

આ ટ્વિટ ગણિતના પ્રોબ્લેમ્સ યાદ અપાવે છે, કે ગણિતમાં હંમેશા મોટી માત્રામાં જ કેમ વસ્તુઓ ખરીદવામાં આવે છે. ટ્વિટર પર ગણિતની સમસ્યા શેર કરતા લોકોએ સહેજ પણ સંકોચ નથી કર્યો

 • Share this:
  કેરીની સીઝન આવી ગઈ છે. ગણિતનો પ્રોબ્લેમ સોલ્વ કર્યા વગર આ સ્વાદિષ્ટ ફળ કે જે ફળોનો રાજા છે, તેવા ફળ કેરીનો આનંદ કેવી રીતે લેવો? અત્યારે હાલમાં ટ્વિટર એક ઓપન ગણિતનો ક્લાસ બની ગયું છે. ટ્વિટર યૂઝર કેરી અને ગણિતની પ્રોબ્લેમને માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. ઘણા લોકોને શાળામાં ગણિતના નામથી જ ડર લાગતો હતો. જે લોકોને ગણિત વિષય સહેજ પણ નહોતો ગમતો તે લોકો આ ટ્વિટ પર હસી રહ્યા છે. આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટને અનેક રિએક્શન મળી રહ્યા છે.

  ટ્વિટર યૂઝર સેલીએ એક પોસ્ટ શેર કરી છે, તેમાં લખ્યું છે કે તેના પિતા 15 કેરી લાવ્યા અને મમ્મીને જાણ ન કરી, તો મમ્મી બહાર ગઈ અને 10 કેરી લેતી આવી. સેલીએ વધુમાં જણાવ્યું કે તેમને ગણિત આવડતું નથી. આ ટ્વિટ વાયરલ થયું છે, જેને 2.6 લાખ લાઈક મળી છે અને 25000 કરતા વઘુ રિટ્વિટ કરવામાં આવી છે. આ ટ્વિટ પર અનેક લોકોએ કમેન્ટ પણ કરી છે.  લોકો આ પ્રકારની પોસ્ટ કરી રહ્યા છે અને તેમના અનુભવ પણ શેર કરે છે. આટલા બધા ફ્રુટનું શું કરવું તેવું પણ પૂછી રહ્યા છે. ટ્વિટ પર આપવામાં આવેલ તમામ રિસ્પોન્સ તમારો દિવસ સરસ બનાવી દેશે.

  આ ટ્વિટ ગણિતના પ્રોબ્લેમ્સ યાદ અપાવે છે, કે ગણિતમાં હંમેશા મોટી માત્રામાં જ કેમ વસ્તુઓ ખરીદવામાં આવે છે. ટ્વિટર પર ગણિતની સમસ્યા શેર કરતા લોકોએ સહેજ પણ સંકોચ નથી કર્યો અને કેરી અને ગણિતની સમસ્યા શેર કરી રહ્યા છે. કોઈપણ પ્રકારે એમ કહી શકાય કે અત્યાર સુધીમાં ટ્વિટર પર આ ગણિતનો ક્લાસ ખૂબ જ એન્ટરટેઈનિંગ હતો. સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, પરંતુ આ જોઈને ખુશી થાય છે કે લોકોએ તેમનું હ્યુમર નથી ગુમાવ્યું અને ખુલીને હસી રહ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:May 14, 2021, 09:54 am

  ટૉપ ન્યૂઝ