Home /News /tech /gadgets news: ફોન અનલોક કરીને આ વ્યક્તિએ કરી કરોડોની કમાણી! આવું હતું તેનું કારસ્તાન

gadgets news: ફોન અનલોક કરીને આ વ્યક્તિએ કરી કરોડોની કમાણી! આવું હતું તેનું કારસ્તાન

આ ભેજાબાજના કારસ્તાન જાણીને તમને થશે આવા લોકો પણ છે!

જો અમે તમને કહીએ કે એક વ્યક્તિએ મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર લોક ધરાવતા ફોનનો ઉપયોગ કરીને 2.5 કરોડ ડોલર એટલે કે લગભગ 198.41 કરોડ રુપિયાની કમાણી કરી છે તો તમને વિશ્વાસ નહીં આવે. તમને જણાવી દઈએ કે એક સમયે આપણે ત્યાં એવા ફોન મળતા હતા કે જેમાં બીજી કંપનીનું સીમ કાર્ડ ન ચાલે વિદેશોમાં હજુ પણ આવા ફોન આવે છે.

વધુ જુઓ ...
    પાસવર્ડ હેક થવો તે કોઈ મોટી વાત નથી. ઘણી વાર પાસવર્ડ હેક થવાની ખબર સાંભળવા મળે છે. તમે કેરિયર લોક અંગે સાંભળ્યું હશે. આ પ્રકારના લોક પહેલા ખૂબ જ આવતા હતા. આ લોક રિલાયન્સના ફોનમાં જોવા મળતા હતા. આ પ્રકારના ફોનમાં બીજી કંપનીઓના સીમ કાર્ડ ચાલતા નહોતા. હવે તો આવા ફોન ખૂબ જ ઓછા જોવા મળે છે. પણ બહારના દેશમાં આ પ્રકારના ફોનનું ચલણ છે. ત્યારે આ પ્રકારના ફોનનો ઉપયોગ કરીને એક વ્યક્તિએ 2.5 કરોડ ડોલર (198.41 કરોડ) ની કમાણી કરી છે.

    આ વાત એકદમ સાચી છે. આ વ્યક્તિએ એક ફોનનું લોક ખોલીને આટલા પૈસાની કમાણી કરી છે. અમેરિકાના કેલિફોર્નિયાનો આ કિસ્સો છે. અર્ગિશ્ટી ખુદાવરધાણ (Argishti Khudaverdyan) નામના વ્યક્તિ પર આરોપ મુકવામાં આવ્યો છે કે, આ વ્યક્તિ પાસવર્ડ ચોરી કરીને લાખો ડોલર કમાતો હતો. આ વ્યક્તિની ઉંમર 44 વર્ષ છે. આ વ્યક્તિએ T-Mobile ની સિસ્ટમ હેક કરીને યૂઝર્સના ફોન અનલોક કર્યા હોવાનું સામે આવ્યું છે.

    શું મોબાઇલમાં રહેલી Mosquito Killer Apps થી મચ્છર ભાગે છે? જાણો શું છે હકીકત

    અમેરિકાના બજારમાં આ પ્રકારના ડિવાઈસ મળે છે. તેમાં માત્ર એક જ સીમ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, બીજી કંપનીનું સીમ કાર્ડ ઉપયોગ કરી શકાતું નથી. T-Mobile કંપની આ પ્રકારના ફોનનું વેચાણ કરે છે.

    આરોપી T-Mobileના સ્ટોરનો માલિક છે. આ સ્ટોર લોસ એન્જેલસના ઈગલ રોક એરિયામાં આવેલ છે. રિપોર્ટ્સ અનુસાર અર્ગિશ્ટીએ યૂઝરનો ફોનને ખોટી રીતે અનલોક કર્યો હતો. જેના પરિણામે અનલોક થયેલ ફોનમાં કોઈપણ નેટવર્કનું સીમકાર્ડ ઉપયોગ કરી શકાય છે. અર્ગિશ્ટીએ આ રીતે 2.5 કરોડ ડોલરની કમાણી કરી હોવાનું જાણવા મળે છે.

    Car subscription : ક્યારેક Creta તો ક્યારેક Honda Amaze, હવે ખરીદ્યા વગર દર મહિને ચલાવો નવી કાર!

    કોઈપણ લોક થયેલ ફોનનો પાસવર્ડ ચોરી કરવા માટે કર્મચારીને ફિશિંગ મેઈલ મોકલતો હતો. જેનાથી તેને કંપનીની ઈન્ટરનલ સિસ્ટમનું એક્સેસ મળી જતું. ફોન અનલોક કરવા તેણે 50 જેટલા કર્મચારીના પાસવર્ડ ચોર્યા હોવાનું પણ માનવામાં આવે છે. તે ફિશિંગ મેઈલમાં ફસાનાર યૂઝર્સના ક્રેડેન્શિયલ્સ ચોરી કરીને તે ફોન અનલોક કરતો હતો.

    ફોન અનલોક કરવામાં તજજ્ઞ અર્ગિશ્ટી એ જણાવ્યું કે વર્ષ 2014થી વર્ષ 2019 સુધી તેણે અનેક ફોન અનલોક કર્યા છે, જેમાં Apple iPhone પણ સામેલ છે. આ ફોનના લિસ્ટમાં ચોરી થયેલ ને ખોવાયેલ ડિવાઈસ પણ સામેલ છે. આ વ્યક્તિને છેતરપિંડીના મામલે દોષિત ઠેરવવામાં આવ્યો છે અને આ મામલે 17 ઓક્ટોબરના રોજ ચુકાદો સંભળાવવામાં આવશે.
    First published:

    Tags: Mobile and tech, Mobile phone, Tech and Mobile Updates