Home /News /tech /Man Hacks Indigo Website: ખોવાયેલો બેગ મેળવવા વ્યક્તિએ ઇન્ડિગોની વેબસાઇટ કરી હેક! શા માટે તેની જરૂર ન હતી, જાણો
Man Hacks Indigo Website: ખોવાયેલો બેગ મેળવવા વ્યક્તિએ ઇન્ડિગોની વેબસાઇટ કરી હેક! શા માટે તેની જરૂર ન હતી, જાણો
ઇન્ડિગો એરલાઈન તમામ ડોમેસ્ટિક રુટ પર આપી રહી છે સસ્તામાં ટિકિટ બુકિંગની ઓફર.
Man Hacks Indigo Website: નંદન કુમારે જણાવ્યા મુજબ, ઇન્ડિગો તરફથી ખાસ મદદ ન મળતાં તેણે મામલો પોતાના હાથમાં લીધો. તેણે કમ્પ્યુટરનું હેકર મોડ ઓન કર્યું અને આખરે વેબસાઈટથી એ પેસેન્જરનો નંબર મેળવી કાઢ્યો જેની સાથે તેનો સામાન બદલી ગયો હતો.
Man Hacks Indigo Website: કેટલાક મીડિયા આઉટલેટ્સમાં એવા અહેવાલ જોવા મળ્યા કે એક પેસેન્જરે પટનાથી બેંગાલુરુ માટે ઇન્ડિગોની ફલાઈટ (IndiGo Flight) 6E-185 કર્યા બાદ તેના ખોવાયેલા બેગને ટ્રેક કરવા માટે ઇન્ડિગો વેબસાઇટ હેક કરી. પોતાનો સામાન અન્ય કોઈ પેસેન્જર સાથે બદલાઈ જતાં આ ઇન્ડિગો પેસેન્જરે ટ્વિટર પર પોતાનો બળાપો કાઢ્યો હતો. નંદન કુમાર નામના આ પેસેન્જરે એવો ઉલ્લેખ પણ કર્યો કે, ‘આ બંને બાજુથી થયેલી એક પ્રામાણિક ભૂલ હતી કારણકે બંને બેગ્સ એવા જ લાગતા હતા.’
એક સારા કસ્ટમરની જેમ નંદન કુમારે ઇન્ડિગોની કસ્ટમર કેર સર્વિસનો સંપર્ક કર્યો, પરંતુ ઇન્ડિગો કસ્ટમર કેર સર્વિસે પ્રાઇવસીનો હવાલો આપીને એ વ્યક્તિ સાથે નંદન કુમારનો સંપર્ક ન કરાવ્યો જેની સાથે તેનો સામાન એક્સચેન્જ થઈ ગયો હતો.
નંદન કુમારે જણાવ્યા મુજબ, ઇન્ડિગો તરફથી ખાસ મદદ ન મળતાં તેણે મામલો પોતાના હાથમાં લીધો. તેણે કમ્પ્યુટરનું હેકર મોડ ઓન કર્યું અને આખરે વેબસાઈટથી એ પેસેન્જરનો નંબર મેળવી કાઢ્યો જેની સાથે તેનો સામાન બદલી ગયો હતો. નંદન કુમારે આ આખી ઘટના ટ્વિટર પર પોતે શેર કરી છે.
નંદન કુમારે ટ્વિટર પર લખ્યું કે, ‘મેં બેગ પર લખેલા કો-પેસેન્જરના પીએનઆરથી ઇન્ડિગો વેબસાઇટમાં એડ્રેસ અને કોન્ટેક્ટ નંબરની માહિતી મેળવવા માટે બહુ શોધખોળ કરી. મેં ચેક-ઇન, એડિટ બુકિંગ, અપડેટ કોન્ટેક્ટ જેવી રીતો અપનાવી પણ કોઈ ફાયદો ન થયો.’
તેણે ઉમેર્યું કે, ‘મારા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ મેં કમ્પ્યુટર કીબોર્ડ પર F12 બટન પ્રેસ કર્યું અને ઇન્ડિગો 6E વેબસાઈટ પર ડેવલોપર કન્સોલ ઓપન કરીને નેટવર્ક લોગ રેકોર્ડ સાથે આખા ચેકઇન ફ્લોને શરુ કર્યો.’
હવે અહીં અટકીએ..
કોઈ પેસેન્જરની માહિતી મેળવવા માટે તમને ફક્ત PNR અને લાસ્ટ નેમની જરૂર પડે છે.
એ નારાજ પેસેન્જરે કન્ફર્મ કર્યું કે તેણે બેગેજ ટેગ પરથી જેની સાથે તેનો સામાન એક્સચેન્જ થઈ ગયો હતો તેનો પીએનઆર અને લાસ્ટ નેમ જોયું હતું. હવે, જો તમારી પાસે PNR અને લાસ્ટ નેમ હાજર હોય તો તમારે બસ એ એરલાઇનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને યાત્રા-રુટને રિટ્રાઇવ (પુનઃ પ્રાપ્ત) કરવાનું હોય છે.
જ્યારે જાણકારી સાર્વજનિક રીતે ઉપલબ્ધ હોય અને તે પણ ઓફિશિયલ વેબસાઇટ પર હોય તો તમારે કંઈપણ હેક કરવાની આવશ્કયતા નથી. વૈશ્વિક સ્તરે બધી જ એરલાઈન્સ આ જ સ્ટાન્ડર્ડ ફોલો કરે છે, એટલે ઇન્ડિગો કંઈ અલગ નથી કરી રહી.
એ વાતમાં કોઈ બેમત નથી કે ઇન્ડિગોના કસ્ટમર કેર તરફથી વધુ મદદ મળી શકી હોત, પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે કોઈ પેસેન્જરનો PNR અને લાસ્ટ નેમ જાણતા હો તો તમારે દુનિયાની કોઈ એરલાઇનની વેબસાઈટ હેક કરવાની જરૂર નથી.
પ્રાઇવસી જોખમાય તેવી શક્યતા
દેખીતું છે કે તમે પીએનઆર અને લાસ્ટ નેમથી જે-તે પેસેન્જરની ફ્લાઈટ ટિકિટ પ્રાઈસ, ટાઈમિંગ, એડ્રેસ, મોબાઈલ નંબર વગેરે માહિતી કાઢી શકો છો. એટલે કે તમારે સોશિયલ મીડિયા પર તમારો પીએનઆર નંબર કે પછી એરલાઈન ટિકિટના ફોટોઝ શેર ન કરવા જોઈએ. તમારા પર્સનલ ડેટાની સુરક્ષા તમારા હાથમાં જ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર