ચેક કરો તમારા ફોનમાં તો નથી ને આ Apps, તરત જ કરો delete

News18 Gujarati
Updated: December 8, 2018, 2:37 PM IST
ચેક કરો તમારા ફોનમાં તો નથી ને આ Apps, તરત જ કરો delete
જાણો, કઇ વાયરલ ધરાવતી એપ્સ છે જેને પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે.

જાણો, કઇ વાયરલ ધરાવતી એપ્સ છે જેને પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે.

  • Share this:
ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી 22 એપ્લિકેશને હટાવી દીધી છે. બ્રિટીશ સિક્યુરિટી સૉફ્ટવેર અને હાર્ડવેર કંપની અનુસાર, આ તમામ એપ્લિકેશન્સમાં વાયરસ સામેલ છે જે યૂઝર્સોના ડેટાને નુકસાન પહોંચાડે છે. અહેવાલમાં એવું નોંધાયું છે કે એન્ડ્રોઇડ યુઝર્સે આ એપ્લિકેશન્સ 2 મિલિયનથી વધુ ડાઉનલોડ કરી છે. Sophosના જણાવ્યા મુજબ, આમાંથી 19 એપ્લિકેશન્સ આ વર્ષે જૂનમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી.

સોફોસે તેમની તપાસમાં શોધી કાઢ્યું કે આ એપ્લિકેશન્સ એન્ડ્ર અને ક્લિકર એડ નેટવર્ક્સ સાથે જોડાયેલ છે. આ તમામ એપ્લિકેશન્સમાં ઓર્ગેનાઇઝ્સ કરેલા વાયરસ છે જે યૂઝર્સ માટે જોખમી હોઈ શકે છે. આ એપ્સ એડ નેટવર્ક પર નકલી ક્લિક કરીને રેવેન્યૂ જનરેટ કરે છે સાથે જ ફેક રિક્વેસ્ટ મોકલે છે. સોફોસે તેમના બ્લોગમાં લખ્યું હતું કે આ એપ્લિકેશન્સમાં વાયરસ હોવાને લીધે, સ્માર્ટફોન યૂઝર્સની બેટરી ડ્રેન થવા લાગે છે. આ ઉપરાંત, તે ડેટાનો પણ ઉપયોગ કરે છે. નિષ્ણાતને આ એપ્લિકેશન્સને તરત જ ફોનમાંથી અનઇન્સ્ટોલ કરવાની સલાહ આપી છે.

આ પણ વાચો:  WhatsApp પર મિત્રોને Link મોકલો છો તો જાણી લો આ મોટા ફેરફાર વિશેપાર્કલ ફ્લેશલાઇટ (Parkle FlashLight)
સ્નેક એટેક( Snake Attack)મેથ સોલવર (Math Solver)
શેપ સોર્ટર (ShapeSorter)
ટેક અ ટ્રિપ (Tak A Trip)
મેહનિફિયે (Magnifeye)
જોઇન અપ (Join Up)
જોમ્બી કિલર (Zombie Killer)
સ્પેસ રોકેટ (Space Rocket)
નિયોન પોન્ગ (Neon Pong)
જસ્ટ ફ્લેશલાઇટ (Just Flashlight)
ટેબલ સોસર (Table Soccer)
ક્લિફ ડાઇવર (Cliff Diver)
બોક્સ સ્ટેક (Box Stack)
જેલી સ્લાઇસ (Jelly Slice
AK બ્લેકજેક (AK Blackjack)
કલર ટાઇલ્સ (Color Tiles)
એનિમલ મેચ (Animal Match)
રુલેટ મેનિયા (Roulette Mania)
હેક્સા ફોલ (HexaFall)
First published: December 8, 2018, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading