Home /News /tech /આ ચાર બટનથી લેપટોપમાં આવી જશે જાદુ, માત્ર 1 સેકન્ડમાં થઈ જશે ફાસ્ટ; જાણી લો આ ટ્રિક

આ ચાર બટનથી લેપટોપમાં આવી જશે જાદુ, માત્ર 1 સેકન્ડમાં થઈ જશે ફાસ્ટ; જાણી લો આ ટ્રિક

શોર્ટકટ જાણવી ખુબ જ જરૂરી

Increase Computer Speed: વિન્ડોઝ લેપટોપ અને પીસીનો ઉપયગ કરે છે તેમણે આ શોર્ટકટ જાણવી ખુબ જ જરૂરી છે. આ કીબોર્ડ પરના કેટલાક બટનોની પેટર્ન છે જેને દબાવવાથી કમ્પ્યુટર એક સેકન્ડમાં ઝડપી બની જાય છે.

Increase Laptop Speed: લેપટોપ તે કમ્પ્યુટર જૂનુ થઈ જાય એટલે જે સ્લો બની જાય છે. જોઈએ એ રીતે કામ થઈ શકતું નથી. અને આ એટલા માટે થાય છે કે, આપણે સોફ્ટવેર તો અપડેટ તો કરી દઈએ છીએ પણ હાર્ડવેર સમય જતા જૂનું થઈ જાય છે. સામાન્ય રીતે જૂના હાર્ડવેરમાં નવા સોફ્ટવેર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો પોતાના લેપટોપને રિફ્રેસ મારે છે અથવા તો તેને રિસ્ટાર્ટ કરી દેતા હોય છે. અને આવું કરવાથી ફક્ત સમય બરબાદ થતો હોય છે.

હવે તમારા મનમાં પ્રશ્ન ચોક્કસ ઊભો થતો હશે કે તેનાથી બચવાનો ઉપાય શું છે? તો અહીં અમે તમને એક સરળ ટ્રીક (Easy Laptop Hacks) જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે કામ કરતી વખતે તમારા કમ્પ્યુટર-લેપટોપની સ્પીડ વધારી શકો છો. અને આ માટે તમને માત્ર એક સેકન્ડ લાગશે. તો ચાલો જાણીએ…

આ પણ વાંચો: ઇસરોમાં સાઇંટિસ્ટ બનવાનો ગોલ્ડન ચાન્સ, જૂન મહિનાની આ તારીખ સુધી કરી શકશો અરજી

કીબોર્ડની આ યુક્તિ સમજો


જો તમે વિન્ડોઝ લેપટોપ અથવા પીસીનો ઉપયોગ કરો છો, તો તમારી પાસે શોર્ટકટ રીબૂટ સિસ્ટમનું જ્ઞાન હોવું આવશ્યક છે. આ કીબોર્ડ પરના કેટલાક બટનોની પેટર્ન છે જેને દબાવવાથી તમારું કમ્પ્યુટર એક સેકન્ડમાં ઝડપી બની જાય છે. જો તમને જ્યારે પણ એવું લાગે કે કોમ્પ્યુટર ખૂબ સ્લો ચાલી રહ્યું છે અથવા એપ્લીકેશન વારંવાર જામી રહી છે, તો તમે આ ટ્રિક અપનાવી શકો છો.



તમારે તમારા કમ્પ્યુટરમાં કે લેપટોપના કીબોર્ડ પર ‘Shift, Ctrl, Windows અને B’ ને એક સાથે દબાવાનું છે. તેના માટે તમારે પ્રથમ Shiftને દબાવીને પછી Ctrl અને પછી Windows અને અંતમાં B દબાવો. ખાસ ધ્યાન રાખજો કે આ બટન દબાવતી વખતે પાછલા બટન પરથી આંગળી હટી ના જાય. બધા બટન દબાઈ જાય પછી જ આંગળીઓ હટાવી લેવાની.

આમ કરવાથી તમારા લેપટોપના તમામ મહત્વના ડ્રાઈવરો રીસ્ટાર્ટ અને રિફ્રેશ થઈ જશે અને તમારું લેપટોપ સરળતાથી ચાલવા લાગશે. જ્યારે પણ તમારું લેપટોપ સ્લો થઈ જાય છે, ત્યારે તમે આ સરળ ટ્રીક અપનાવીને તેને ઝડપી બનાવી શકો છો.
First published:

Tags: Computer scientist, Laptop, Mobile and tech