ડિજિટલ હુમલાથી દુનિયા સ્તબ્ધ! સૌથી મોટા હૅકિંગમાં સામાન્ય લોકોને થયું કરોડોનું નુકસાન

News18 Gujarati
Updated: July 16, 2020, 9:22 AM IST
ડિજિટલ હુમલાથી દુનિયા સ્તબ્ધ! સૌથી મોટા હૅકિંગમાં સામાન્ય લોકોને થયું કરોડોનું નુકસાન
પ્રતીકાત્મક તસવીર

હૅકર્સ લગભગ 300 લોકો પાસેથી 1 લાખ 10 હજાર બિટકૉઇન ખંખેરવામાં સફળ રહ્યા

  • Share this:
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર હુમલો થયો છે. તેમાં અમેરિકાના અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હૅક (Twitter Account Hacked) કરી લેવામાં આવ્યા છે. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વારેન બફે સામેલ છે.

એકાઉન્ટ હૅક કર્યા બાદ તમામ એકાઉન્ટ્સથી ટ્વિટ કરી બિટકોઇનના રૂપમાં પૈસા માંગવામાં આવી રહ્યા હતા. બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે, ‘દરેક મને પરત આપવાનું કહી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે. હું આગામી 30 મિનિટ સુધી બીટીસી એડ્રેસ પર મોકલવામાં આવેલા તમામ પેમેન્ટ્સને બમણા કરી રહ્યો છું. તમે એક હજાર ડૉલર મોકલો અને હું આપને બે હજાર ડૉલર પરત મોકલીશ.’ જોકે, આ મુશ્કેલીને દૂર કરી દેવામાં આવી છે.લાખો યૂઝર્સને લાગ્યો કરોડો રૂપિયાનો ચૂનો

સાઇબર સિક્યુરિટી હેડ કરનારી અલ્પેરોવિચનું કહેવું છે કે સામાન્ય લોકોને કેટલેક અંશે નુકસાન પહોંચ્યું છે. આ હૅકની વચ્ચે હૅકર્સ લગભગ 300 લોકો પાસેથી 1 લાખ 10 હજાર બિટકૉઇન ખંખેરવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો, CYBER ATTACK: બિલ ગેટ્સ, ઓબામા, વારેન બફે સહિત અનેક દિગ્ગજોના Twitter એકાઉન્ટ હૅકનોંધનીય છે કે, જે રીતે રૂપિયા કે ડૉલર છે, તેવી જ રીતે બિટકોઇન હોય છે, તે એક ડિજિટલ કરન્સી છે, જેને ડિજિટલ બેંકમાં જ રાખી શકાય છે. હાલમાં તેને કેટલાક દેશોમાં લાગુ કરવામાં આવી છે અને દરેક સ્થળે એક બિટકોઇનની કિંમત ઘણી વધુ છે. રોકાણ માટે લોકોને તે ઘણી આકર્ષે છે. હાલના સમયમાં તે દુનિયાની સૌથી મોંઘી કરન્સી છે. એક બિટકોઇનની કિંમત 7 લાખ રૂપિયાથી આસપાસ છે.

આ પણ વાંચો, Himalayan Viagra' પર સંકટ! રેડ લિસ્ટમાં મૂકવામાં આવી કીડા-જડી


ડિજિટલ હુમલોઃ અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હૅક (Twitter Account Hacked) કરી લેવામાં આવ્યા છે. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા (Barack Obama), માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates), દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વારેન બફે સામેલ છે. આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં ઉમેદવાર જો બિડન (Joe Bidden)નું પણ ટ્વિટર હેન્ડલ હૅક કરી લેવામાં આવ્યું છે. આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર થઈ છે.
Published by: Mrunal Bhojak
First published: July 16, 2020, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading