Auto News: મહિન્દ્રા XUV700ના ટૉપ વેરિયન્ટની (Mahindra XUV700) ઘણા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કારની જાહેરાત ગત મહિને થઈ હતી અને હવે આ કારનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આગામી ઓક્ટોબર મહિનામાં XUV700 કાર લોન્ચ થઈ શકે છે. જોકે, લોન્ચ પહેલા જ કારના વેરિએન્ટ અને કિંમત લીક થઈ ગઈ છે.
carandbike.comના અહેવાલ મુજબ બેઝ MX પેટ્રોલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 11.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે MX ડીઝલની કિંમત 12.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. મહિન્દ્રા XUV700 AX3 (પેટ્રોલ) 13.99 લાખ રૂપિયા જ્યારે AX5 પેટ્રોલ વેરિઅન્ટ 14.99 લાખ રૂપિયામાં મળશે.
મહિન્દ્રા XUV700ના લીક થયેલા અહેવાલ પરથી જણાય છે કે, ગ્રેટ લુક અને પાવરફુલ ફીચર્સ સાથે મહિન્દ્રા XUV લાઇનઅપ કુલ 29 વેરિએન્ટમાં લોન્ચ થઈ શકે છે, જેમાં 5 સીટર XUV700ના 13 વેરિએન્ટ અને 7 સીટર XUV700ના 16 વેરિએન્ટનો સમાવેશ થાય છે. મિડ-સ્પેક AX5 ડીઝલ વેરિએન્ટ્સને વૈકલ્પિક ઓલ-વ્હીલ-ડ્રાઇવ (AWD) સિસ્ટમ મળશે. આ ઉપરાંત AX7 પેટ્રોલ AMD પણ મળી શકે છે. મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, નવી XUV700માં માત્ર રેન્જ-ટોપિંગ ડીઝલ વેરિએન્ટને જ AWD મળશે. AX7 વેરિએન્ટના એક્સ શોરૂમ કિંમત 19.49 લાખ રૂપિયાથી 20.69 લાખ રૂપિયા જેટલી છે.
ઉલ્લેખનીય છે કે, XUV700 નવા W601 મોનોકક્યુ પ્લેટફોર્મ પર બનાવાઈ છે. જેના કારણે તે XUV500 કરતા વધુ મોટી છે. XUV700ની લંબાઈ 4695 mm, પહોળાઈ 1890 mm અને ઊંચાઈ 1755 mm હોવાનું જાણવા મળે છે. XUV500ની સરખામણીએ તે 110 mm લાંબી જ્યારે 30 mm ટૂંકી છે. XUV700નો વ્હીલબેઝ 50 MM લાંબો છે.
મહિન્દ્રા XUV700 પેટ્રોલ વર્ઝનમાં 2.0-લિટર mStallion ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જીન 5000 RPM પર 197 bhp પાવર, 380 Nmનો પીક ટોર્ક આપે છે.
કારમાં સિક્સ-સ્પીડ મેન્યુઅલ અથવા સિક્સ-સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ મળે છે. ડીઝલ વેરિએન્ટ્સને 2.2-લિટર, ચાર સિલિન્ડર mHawk ઓઇલ બર્નર મળે છે. બેઝ વેરિએન્ટ્સ માટે એન્જીન 3750 rpm પર 153 bhp અને 1500 થી 2800 rpm પર 360 nm માટે ટ્યુન કરવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, XUV700ની એસેસરીઝ અને મર્ચેન્ડાઇઝ લિસ્ટ પણ વેબ પર લીક થયું છે. આ કાર પ્રીમિયમ સાટિન ફિનિશ અને સાટિન ક્રોમ કિટ સાથે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. તે સાઇડ મોલ્ડિંગ માટે બમ્પર, એક્સટીરિયર રિયર વ્યૂ મિરર, વ્હીલ આર્ચ અને વધારાના ક્રોમ ટ્રિમ્સ પણ આપે છે. આ ઉપરાંત રૂફ રેક, રિયર બમ્પર પ્રોટેક્ટર, એન્ટી થેફ્ટ વ્હીલ બોલ્ડ્સ અને બોડી કવરને સાટિન ફિનિશ આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર