Mahindra Thar 5 Door: 5 દરવાજા સાથે આવી રહી છે મહિન્દ્રા થાર, મળશે જબરદસ્ત ઑફરોડ સુવિધાઓ
Mahindra Thar 5 Door: 5 દરવાજા સાથે આવી રહી છે મહિન્દ્રા થાર, મળશે જબરદસ્ત ઑફરોડ સુવિધાઓ
ગ્રાહકો લાંબા સમયથી મહિન્દ્રાના 5-ડોર વર્ઝનની રાહ જોઈ રહ્યા હતા
Mahindra Thar 5 Door India Launch: કંપની આગામી સમયમાં મહિન્દ્રા થાર (Mahindra Thar)નો 5 ડોર ઓપ્શન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 5 ડોર મૉડલ હાલના મૉડલ કરતાં વધુ સ્પેસ (Space), સારા ફીચર્સ (Feature) અને વધુ સેફ્ટી ફીચર્સ સાથે આવી શકે છે.
Mahindra Thar 5 Door India Launch: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સ્વદેશી કંપની જે શક્તિશાળી SUV બનાવે છે, તેણે તાજેતરમાં જ તેની નવી Scorpio-N બજારમાં ઉતારી હતી. હવે આવનારા સમયમાં કંપની ઓફ-રોડ એસયુવી થારને પણ અપડેટ કરવાની તૈયારી કરી રહી છે. સમાચાર આવી રહ્યા છે કે કંપની આગામી સમયમાં મહિન્દ્રા થાર (Mahindra Thar)નો 5 ડોર ઓપ્શન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
5 ડોર મૉડલ હાલના મૉડલ કરતાં વધુ સ્પેસ, સારા ફીચર્સ અને વધુ સેફ્ટી ફીચર્સ સાથે આવી શકે છે. હાલમાં બજારમાં 3 ડોર મહિન્દ્રા થારનું વેચાણ ઘણું સારું છે. વર્તમાન 3 ડોર મહિન્દ્રા થારની કિંમત 13.53 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે જ સમયે, ટોપ મોડલને 16.03 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)માં ખરીદી શકાય છે.
ઉત્તમ સુવિધાઓ મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિન્દ્રા થાર 5 ડોર મોડલને 6 આકર્ષક કલર સ્કીમ સાથે ઓફર કરી શકાય છે, જેમાં બ્લુ અને ગ્રીન જેવા કલર્સ પણ સામેલ હશે. તેમાં વધુ કેબિન સ્પેસ અને બૂટ સ્પેસ તેમજ લક્ઝુરિયસ ઈન્ટિરિયર્સ અને એક્સટીરિયર્સ મળશે. તે જ સમયે, સુરક્ષા માટે, કારમાં મલ્ટીપલ એરબેગ્સ, હિલ સ્ટાર્ટ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ISOFIX ચાઇલ્ડ માઉન્ટ સહિત અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવશે.
5 ડોર મહિન્દ્રા થારના એન્જિન અને પાવર વિશે વાત કર્યે તો આ લક્ઝુરિયસ એસયુવીના વર્તમાન 3-દરવાજાના મોડલની જેમ, તેમાં 2.0 લિટર mStallion ટર્બો પેટ્રોલ અને 2.2 લિટર mHawk ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવશે અને જે 152 bhp પાવર ઉત્પન્ન કરશે.