Home /News /tech /

Social Media Safety Tips: આ 8 રીતે તમે સોશિયલ મીડિયા પર તમારી જાતને રાખી શકો છો સુરક્ષિત, સરકારે આપી સલાહ!

Social Media Safety Tips: આ 8 રીતે તમે સોશિયલ મીડિયા પર તમારી જાતને રાખી શકો છો સુરક્ષિત, સરકારે આપી સલાહ!

સોશિયલ મીડિયા પર સુરક્ષિત રહેવાની રીતો

Social Media Safety Tips: સોશિયલ મીડિયા પર હેકર્સ (Hackers) દરરોજ નવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના ટ્વિટર (Twitter) હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર સુરક્ષિત રહેવાની 8 રીતો જણાવવામાં આવી છે.

વધુ જુઓ ...
    Social Media Safety Tips: સોશિયલ મીડિયાના આગમન સાથે આપણે વિશ્વભરની તમામ વસ્તુઓ સાથે જોડાયેલા રહીએ છીએ. પરંતુ સોશિયલ મીડિયા (Social Media) અને મેસેજિંગ એપ્સથી આપણું જીવન સરળ થઈ રહ્યું છે, તેવી જ રીતે આના કારણે આપણી પ્રાઈવસી ઘટી રહી છે. હેકર્સ (Hackers) સોશિયલ મીડિયા પર નવી નવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાના ઉપયોગ સાથે તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (Ministry of Electronics and Information Technology)ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર સુરક્ષિત રહેવાની 8 રીતો જણાવવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો.

    1-તમારી પ્રોફાઇલને પબ્લિક સર્ચથી બ્લોક કરી દો.
    ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર તમને એક એવો વિકલ્પ મળે છે, જેના દ્વારા તમે તમારી પ્રોફાઇલને સુરક્ષિત કરી શકો છો. આ રીતે દરેક જણ તમને શોધી શકશે નહીં.

    2-હંમેશા લોગઆઉટ કરો.
    ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, કુ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા પછી હંમેશા લોગઆઉટ કરો. આ હેકિંગનું જોખમ ઘટાડે છે. ઘણી વખત આપણે આપણા સોશિયલ મીડિયા પર કોઈ બીજાના લેપટોપ, ફોન અથવા સાર્વજનિક માધ્યમ પર લૉગિન કરીએ છીએ, તેથી લૉગઆઉટ કરવું હંમેશા સલામત છે.

    3- સોશિયલ મીડિયાની વિગતો શેર કરશો નહીં.
    તમારી સોશિયલ મીડિયા વિગતો જેમ કે પાસવર્ડની માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. આમ કરવાથી તમારું એકાઉન્ટ જોખમમાં આવી શકે છે.

    4- અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારશો નહીં.
    સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના લોકો છે, તેથી દરેકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારશો નહીં. કેટલાક લોકો છેતરપિંડી કરવા માટે નકલી એકાઉન્ટ પણ બનાવે છે.

    5-ઘર/ઓફિસનું સરનામું શેર કરશો નહીં.
    સોશિયલ મીડિયા પર ઘણી વખત આપણે પોસ્ટ કે ફોટો મુકવાની સાથે લોકેશન લખીએ છીએ. આવી સ્થિતિમાં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે સોશિયલ મીડિયા પર તમારા ઘર કે ઓફિસનું સરનામું ન નાખો, જેથી કોઈ તમને ટ્રેક કરી શકે.

    6-અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
    જ્યારે પણ તમે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની લિંક જુઓ છો, જે ક્યારેક વિચિત્ર દાવા કરે છે, ત્યારે તેના પર ક્લિક કરવાનું ટાળો. હેકર્સ લિંક્સ મોકલે છે, જેના પર ક્લિક કરવાથી એકાઉન્ટ હેક થવાનું જોખમ રહેલું છે.

    આ પણ વાંચો: ડિજિટલ પેમેન્ટ માટે Google Pay સાથે કેવી રીતે લિંક કરવું ક્રેડિટ કાર્ડ, જાણો વિગતો

    7-ગોપનીયતા સેટિંગની કાળજી લો.
    શક્ય હોય ત્યાં સુધી સોશિયલ મીડિયા પર તમારી ગોપનીયતા સેટિંગ્સને પ્રતિબંધિત કરો. પ્રોફાઇલ પર વધુ સુરક્ષા મૂકો, ખાસ કરીને લોકો માટે.

    આ પણ વાંચો: પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી મળશે છુટકારો, Apple અને Google લાવી રહ્યું છે Passkeys ટેક્નોલોજી

    8-ફોટા, સ્ટેટસ શેર કરતી વખતે સાવચેત રહો.
    સોશિયલ મીડિયા પર ફોટા, સ્ટેટસ કે કોમેન્ટ પોસ્ટ કરતી વખતે મહત્તમ સાવધાની રાખો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Cyber Security, Gujarati tech news, Social media

    આગામી સમાચાર