Home /News /tech /મહિન્દ્રા આ SUV પર આપી રહી છે 2.5 લાખનું બંપર ડિસ્કાઉન્ટ, આ તારીખ સુધી મળશે લાભ
મહિન્દ્રા આ SUV પર આપી રહી છે 2.5 લાખનું બંપર ડિસ્કાઉન્ટ, આ તારીખ સુધી મળશે લાભ
સ્ક્રોપિયો SUV કાર
મહિન્દ્રાએ (Mahindra Cars) પણ ગ્રાહકો માટે તેમની પસંદગીની કાર પર બંપર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. કંપનીએ તાજેતરમાં જ XUV 700નું લોન્ચિંગ કર્યુ અને સત્તાવાર લોન્ચિંગ પહેલા કંપનીએ XUV 500 પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સબ-કોમ્પેક્ટ SUV XUV 300 અને લોકપ્રિય સ્કોર્પિયો પર પણ ડિસ્કાઉન્ટ (Discount on Scorpio Cars) મળી રહ્યું છે.
દેશમાં શરૂ થયેલી તહેવારોની સિઝન વચ્ચે હોન્ડા અને મારૂતિ બાદ દિગ્ગજ વાહન નિર્માતા કંપની મહિન્દ્રાએ (Mahindra Cars) પણ ગ્રાહકો માટે તેમની પસંદગીની કાર પર બંપર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. કંપનીએ તાજેતરમાં જ XUV 700નું લોન્ચિંગ કર્યુ અને સત્તાવાર લોન્ચિંગ પહેલા કંપનીએ XUV 500 પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સબ-કોમ્પેક્ટ SUV XUV 300 અને લોકપ્રિય સ્કોર્પિયો પર પણ ડિસ્કાઉન્ટ (Discount on Scorpio Cars) મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે.
Mahindra XUV500નું ડિસ્કાઉન્ટ
-W11 ઓપ્શન, W11 ઓપ્શન AT વેરિએન્ટ્સ
કંપની રોકડ પર રૂ. 1,79,800 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જ્યારે કોર્પોરેટ ડિસ્કાઉન્ટ રૂ.6500નું છે. આ સાથે જ 50 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળશે. આ સિવાય કંપની રૂ. 20,000 સુધીની એસેસરિઝ પણ આપશે.
લોઅર વેરિએન્ટ્સ માટે કંપની રૂ.1,28,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપે છે અને રૂ. 6500નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપે છે. આ સિવાય અહીં પણ તમને રૂ.50,000 સુધીનું એક્સચેન્જ બોનસ અને રૂ.20 હજાર સુધીની એસેસરિઝ કંપની ઓફર કરી રહી છે.
-W5, W7, W9, W11, W7 AT, W9 AT, W11 AT ઓપ્શન
આ તમામ મોડેલ્સમાં કંપની રૂ.2,58,000 સુધીની ઓફર મળી રહી છે.
Mahindra XUV300 અને Scorpio પર ડિસ્કાઉન્ટ
કંપનીની સબ કોમ્પેક્ટ એસયૂવી પર લગભગ 40 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. W8 Option Dual Tone BSIV, W8 Option Dual Tone, W8, W8 Option, W8 Option Dual Tone, W8 Option Diesel, W8 AMT Optional Diesel, W8 Option Dual Tone Diesel, W8 Option AMT Dual Tone, W8 Option AMT, W8 Diesel Sunroof, W8 AMT Option Diesel Dual Tone પર રૂ. 15 હજારનું ડિસ્કાઉન્ટ અને રૂ. 4000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે રૂ. 20,000નું એક્સચેન્જ બોનસ અને રૂ.5000ની એસેસરિઝ કંપની દ્વારા ઓફર કરાઇ રહી છે.
આ જ રીતે કંપની Scorpio SUV પર 14 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સ્કોર્પિયોના S9 અને S11 જેવા ટોપ વેરિએન્ટ સાથે 10,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે S3 પ્લસ, S5 અને S7 જેવા નાના વેરિએન્ટ પર માત્ર 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.
Marazzo MPV અને Alturas G4 પર ઓફર
Marazzo MPV અને Alturas G4 પર રૂ.5200 અને રૂ.11,500 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. KUV100 NXTના અમુક વેરિએન્ટ્સ સપ્ટેમ્બરમાં રૂ.38,000 સુધીના કેશ ડિસ્કાઉન્ટ સાથે અને રૂ.3000 સાથેના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. મહિન્દ્રા બોલેરોની વાત કરીએ તો તેના પર રૂ.10,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ.3000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.