Mahindraની ઇલેક્ટ્રિક EKUV100 કાર ટૂંક સમયમાં થશે લોન્ચ, કેટલી હશે કિંમત? શું છે ડ્રાઈવીંગ રેન્જ

મહિન્દ્રા ઇલેક્ટ્રિક કાર ઇકેયુવી 100

Mahindra EKUV100 Electric Car કારને તાજેતરમાં જ પરીક્ષણ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે. આ કારને પ્રથમ 2020ના Auto-એક્સ્પોમાં કંપની દ્વારા રજૂ કરવામાં આવી હતી

  • Share this:
    નવી દિલ્હી : ભારતમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે હવે મોટાભાગની કાર કંપનીઓ તેમના પોર્ટફોલિયોમાં ઇલેક્ટ્રિક કાર (Electric Car)નો સમાવેશ કરી રહી છે. ભારતની અગ્રણી ઓટો ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની નવી ઇલેક્ટ્રિક કાર ઇકેયુવી 100 (Mahindra EKUV100)ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કારને તાજેતરમાં જ પરીક્ષણ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે. આ કારને પ્રથમ 2020ના Auto-એક્સ્પોમાં કંપની દ્વારા રજૂ કરવામાં આવી હતી. પરીક્ષણ દરમિયાન સ્પોટ કરવામાં આવેલી કાર, એક્સ્પોમાં બતાવેલ કારથી થોડી જુદી લાગે છે. કારના એલોય વ્હીલમાં વાદળી રંગ જોવા નથી મળી રહ્યો.

    કંપનીએ કારની ડિઝાઇનમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. આ કાર હાલની કાર KUV100 જેવી જ લગભગ લાગે છે. કંપનીએ આ કારની ફ્રન્ટ ગ્રિલમાં એરો માર્ક્સ જેવા 6 ઇન્સર્ટ આપ્યા છે. કંપનીએ કારની હેડલાઇટ અને ટેલલાઇટમાં પણ બ્લૂ ઈલિમન્ટનો ઉપયોગ કર્યો છે. ટેઇલગેટ પર નંબર પ્લેટ હાઉસિંગમાં '+' અને '-' સંકેતો પણ છે, જે તેને કઈંક અલગ કરવામાં વધુ મદદ કરે છે.

    આ પણ વાંચોફેસબુક યુઝર્સ માટે સોનેરી તક: યુઝર્સને હવે મળશે ફિક્સ કમાણી, અહીં જાણો શું કરવું પડશે

    ડ્રાઇવિંગ રેન્જ

    મહિન્દ્રાએ આ ઇલેક્ટ્રિક કારમાં 15.9kWh બેટરી પેકનો ઉપયોગ કર્યો છે, જે 120Nmનો ટોર્ક અને 54.4hpનો પાવર જનરેટ કરે છે. આ કારની બેટરી સંપૂર્ણ ચાર્જ કરવામાં 5.45 કલાક લાગે છે. ફાસ્ટ ચાર્જિંગની મદદથી, આ કાર 55 મિનિટમાં 80 ટકા જેટલી ચાર્જ થઈ શકે છે. કંપનીનો દાવો છે કે, આ કાર એક જ વખત ચાર્જમાં 150 કિમી સુધીની ડ્રાઇવિંગ રેંજ આપવા માટે સક્ષમ છે.

    આ પણ વાંચોબજેટમાં મળશે Realme Book લેપટોપ, ડિઝાઇન અને ફીચર્સ થયા લીક

    કારની કિંમત

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓ પણ આ કાર સાથે સ્પર્ધા કરવા માટે લોકોને પોસાય તેવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાંતો અનુસાર, મહિન્દ્રાની ઇકેયુવી 100ની લોન્ચ પછી કિંમત 9 લાખ રૂપિયાથી લઈને 13 લાખ રૂપિયા સુધીની રહી શકે છે.
    Published by:kiran mehta
    First published: