નવી દિલ્હી : ભારતનું વેકસીન ડિલિવરી ટેક પ્લેટફોર્મ Co-WIN હવે આંતરાષ્ટ્રીય સ્તરે છવાઈ જશે. રસીકરણ અભિયાન માટે આ ટેકનોલોજી લેવા માટે 50 જેટલા દેશોએ રસ દાખવ્યો છે. અન્ય દેશો આ ટેકનોલોજીનો કોઈ ખર્ચ વગર ઉપયોગ કરી શકે તે માટે ભારત સરકાર હવે Co-WINનું ઓપન સોર્સ વર્ઝન બનાવશે.
આ બાબતે Co-WINના પ્રમુખ આર એસ શર્માએ ટ્વિટ કરી જાણકારી આપી હતી. તેમના મત મુજબ મધ્ય એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના 50થી વધુ દેશોએ આ ટેકનોલોજીમાં રસ દાખવ્યો છે.
હવે આ ટેકનોલોજીનું ઓપન સોર્સ લાયસન્સ બનાવવામાં આવશે. જેથી કોઈપણ દેશ તેનો મફતમાં ઉપયોગ કરી શકે. કોવિડ -19 વેકસીન ઇન્ટેલિજન્સ નેટવર્ક અથવા Co-WIN ઇલેક્ટ્રોનિક વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક (eVIN)ની આધારિત બનાવવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) અને આરોગ્ય મંત્રાલયે સંયુક્ત રીતે eVIN બનાવાઈ હતી. જેના કાર્યોમાં રસીનું સ્ટોકનું ડિજિટાઇઝેશન અને એપ્લિકેશન દ્વારા કોલ્ડ ચેઇનનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ શામેલ છે.
આ પદ્ધતિનો ઉપયોગ કોરોના રસીને અલગ અલગ તબક્કામાં ગોઠવવા માટે માર્ચથી શરૂ થયો હતો. શરૂઆતમાં વેકસીનની તંગી અને ટેક્નિકલ ક્ષતિના કારણે મુશ્કેલીઓ ઉભી થઇ હતી. ગયા મહિને બધા માટે વેકસીન આપવાનું શરૂ થતાં રસીકરણની ઝડપ વધી છે. શર્માનું કહેવું છે કે, CoWINથી આરોગ્ય સેકટરમાં અન્ય પ્લેટફોર્મ તૈયાર કરવા મદદ મળી શકે છે.
પાસપોર્ટ સાથે જોડી શકશો કોવિન યૂઝર
નોંધનીય છે કે, રવિવારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના CoWin પોર્ટલ દ્વારા યુઝર્સ પોતાના COVID-19 રસીકરણના સર્ટિફિકેટ પાસપોર્ટ સાથે જોડી શકે તે દિશામાં પગલાં લેવાનું શરૂ થયું છે. આરોગ્ય સેતુ એપ્લિકેશને પ્રમાણપત્રોમાં પાસપોર્ટ વિગતો અપડેટ કરવાની અથવા સુધારવાની પ્રક્રિયાને શેર કરી છે. સરકારે કહ્યું છે કે, હવે તમે તમારા રસીકરણ સર્ટિફિકેટમાં તમારો પાસપોર્ટ નંબર અપડેટ કરી શકો છો. આ ઉપરાંત કોરોના વાયરસ રસીકરણના સર્ટિફિકેટમાં પાસપોર્ટની વિગતો અપડેટ કરવા અથવા સુધારવા માટેની ગાઈડનલાઇન ઓનલાઈન શેર કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર