Home /News /tech /

હવે WhatsApp પર નકલી ફોટો મોકલનારા ચેતી જજો, આવી રહ્યું છે નવું ફિચર

હવે WhatsApp પર નકલી ફોટો મોકલનારા ચેતી જજો, આવી રહ્યું છે નવું ફિચર

આ વાતની જાણકારી WaBetaInf એ આપી છે.

આ વાતની જાણકારી WaBetaInf એ આપી છે.

    લોકસભાની ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખતા વોટ્સએપ એક એવા ફિચરનું ટેસ્ટીંગ કરી રહ્યું છે, જેનાથી યૂઝર્સને આ ખબર પડી જશે કે ચેટ બોક્સમાં આવેલા ફોટોની પ્રમાણિકતા શું છે. વોટ્સએપના નવા ફિચર્સથી એ જાણી શકાશે કે ફોટો અસલી છે કે નકલી. આ વાતની જાણકારી WaBetaInf એ આપી છે.

    WaBetaInfo એક એવું પ્લેટફોર્મ છે જ્યા વોટ્સએપ સાથે જોડાયેલ તમામ માહિતી મળે છે. રિપોર્ટ અનુસાર આ ફિચર આવ્યાં બાદ યૂઝર્સને ચેટ વિન્ડોમાં સર્ચ ઇમેજના નામથી એક અલગ ટેબ દેખાશે. જેના પર ક્લિક કરતા જ વોટ્સએપ યૂઝર્સને ગૂગલ બ્રાઉઝર પર લઇ જશે. જ્યા ફોટો અપલોડ કરવામાં આવશે. જેનાથી યૂઝર્સને ફોટાનો સોર્સ ખબર પડી જશે.



    આ પણ વાંચો:  WhatsApp પર આવી રીતે એક્ટિવેટ કરો ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક

    હાલમાં, આ સુવિધા ટેસ્ટીંગ મોડમાં છે અને કંપની ક્યારે રજૂ કરશે તે વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તે જ સમયે એવું લાગે છે કે વોટ્સએપ પર આ સુવિધાથી નકલી સમાચારો પર કાબૂ મેળવાશે.

    ચૂંટણી પંચે તાજેતરમાં લોકસભાની ચૂંટણી 2019ની તારીખો જાહેર કરી છે. દરમિયાન કમિશને તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ માટે કડક દિશાનિર્દેશો જારી કર્યા છે. જો કે કમિશને વોટ્એપસ સંબંધિત માર્ગદર્શિકા જાહેરી કરી નથી, પરંતુ કમિશન દ્વારા ગૂગલ, યુ ટ્યુબ, ફેસબુક અને ટ્વિટર માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

    આયોગે કહ્યું છે કે તમામ ઉમેદવારોને નોમિનેશન ફાઇલિંગ સમયે ફેસબૂક, ટ્વિટર વિશે પૂરા જાણકારી આપવી પડશે, આ ઉપરાંત ઉમેદવારે ફેસબૂક અથવા ટ્વિટર પર રાજનીતિક જાહેરાતને પોસ્ટ કર્યા પહેલા પ્રમાણિત કરવું પડશે. એટલું જ નહીં નવા ઉમેદવાર ફેસબૂક, ટ્વિટર અથવા યૂટ્યુબ કોઇ પણ કોઇ રાજનીતિક જાહેરાત પોસ્ટ નહીં કરી શકે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Loksabha elections 2019, Whatsapp, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन