Home /News /tech /

વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં? આ એપની મદદથી તપાસો

વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં? આ એપની મદદથી તપાસો

વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં? આ એપની મદદથી તપાસો

તમે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપરાંત એક એપની મદદથી પણ ચેક કરી શકો છો

    ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમારું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં? તે તમે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપરાંત એક એપની મદદથી પણ ચેક કરી શકો છો. આ એપનું નામ મિસિંગ વોટર એપ છે. આ એપને હૈદરાબાદની ખાલિદ સૈફુલ્લાહની રેલેબ્સ ટેક્નોલોજીએ બનાવી છે. ખાલિદે એપ વિશે વાત કરતાં ન્યૂઝ18ને જણાવ્યું કે, તેમણે ગયા વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ એપ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. મતદારોની યાદીનો અભ્યાસ કર્યા પછી તેમણે દાવો કર્યો હતો કે, લગભગ 20 ટકા મુસ્લિમ મતદાર યાદીમાંથી ગાયબ હતા.

    કેવી રીતે મિસિંગ વોટર્સ અંગે જાણ્યું?

    સૈફુલ્લાહે જણાવ્યું કે, હું ઇલેક્શન કમિશનના ડેટાનો ઉપયોગ કરું છું અને એના આધારે એ ઘરો વિશે માહિતી મેળવું છું જેમાં માત્ર એક વોટર છે. એના માટે હું સેન્સસના ડેટાનો ઉપયોગ કરું છું. સેન્સસ અનુસાર દેશમાં પાંચ ટકા ઘર એવા હોઇ શકે છે જેમાં એક વોટર છે. હું ઇલેક્ટોરલ ડેટાથી એ પ્રકારનો રિપોર્ટ બનાવું છું તો એવા 10 ટકા ઘર છે. આ આંકડા અનુસાર હું મિસિંગ વોટર્સનો ડેટા નીકાળું છું.

    ઇલેક્શન કમિશનથી કેટલી અલગ છે આ એપ?

    સૈફુલ્લાહે જણાવ્યું કે, ઇલેક્શન કમિશનની સાઇટ પર નવા કાર્ડ માટે એપ્લાઇ કરવા માટે લોકોને ઘણા ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે. પરંતુ એપમાં તેમને માત્ર પોતાનું એડ્રેસ પ્રૂફ, ફોટો, નામ તથા સરનામું આપવાનું રહેશે. જે બાદ તેમના વોલેન્ટિયર એપ્લાય કરનારાના ઘરે જઇને ફોર્મ ભરશે. એ પછી ફોર્મ એપથી રિડાયરેક્ટ થઇને ઇલેક્શન કમિશનની સાઇટ પર જતું રહેશે. તે પછી વેરિફિકેશન બાદ તેમનું કાર્ડ બની જશે.

    આ પણ વાંચો: ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ થશે OnePlus 7, શું હશે કિંમત?

    લોકોનો ડેટા કેટલો સિક્યોર?

    આ સવાલ અંગે સૈફુલ્લાહે જણાવ્યું કે, એકવાર લોકોના કાર્ડ બન્યા પછી તે ડેટાને ડિલીટ કરી દે છે. તે આ એપ માટે એક સિક્યોર સર્વરનો ઉપયોગ કરે છે. કાર્ડ બની જતાં તે ડેટા ઓટોમેટિકલી ડિલીટ થઇ જાય છે.

    આવી રીતે કામ કરે છે એપ

    આ એપ iOS અને એન્ડ્રોઇડ બન્ને માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. તમે આ એપને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. જે બાદ તમારે મોબાઇલ નંબર નાંખી રજિસ્ટર કરવાનું રહેશે. આમાં તમારે નામથી લઇને મતદાન ક્ષેત્ર સહિતની માહિતી આપવાની રહેશે. જે બાદ તમે નવું વોટર કાર્ડ બનાવવાથી લઇને લિસ્ટમાં તમારા નામ સુધીની માહિતી મેળવી શકશો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Check, Help, Loksabha elections 2019, Name, Voter list

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन